સ્વીડનમાં આરોગ્ય પર ફોકસ, બે વર્ષથી નીચેના બાળકો માટે મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ
સ્વીડનમાં બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને 'સ્ક્રીન' વાપરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સરકારે એડવાઈઝરીમાં સ્પષ્ટતા કરી છે કે બાળકોને ટીવી અને મોબાઈલ ફોન સહિત કોઈપણ 'સ્ક્રીન'નો ઉપયોગ કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં. એડવાઈઝરી અનુસાર, ટીનેજર્સને પણ દિવસમાં માત્ર 3 કલાક માટે 'સ્ક્રીન'નો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવશે. 2 થી 5 વર્ષના બાળકો દિવસમાં એક કલાક માટે 'સ્ક્રીન'નો ઉપયોગ કરી શકે છે, 6-12 વર્ષના બાળકો બે કલાક અને કિશોરો દિવસમાં માત્ર 3 કલાક માટે સ્ક્રીનનો ઉપયોગ કરી શકે છે.
બે વર્ષની ઉંમરથી કિશોર વય સુધી સ્ક્રીનના ઉપયોગના કલાકોને મર્યાદિત કરીને સ્વાસ્થ્ય માટે જોખમી વલણને તોડવા માટે કડક માર્ગદર્શિકા જારી કરી છે . તેણે 3 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સ્ક્રીનની સામે સમય ન પસાર કરવાની સલાહ આપી. એપ્રિલમાં પ્રકાશિત થયેલા અહેવાલ બાદ આ ભલામણ કરવામાં આવી છે. આ રિપોર્ટ માટે સંશોધન ટીમની નિમણૂક ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન દ્વારા કરવામાં આવી હતી.
અને અમેરિકાએ પણ બાળકોમાં મોબાઈલના ઉપયોગને લઈને માર્ગદર્શિકા જાહેર કરી છે. આ મુજબ શિશુઓ અને બાળકો પરિવાર અને મિત્રો સાથે જ વિડિયો કોલમાં ભાગ લઈ શકશે. જ્યારે કેનેડા, ઓસ્ટ્રેલિયા અને સ્વીડન આવો ભેદ પાડતા નથી. તેમણે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. આ સૂચનાઓ બાળકો પર સ્ક્રીનના વધુ પડતા ઉપયોગની પ્રતિકૂળ અસરોને લગતા તાજેતરના સંશોધનને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp