આ દિગ્ગજ એક્ટરે વાયનાડ પીડિતો માટે લંબાવ્યો મદદનો હાથ, દાન કર્યા 1 કરોડ

આ દિગ્ગજ એક્ટરે વાયનાડ પીડિતો માટે લંબાવ્યો મદદનો હાથ, દાન કર્યા 1 કરોડ

08/05/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

આ દિગ્ગજ એક્ટરે વાયનાડ પીડિતો માટે લંબાવ્યો મદદનો હાથ, દાન કર્યા 1 કરોડ

કેરળના વાયનાડમાં ભૂસ્ખલનમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટનામાં ઘણા લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે ઘણા ઇજાગ્રસ્ત થઇ ગયા છે.  તો કેટલાક બેઘર બન્યા. કેરળના વાયનાડમાં 29-30 જુલાઈની રાત્રે 2 વાગ્યાથી સવારે 4 વાગ્યાની વચ્ચે ભૂસ્ખલનની 4 ઘટનાઓ બની હતી. આ દુર્ઘટનાને કારણે ખૂબ હાહાકાર મચી ગયો છે. આવી સ્થિતિમાં, સાઉથ ફિલ્મ જગતના સ્ટાર્સ વાયનાડ પીડિતોની મદદ માટે કેરળ સરકારની મદદ કરી રહ્યા છે. દિગ્ગજ કલાકારો મોહનલાલ, અલ્લૂ અર્જૂન, સૂર્યા-જ્યોતિકા, મમૂટી-દુલકર સલમાન અને રશ્મિકા મંદાના બાદ હવે સાઉથના દિગ્ગજ કલાકાર ચિરંજીવી અને રામ ચરણે કેરળના વાયનાડના પીડિતોને મદદ કરવા આગળ આવ્યા છે.


ચિરંજીવી-રામ ચરણે કરી વાયનાડ પીડિતોની મદદ

ચિરંજીવી-રામ ચરણે કરી વાયનાડ પીડિતોની મદદ

વાયનાડમાં ભૂસ્ખલનથી સર્જાયેલા વિનાશ વચ્ચે, સાઉથના ઘણા સ્ટાર્સે મુખ્યમંત્રી રાહત કોષમાં લાખો રૂપિયાનું દાન આપ્યું છે. હવે આ યાદીમાં અભિનેતા ચિરંજીવી અને રામ ચરણનું નામ પણ સામેલ થઈ ગયું છે. પિતા અને પુત્રએ વાયનાડ પીડિતો માટે કેરળના મુખ્યમંત્રી રાહત કોષમાં 1 કરોડ રૂપિયાનું દાન કર્યું. તેમણે આ વાતની જાણકારી પોતાના સોશિયલ મીડિયા શેર કરતા વખતે, વિનાશક ઘટનાથી પ્રભાવિત લોકો માટે પોતાની પ્રાર્થના પણ કરી. આ અગાઉ અલ્લૂ અર્જૂને પણ વાયનાડ પીડિતો માટે કેરળ મુખ્યમંત્રી રીલિફ ફંડમાં રકમ દાન કરી છે.


સાઉથ સ્ટાર્સ વાયનાડ પીડિતો માટે બન્યા સહારો

સાઉથ સ્ટાર્સ વાયનાડ પીડિતો માટે બન્યા સહારો

મલયાલમ અભિનેતા મમૂટી અને તેમના પુત્ર દુલકર સલમાને રાહત ફંડમાં 35 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. વિક્રમે 20 લાખ રૂપિયા, ફહાદ ફાસિલ અને નજરિયા નાઝિમે 25 લાખ રૂપિયા, કાર્તિ સાથે મળીને સૂર્યા અને જ્યોતિકાએ 50 લાખ અને રશ્મિકા મંદાનાએ 10 લાખ રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાં દાનમાં આપ્યા હતા. તમને જણાવી દઈએ કે કેરળના વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલનથી ઘણા ગામો તબાહ થઈ ગયા છે, જેના કારણે લોકોને ઘર છોડવાની ફરજ પડી છે. ભારતીય સેના અને ભારતીય વાયુસેનાના સહયોગથી બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top