Health : સોફ્ટ ડ્રિંક્સ પીવાની આદત હોય તો ચેતજો, થઈ શકે છે આવી મોટી આડઅસર

Health : સોફ્ટ ડ્રિંક્સ પીવાની આદત હોય તો ચેતજો, થઈ શકે છે આવી મોટી આડઅસર

12/04/2022 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

Health : સોફ્ટ ડ્રિંક્સ પીવાની આદત હોય તો ચેતજો, થઈ શકે છે આવી મોટી આડઅસર

હેલ્થ ડેસ્ક : ગરમી હોય છે કે પછી ઠંડી દરેક ઘરોના ફ્રીજમાં તમને કોલ્ડ ડ્રિંક્સ તો જોવા મળશે જ. ઘર, ઓફિસથી લઈને લોકો પાર્ટી ફંક્શનમાં પણ કોલ્ડ ડ્રિંક્સ પીવાનું પસંદ કરે છે. યુવાનોમાં તો કોલ્ડ ડ્રિંક્સનો ખાસ ક્રેઝ છે. યુવાનો માટે કોલ્ડ ડ્રિંક્સ વગર પાર્ટી જાણે અધૂરી છે.


સોફ્ટ ડ્રિંક્સ સ્વાસ્થ્યને પહોંચાડે છે નુકસાનઃ

સોફ્ટ ડ્રિંક્સ સ્વાસ્થ્યને પહોંચાડે છે નુકસાનઃ

કોલ્ડ ડ્રિંક્સ ભલે ગમે તેટલી પસંદ હોય પણ તે શરીરને નુકસાન પહોંચાડી શકે છે. તે તમારા વજનને વધારે છે સાથે જ લિવરને પણ નુકસાન પહોંચાડે છે. આ સિવાય તમારા મેટાબોલિઝમને પણ ડિસ્ટર્બ કરે છે. તે ડાયાબિટિઝ ટાઈપ-2નું પણ કારણ બની શકે છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, તમે કોલ્ડ ડ્રિંક્સનું સેવન કરો છો તો તમારા શરીરને શું શું નુકસાન થાય છે.

હાર્ટની બીમારીઓઃ

સતત વજન વધવાથી તમને હદય રોગનો ખતરો પણ વધી જાય છે પરંતુ તેની સાથે જ સોડામાં રહેલું તત્વ પણ બિમારીનું કારણ બની શકે છે. સોડામં રહેલું સોડિયન અને કૈફીન હાર્ટ માટે ખુબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. સોડિયમ શરીરમાં તરલતા રોકવાનું કામ કરે છે. જ્યારે કૈફીનથી હ્દયગતિ અને રક્તચાપ બહુ વધી જાય છે.


હાડકાને કમજોર કરે છેઃ

હાડકાને કમજોર કરે છેઃ

સોફ્ટ ડ્રિંક્સ તમારા હાડકામાંથી કેલ્શિયમ ઓછું કરવાનું કામ કરે છે. જેનાથી હાડકા કમજોર થઈ જાય છે. સોફ્ટ ડ્રિંક્સમાં ફોસ્ફ ફોસ્ફોરિક એસિડ હોય છે જે એમ્લીય હોય છે. તે હાડકાઓમાંથી કેલ્શિયમને ખેંચી લે છે. કૈફીન પણ કેલ્શિયમ ખોવાનું કામ કરે છે જેનાથી હાડકા પર ખરાબ અસર પડે છે.

વજન વધવાની સમસ્યાઃ

આપણે સૌ જાણીએ છીએ કે, કોલ્ડ ડ્રિંક્સ પીવાથી વજન વધી જાય છે. સોડા અને સોફ્ટ ડ્રિંક્સમાં ખાંડ હોય છે જેના કારણે વજન ઝડપથી વધે છે. એક નિયમિત કોકા-કોલા કેનમાં 8 મોટી ચમચી ખાંડની હોય છે. કોલ્ડ ડ્રિંક્સ તમારી ભૂખને થોડા સમય માટે શાંત કરી દે છે પણ પછી તમે વધારે પ્રમાણમાં ખોરાક લેવાનું શરૂ કરી દો છો.


સુગર વધવાનો ખતરોઃ

સુગર વધવાનો ખતરોઃ

જ્યારે તમે ખાવાનું ખાવ છો તો ખાવામાં કાર્બોહાઈડ્રેટ્સ અને અન્ય પોષક તત્વોનું સેવન કરો છો. પરંતુ જ્યારે તમે તેની સાથે કોલ્ડ ડ્રિંક્સ પીવો છો તો ડ્રિંક્સની સુગર પણ તમારા શરીરમાં જાય છે અને તમારા શરીરમાં સુગરનું પ્રમાણ વધી જાય છે. એટલા માટે ખાવાની સાથે કોલ્ડ ડ્રિંક્સ ન લો.

દાંત ખરાબ થવાની સમસ્યાઃ

સોફ્ટ ડ્રિંક્સ તમારા દાંત માટે ખુબ જ નુકસાનકારક છે. સોડામાં ફોસ્ફોરિક એસિડ અને કાર્બોનિક એસિડ હોય છે જે લાંબા સમયે તમારા દાંતના ઈનેમલને ખરાબ કરી શકે છે. ખાંડની સાથે એસિડ તમારા મોઢામાં બેક્ટેરિયાને પેદા કરે છે જેનાથી કૈવિટી થઈ શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top