સાંપે યુવકને ડંખ માર્યો અને યુવકે સાંપને, સાંપનું મોત

સાંપે યુવકને ડંખ માર્યો અને યુવકે સાંપને, સાંપનું મોત

07/06/2024 National

SidhiKhabar

SidhiKhabar

સાંપે યુવકને ડંખ માર્યો અને યુવકે સાંપને, સાંપનું મોત

બિહારના નવાદામાં અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહી સાંપ દ્વારા ડંખ મારવાથી રોષે ભરાયેલા યુવકે પણ સાંપને બચકું ભરી લીધું. તેનાથી સાંપનું ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયું. ઘટનાસ્થળ પર ઉપસ્થિત લોકોએ ઇમરજન્સીમાં તેને રાજોલી પેટાવિભાગીય હૉસ્પિટલમાં દાખલ કરાવ્યો. તો વ્યક્તિનું કહેવું છે કે મારા ગામમાં એક ટોટકું છે કે જો સાંપ એક વખત ડંખ મારે તો તમે તેને 2 વખત બચકું ભરી લો. રાજોલી પોલીસ સ્ટેશન ક્ષેત્રના જંગલી વિસ્તારોમાં રેલવે લાઇન બિછાવવાનું કામ ચાલી રહ્યું છે. મંગળવારે મોડી રાત્રે બધા મજૂર પોતાના બેસ કેમ્પમાં ઊંઘી રહ્યા હતા. આ દરમિયાન સંતોષ લોહાર નામના મજૂરને ઝેરી સાંપે 2 વખત ડંખ મારી દીધો. ત્યારબાદ રોષે ભરાયેલા મજૂરે એક લોખંડના સળિયાની મદદથી સાંપને પકડ્યો અને 2 વખત એ સાંપને બચકું ભરી લીધું, જેથી સાંપનું મોત થઈ ગયું.


સાંપ એક વખત ડંખ મારે તો તેને 2 વખત ભરો:

સાંપ એક વખત ડંખ મારે તો તેને 2 વખત ભરો:

જેવી જ આ ઘટનાની જાણકારી રેલવેના અધિકારીઓને મળી, તો તાત્કાલિક એ યુવકને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાવ્યો. યુવકની ઓળખ ઝારખંડના લાતેહાર જિલ્લાના પાણ્ડુકાના રહેવાસી સંતોષ લોહારના રૂપમાં કરવામાં આવી છે. સાંપને બચકું ભર્યા બાદ સંતોષ લોહારે જણાવ્યું કે, મારા ગામમાં એક ટોટકું છે કે જો સાંપ એક વખત ડંખ મારે તો તમે તેને 2 વખત બચકું ભરી લો. તેનાથી સાંપનું ઝેર લાગતું નથી.


ડૉક્ટર સતીશે કહી આ વાત:

ડૉક્ટર સતીશે કહી આ વાત:

આ મામલે સારવાર કરી રહેલા ડૉક્ટર સતીશ ચંદ્રએ જણાવ્યું હતું કે સંતોષ લોહાર નામના વ્યક્તિને સાંપે ડંખ માર્યો હતો. તેની સારવાર કરવામાં આવી છે. યુવક જોખમથી બહાર છે. તો ગ્રામજનોનું કહેવું હતું કે સાંપ ઝેરી નહીં હોય, જો સાંપ ઝેરી હોત તો યુવકનું મોત પણ થઈ શકતું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top