Samsung લોન્ચ કરવા જઈ રહી છે 'Galaxy Ring', જે સ્માર્ટફોન કરતા પણ મોંધી..!! કિંમત જાણીને ઉડી જશે હોંશ
Samsung Galaxy Ring : આ વર્ષે ફેબ્રુઆરીમાં આયોજિત થયેલા મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાં પેશ કરવામાં આવી હતી, સેમસંગ આ વખતે સ્માર્ટ રિંગને લોન્ચ કરવાની તૈયારીમાં છે. વર્ષના બીજા ક્વાર્ટરમાં આયોજિત થનારા Galaxy unpacked Event માં આ સ્માર્ટ રિંગને કોર્મશિયલ લોન્ચ કરી શકાય છે. આ સ્માર્ટ રિંગની એમિરકન અને ઇન્ડિયન પ્રાઇસ લીક થઇ ગઇ છે. આ સ્માર્ટ રિંગની કિંમત સેમસંગના Galaxy A, Galaxy M અને Galaxy F સિરીઝની અનેક સ્માર્ટફોનથી વધારે હોઇ શકે છે.
ભારતીય ટિપ્સ્ટર યોગેશ બરારે સેમસંગની આ રિંગની કિંમત સોશિયલ મિડીયા પ્લેટફોર્મ X પર શેર કરી છે. ટિપ્સ્ટર અનુસાર આ અમેરિકામાં 300 ડોલરથી લઇને 350 ડોલરની વચ્ચે હોઇ શકે છે. આ સાથે ભારતમાં આની કિંમત 35,000 રૂપિયાની પ્રાઇઝ રેન્જમાં હોઇ શકે છે. Galaxy A, Galaxy M અને Galaxy F સિરીઝની અનેક સ્માર્ટફોન આનાથી વઘારે કિંમતમાં આવે છે.ભારત અને અમેરિકા સિવાય Samsung એ Galaxy Ring ને યુરોપીયન યુનિયનમાં લોન્ચ કરી શકે છે.
Samsung Galaxy Ring as of now is priced at Rs 35k in India.US price in the $300-350 rangePretty expensive piece of tech.. — Yogesh Brar (@heyitsyogesh) May 22, 2024
Samsung Galaxy Ring as of now is priced at Rs 35k in India.US price in the $300-350 rangePretty expensive piece of tech..
આ સ્માર્ટ રિંગના વધારે ફિચર્સ હાલમાં સામે આવ્યા નથી. Android Authority ના રિપોર્ટનું માનીએ તો આ સ્માર્ટ રિંગને કંપની સબ્સક્રિપ્શન સર્વિસ હેઠળ લોન્ચ કરી શકે છે. આ Oura Ring, Apple અને Fitbitની પ્રોડક્ટ જેવા ફીચર્સ આપવામાં આવી શકે છે. આમાં Boat Luna Ring ની જેમ જ ફીચર્સ મળી શકે છે. જો કે દક્ષિણ કોરિયાની કંપનીની સ્માર્ટ રિંગ એક ફિટનેસ ડિવાઇસ થશે જેમાં અનેક સેન્સર લાગેલા હશે. આ સેન્સર્સ યુઝર્સના અનેક હેલ્થ વાઇટલ્સને ટ્રેક કરશે. આ સ્માર્ટ રિંગની ફ્રી સાઇઝમાં પેશ કરી શકાય છે જેથી યુઝર્સ આ રિંગને આંગળીમાં સરળતાથી પહેરી શકે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp