Multibagger Share: 14 રૂપિયાવાળા શેરમાં તોફાની તેજી, એક ગૂડ ન્યૂઝ અને 19 ટકા ઉછળ્યા સ્ટોક
PC Jeweller Share: શુક્રવારે જ્વેલરી કંપની PC Jewellerના શેરમાં જોરદાર તેજી જોવા મળી. ટ્રેડિંગના અંતે પીસી જ્વેલર (PC Jeweller)ના શેર 19.04 ટકા વધીને 16.69 રૂપિયા પર બંધ થયા. છેલ્લા 5 દિવસમાં શેર લગભગ 35 ટકા વધ્યા છે. જ્યારે એક મહિનામાં શેર લગભગ 41 ટકા વધી ચૂક્યા છે. PC Jeweller Ltdએ નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ક્વાર્ટર (એપ્રિલ-જૂન)માં શાનદાર પ્રદર્શન નોંધાવ્યું છે.
કંપનીએ ગુરુવારે એક નિયમનકારી ફાઇલિંગમાં જાહેરાત કરી હતી કે તેણે આ ક્વાર્ટરમાં 80 ટકાની આવક હાંસલ કરી છે, જે પાછલા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરની તુલનામાં ખૂબ જ શાનદાર છે. આ વૃદ્ધિ સોનાના ભાવમાં અસ્થિરતા હોવા છતા હાંસલ કરવામાં આવી, જે મુખ્યત્વે લગ્ન અને તહેવારોની સીઝન દરમિયાન ઉપભોક્તાઓની મજબૂત માગને કારણે સંભાવ થઈ.
PC Jeweller કંપનીએ પોતાની નાણાકીય સ્થિતિને મજબૂત કરવા માટે મહત્ત્વપૂર્ણ પગલાં ઉઠાવ્યા છે. કંપનીએ નાણાકીય વર્ષ 2025માં પોતઆના બેન્કો પ્રત્યે બાકી દેવાને 50 ટકાથી વધુ ઘટાડ્યું અને આ ક્વાર્ટરમાં તેમાં વધારાનો 7.5 ટકા સુધી ઘટાડો કર્યો. કંપનીએ જણાવ્યું હતું કે તેનું લક્ષ્ય ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં સંપૂર્ણપણે દેવા મુક્ત થવાનું છે, જે રોકાણકારોમાં વિશ્વાસને વધુ મજબૂત બનાવી રહ્યું છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર બલરામ ગર્ગે જણાવ્યું હતું કે કંપની માર્ચ 2026 સુધીમાં વધુ સારા વેચાણ અને ભંડોળ એકત્ર કરીને દેવા મુક્ત થઈ જશે.
કંપનીના દેશભરમાં 52 શોરૂમ છે, જેમાંથી 49 કંપનીની માલિકીના છે. તેણે બિન-નફાકારક શૉરૂમ બંધ કરીને અને કાર્યકારી કાર્યક્ષમતા વધારીને પોતાની રણનીતિને મજબૂત કરી છે. PC Jewellerએ નાણાકીય વર્ષ 2024માં 629 કરોડરૂપિયાનું નુકસાન દર્શાવ્યું હતું, પરંતુ નાણાકીય વર્ષ 2025માં કંપનીએ 577.70 કરોડ રૂપિયાનોનો નફો મેળવી ચૂકી છે. કંપનીની કુલ આવક 669 કરોડ રૂપિયાથી વધીને 2,371 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
જોકે સોનાના ભાવ અને સ્પર્ધામાં અસ્થિરતા ઝવેરાત ઉદ્યોગમાં પડકારો ઉભા કરી શકે છે, સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યુટીમાં સરકારે 6 ટકાનો ઘટાડો કરવાથી ખર્ચમાં ઘટાડો થવાની અને માગમાં વધારો થવાની અપેક્ષા છે. PC Jewellerની આક્રમક વિસ્તરણ રણનીતિ અને બ્રાન્ડેડ જ્વેલરીની વધતી માગ તેને બજારમાં મજબૂત સ્થિતિ પ્રદાન કરી શકે છે. કંપનીની ભવિષ્યની યોજનાઓ અને સતત સુધારો રોકાણકારો માટે સકારાત્મક સંકેતો છે.
PC Jewellerએ લાંબા ગાળે રોકાણકારોને મલ્ટિબેગર વળતર આપ્યું છે. આ શેરે એક વર્ષમાં 190 ટકાથી વધુ વળતર આપ્યું છે. 5 વર્ષમાં, આ શેરે 817 ટકાનું મલ્ટિબેગર વળતર આપ્યું છે. આ શેરનો 52 વીક હાઇ 19.30 રૂપિયા અને 52 વીક લો 5.09 રૂપિયા છે. કંપનીનું માર્કેટ-કેપ પણ 10.98 હજાર કરોડ રૂપિયા છે.
(નોંધ: શેરબજારમાં રોકાણ કરતા પહેલા, નાણાકીય સલાહકારની મદદ જરૂર લો)
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp