પત્નીના ટોર્ચરથી કંટાળીને વધુ એક યુવકે ટૂંકાવ્યું જીવન, સ્યુસાઈડ નોટમાં બતાવી આપવીતી
બેંગ્લોરના AI એન્જીનિયર અતુલ સુભાષ અને આગ્રાના ITC મેનેજર માનવ શર્મા બાદ વધુ એક યુવકે પત્નીના ટોર્ચરથી દુખી થઈને આત્મહત્યા કરી લીધી છે. પરંતુ આત્મહત્યા અગાઉ તેણે ૩ પાનાંની સ્યૂસાઈડ નોટ લખી, જેમાં તેણે પોતાના દિલનો દર્દ બતાવ્યો છે. તેણે આત્મહત્યા કરવા માટે પત્નીને જવાબદાર ઠેરવી છે.
પત્ની સામે કડક કાર્યવાહી કરવા પોલીસને અપીલ કરી છે. પોલીસે મૃતદેહનો કબજો લઇને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યો હતો. સુસાઈડ નોટના આધારે, ગૌરવના પરિવારની ફરિયાદ પર FIR નોંધવામાં આવી હતી. પોલીસે ગૌરવની પત્ની, સાસુ અને સાળાને આરોપી બનાવીને કેસ નોંધ્યો છે. ગૌરવના પરિવારના સભ્યોના નિવેદનો નોંધ્યા બાદ, આરોપી પક્ષને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો, જેથી આગળની કાર્યવાહી કરી શકાય.
પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, મૃતકની ઓળખ ગૌરવ કુમાર તરીકે થઈ છે, જે અંકોધા કંબોહ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મૌસમપુર ગામના રહેવાસી કૃષ્ણપાલ સિંહનો પુત્ર છે. તે 30 વર્ષનો હતો, પણ ગઈકાલે તેમણે ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી. તેણે તેની પત્ની પ્રિયા, સાસુ નીલમ અને સાળા આકાશ પર તેને હેરાન કરવાનો અને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. ગૌરવના પિતા કૃષ્ણપાલ સિંહે જણાવ્યું કે પ્રિયા મુરાદાબાદની રહેવાસી છે.
તેમના લગ્ન એક વર્ષ અગાઉ ગૌરવ સાથે થયા હતા, પરંતુ લગ્ન બાદ તરત જ તેમના સંબંધોમાં તણાવ આવી ગયો. અચાનક પ્રિયા તેના માતા-પિતાના ઘરે ગઈ. ત્યારબાદ તેણે ગૌરવ પાસેથી પૈસા માગવાનું શરૂ કર્યું. જો પૈસા ન આપ્યા તો કરિયાવર ઉત્પીડનના કેસમાં ફસાવવાની ધમકી આપી. બધી સમજાવટ છતા, પ્રિયા તેના સાસરિયાના ઘરે પાછી ન ફરી. આ બધા કારણોસર ગૌરવ માનસિક તણાવમાં રહેવા લાગ્યો. આ કારણોસર તેણે આત્મહત્યાનું પગલું ભરી લીધુ.
અસમોલીના CO કુલદીપ સિંહે જણાવ્યું કે, ગૌરવ કુમારે 3 પાનાંની સુસાઈડ નોટ છોડી છે. જેમાં ગૌરવે લખ્યું છે કે મારી સાથે અન્યાય થયો છે. હું આત્મહત્યા કરી રહ્યો છું કારણ કે હું મારી પત્નીના ત્રાસથી કંટાળી ગયો છું. મારા મૃત્યુ બાદ મારા પરિવારને હેરાન ન કરવામાં આવે. મારા મૃત્યુ માટે મારી પત્ની પ્રિયા જવાબદાર છે. તેને મારી મિલકતમાંથી કંઈપણ આપવામાં ન આવે. મારી બધી મિલકત મારા ભાઈઓમાં વહેંચી દેવામાં આવે. તે 3 ભાઈઓમાં સૌથી નાનો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp