Heavy Rain in Gujarat: મેઘ તાંડવ બાદ સામે આવ્યા તારાજીના દ્રશ્યો, ગુજરાતના 636 રસ્તા બંધ, અનેક

Heavy Rain in Gujarat: મેઘ તાંડવ બાદ સામે આવ્યા તારાજીના દ્રશ્યો, ગુજરાતના 636 રસ્તા બંધ, અનેક વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાયો

08/27/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Heavy Rain in Gujarat: મેઘ તાંડવ બાદ સામે આવ્યા તારાજીના દ્રશ્યો, ગુજરાતના 636 રસ્તા બંધ, અનેક

Heavy Rain in Gujarat: મેઘરાજાએ ગુજરાતને ધમરોળ્યું છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખાબક્તા જનજીવન ખોરવાયુ છે. કેટલાક સ્થળોએ વીજપુરવઠો ખોરવાયો છે. તો કેટલીક જગ્યાએ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા માર્ગો બંધ કરવાની ફરજ પડી છે. બીજી તરફ રાજકોટના જસદણના કમળાપુર ગામે ભારે પવન સાથે વરસાદ પડતા 6 વીજપોલ ધરાશાયી થયા છે. જેના પગલે સમગ્ર પંથકમાં વીજ પુરવઠો ખોરવાયો છે. તેમજ અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થયા છે.


રાજ્યમાં 636 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા

રાજ્યમાં 636 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા

રાજ્યભરમાં ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓને મોટા પાયે નુકશાન થયુ છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં 636 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સ્ટેટના 34 હાઇવે બંધ કરવામાં આવ્યા છે. જેમાં ખેડા 6, આણંદ 2, કચ્છ 1,વડોદરા 6, નર્મદા 1, પચમહાલ 4, ભરૂચ 2, દાહોદ 2, સુરત 1, વલસાડ 1, રાજકોટ 1, મોરબી 4, સુરેન્દ્રનગર 3 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.

ભારે વરસાદના કારણે રાજ્યમાં અન્ય માર્ગોની વાત કરીએ તો કુલ 44 રસ્તા બંધ કરવામાં આવ્યા છે. જેમાં ખેડા 10, આણંદ 5, અવવલ્લી 3,ગાંધીનગર1, કચ્છ 2, બરોડા 2, છોટા ઉદેપુર 1, પચમહાલ 3, દાહોદ 5, નવસારી 1, વલસાડ 2, રાજકોટ 2 અને મોરબી 2 ,સુરેન્દ્રનગર 5 રસ્તા બંધ કરવામાં આવ્યા છે.


રાજ્યમાં પચાયત ના માર્ગો કુલ 557 માર્ગો બંધ છે

રાજ્યમાં પચાયત ના માર્ગો કુલ 557 માર્ગો બંધ છે

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યભરમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે અમદાવાદ 1, ખેડા 31, આણંદ 5, સાબરકાંઠા 1, અરવલ્લી 12, બનાસકાંઠા 3,કચ્છ 22, બરોડા 37, છોટા ઉદેપુર 38, નર્મદા 9, પચમહાલ 17, ભરૂચ 7, મહીસાગર 24, દાહોદ 46, સુરત 33, તાપી 65,નવસારી 62, વલસાડ 70, ડાંગ 5, રાજકોટ17,મોરબી 10, જામનગર 11, દ્રારકા 1, સુરેન્દ્રનગર 16, ભાવનગર 3, અમરેલી 1,જૂનાગઢ 4, પોરબંદર 6 સહિતના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. રાજ્યમાં એક નેશનલ હાઇવેને પણ વરસાદના કારણે બંધ કરવામાં આવ્યો છે. છોટા ઉદેપુર 1 માર્ગ નેશનલ હાઇવે બંધ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top