પરીક્ષણ દરમિયાન લોન્ચ પેડ પર SpaceXના નવા સ્ટારશિપ રૉકેટ બૂસ્ટરમાં જોરદાર વિસ્ફોટ, એલોન મસ્કે શેર કર્યો વીડિયો
SpaceXના નવા સ્ટારશિપ રૉકેટ બૂસ્ટરમાં લોન્ચ દરમિયાન જોરદાર વિસ્ફોટ થયો. SpaceXએ ગુરુવારે તેના નવીનતમ પરીક્ષણ ઉડાણમાં સ્ટારશિપ રૉકેટ લૉન્ચ કર્યું હતું, પરંતુ લૉન્ચ પેડ પરથી ટેકઓફ કર્યા બાદ તરત જ અવકાશયાન નાશ પામ્યું. એલોન મસ્કે આ વિસ્ફોટનો વીડિયો શેર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું કે, સફળતા અનિશ્ચિત છે, પરંતુ મનોરંજનની ગેરંટી છે!
Success is uncertain, but entertainment is guaranteed! ✨ pic.twitter.com/nn3PiP8XwG — Elon Musk (@elonmusk) January 16, 2025
Success is uncertain, but entertainment is guaranteed! ✨ pic.twitter.com/nn3PiP8XwG
એલોન મસ્કની કંપનીએ જણાવ્યું હતું કે અવકાશયાનના 6 એન્જિન એક બાદ એક બંધ થઈ ગયા હતા અને ઉડાણ ભર્યાના માત્ર 8 1/2 મિનિટમાં જ સંપર્ક તૂટી ગયો હતો. આ અવકાશયાને ગત પરીક્ષણો સમાન દુનિયાભરના નજીકના લૂપ પર ટેક્સાસથી મેક્સિકોની ખાડી પર ઉડાણ ભરવાનું હતું,. SpaceXએ તેના લોન્ચ માટે 10 ડમી ઉપગ્રહોના પેક સાથે અભ્યાસ કર્યો હતો. આ છતા આ ઉડાણ સફળ રહી નહોતી. SpaceXના આ નવા અને અદ્યતન અવકાશયાનની આ પહેલી ઉડાણ હતી. આ સ્ટારશિપ રૉકેટનું 7મું પરીક્ષણ હતું, જે સંપૂર્ણપણે સફળ ન થયું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp