ટેરો કાર્ડ શું કહે છે એ સાંભળો, આજનો દિવસ કેવો જશે એ જાણો
02/04/2021
Religion & Spirituality
ટેરો ટેલ્સ
પ્રીતિ જીગ્નેશ જોશી
ટેરો કાર્ડ એક્સપર્ટ
સુપ્રભાત. આજે 04 ફેબ્રુઆરી, ગુરુવારનું ટેરો રીડીંગ નીચે મુજબ છે.
મેષ રાશિ - Aries
PAGE OF PENTACLES
આજે તમે ખૂબ જ પ્રોત્સાહિત હશો, તમારી આસપાસના લોકો પણ તમને જોઈને પ્રોત્સાહિત થશે, તમને પોતાને તમારી જવાબદારીઓ પૂરી કરવા પર અભિમાન થશે આજ મહેનત વાળું કાર્ય કરશો, તમારાથી નાની ઉંમરના લોકો તમારી સલાહ લેવા માટે તમારી આસપાસ ફરશે.
કરિયર : સ્ટુડન્ટને સ્કોલરશિપ મળી શકે તેવા યોગ છે
રિલેશન : સારા રહેશે
હેલ્થ : માથા પર વજન લાગતો જણાય
શુભ રંગ : યલો
શુભ અંક : 1
વૃષભ રાશિ - Taurus
THE STAR
કોઈ અંધકારમાંથી બહાર આવતા તમે અનુભવશો, આજે તમારો આઉટ લુક તમે ચેન્જ કરશો, પ્રારબ્ધ સાથ આપશે, પરંતુ તેના માટે તમારે કાર્ય કરવું પડશે, તમારી નામના થશે, પોતાને ખૂબ જ શાંત અનુભવશો.
કરિયર : આજે કોઈ નવી રીતથી કાર્ય શરૂ કરશો જેમાં સફળ થશો
રિલેશન: એકબીજાને પૂરો સાથ અને સમય આપતા જણાય, ફરી રિલેશનમાં સ્પાર્ક આવ્યો હોય હોય તેવૂ અનુભવશો
હેલ્થ : હેલ્થ માં સુધારો આવશે
શુભ રંગ : રેડ
શુભ અંક : 8
મિથુન રાશિ – Gemini
ACE OF WANDS
આજનો દિવસ સફળ જશે, અટકેલા કાર્ય ઉકેલાશે, વિચારેલું કાર્ય કરી શકશો, પોતાના રીતે રિવાજોને અનુસાર કોઈ કાર્ય કરશો, કાર્યમાં સારો નવો વળાંક આવશે
કરિયર : પોતાના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે
રિલેશન : આજે દિવસ થોડો સંઘર્ષ વાળો રહેશે, બની શકે કે હૃદય ભરાઈ આવે,
હેલ્થ : સારી રહેશે પરંતુ વોકિંગ સ્ટાર્ટ કરવું
શુભ રંગ : મરૂન
શુભ અંક : 4
કર્ક રાશિ – Cancer
SEVEN OF WANDS
તમે સાહસ થી ભરેલા જણાવો, બની શકે છે કે કોઈ સાથે ઘર્ષણ થઇ શકે છે, કોઈ લીગલ એક્શન લેવા માંગતા હો અને કન્ફ્યુઝ હો તો આ કાર્ડ સૂચવી જાય છે તે જો તમે લડશો તો જીતી શકશો. તમે કોઈ ખરાબ સમયમાં હોય એવું અનુભવશો,
કરિયર : સ્પર્ધાત્મક વાતાવરણ રહેશે
રિલેશન : છેતરાયા હો અથવા છેતરાતા હો તેવી ભાવના આવે, ડિવોર્સ માટેનું કાર્ય ચાલુ હશે તો જીત તમારી થશે.
હેલ્થ : ખભા ની આજુબાજુ દુખાવાની ફરિયાદ રહે
શુભ રંગ : બ્રાઉન
શુભ અંક : 7
સિંહ રાશી - Leo
NINE OF CUPS
આજનો દિવસ ખૂબ જ પોઝિટિવ છે માન-પ્રતિષ્ઠા હોદો મળે તેવી સંભાવના છે, જો કોઈ કાર્ય કાલ પર થયેલું હોય તો આજનો દિવસ ખૂબ જ સારો છે આજે એ કાર્ય કરી શકો છો, તમારી કોઈ યોજના પૂર્ણ થતી જણાય અને તેની ખુશી થાય
કરિયર : તમારા કાર્યની પ્રશંસા થશે એક અલગ ઓળખ મળી શકે છે
રિલેશન : સારા રહેશે પરંતુ અમુક લોકો માટે ગુસ્સાને લીધે ઝઘડા થઈ શકે છે
હેલ્થ : હલકો ખોરાક લેવો
શુભ રંગ : રેડ
શુભ અંક : 1
કન્યા રાશિ - Virgo
TEN OF CUPS
કોઈ કુટુંબીક પ્રસંગમાં ભાગ લેશો, દરેક જગ્યા પર થી પ્રેમ અને માન મળશે, લાંબા સમયથી કોઈ કોઈ પૂરી કરવા માટે મહેનત કરી રહ્યા છો તો એ કાર્ય પૂર્ણ થશે, લાઇફમાં સમૃદ્ધિ આવતી જણાય
કરિયર : ટીમવર્ક થશે, કોઈ પેપર વર્ક અધૂરું હશે તો એ પૂર્ણ થશે
રિલેશન : અમુક લોકોની લાઇફમાં નવી એન્ટ્રી થશે જે લાઇફટાઇમ સાથે રહેશે. સારા રહેશે
હેલ્થ : સારી રહેશે
શુભ રંગ : ગ્રીન
શુભ અંક : 1
તુલા રાશિ - Libra
KNIGHT OF SWORDS
આજે તમને કોઇ કાર્ય કરવાની જલ્દી હશે અને તે કાર્ય ઝડપથી પૂરું કરી શકશો, બધું જ સર્વશ્રેષ્ઠ કરવાની ભાવના થશે, ધી સુધી પહોંચવા માટે આજુબાજુની બાધાઓને અવગણતા હશો, અમુક લોકો માટે કોઈ દબાણ ની અનુભૂતિ થાય
કરિયર : કાર્યમાં સફળતા મળશે
રિલેશન : આજે રિલેશનમાં કોઈ ઝડપથી નિર્ણયોના લેવા
હેલ્થ : સારી રહેશે,
શુભ રંગ : વાઈટ
શુભ અંક : ૩
વૃશ્ચિક રાશિ - Scorpio
QUEEN OF PENTACLES
આજનો દિવસ ખૂબ જ શુભ રહેશે સફળતા પ્રાપ્ત થશે, મજાક મસ્તી નું વાતાવરણ ઊભું કરશો, બીજા ની કાળજી લેશો, તમારું કાર્ય ખૂબ જ સહજતાથી કરશો, નાણાકીય પ્રાપ્તિ થશે, બીજા માટે બિનશરતી પ્રેમ અનુભવશો
કરિયર : સફળતાપૂર્વક કાર્ય કરશો સેલેરી માં ઇન્ક્રીમેન્ટ ના સમાચાર મળે
રિલેશન : પાર્ટનર તમારી કેર કરતું જનાય
હેલ્થ : સારી રહેશે
શુભ રંગ : રેડ
શુભ અંક : 3
ધનુ રાશિ - Sagittarius
THREE OF WANDS
આજે કોઈ સારી જગ્યા પર રોકાણ કરશો અને તે ફળ આપનારું રહેશે નવી તક મળશે, નવું કાર્ય શરૂ કરશો, ફ્યુચર પ્લાનિંગ કરશો, કોઈક પરિણામ આવવાની રાહ જોશો.
કરિયર : કોઈક લાંબા સમય ચાલે એવા કાર્યની શરૂઆત કરશો
રિલેશન : તમારો પાર્ટનર પ્રોમિસ થી પાછળ હતું હોય તેવું લાગે, બોલેલી વાતો અને એક્શનમાં ફર્ક લાગે, કોમ્યુનિકેશન કરવું જરૂરી છે
હેલ્થ : વિચાર વાયુ ને લીધે ગેસ અપચો જેવું લાગે
શુભ રંગ : ઓરેન્જ
શુભ અંક : ૩
મકર રાશિ - Capricorn
TEMPERANCE
તમારી લાઇફમાં તમે બેલેન્સ કરી શકશો, તમને અટકાવતી વસ્તુ વિશે તમને ખ્યાલ આવી જશે, મહત્વના નિર્ણયો કાળજીપૂર્વક લેવા જો કોન્ફિડન્સ હોય અને ડિસિઝન લેશો તો રિઝલ્ટ સારું આવશે, તમારા પર તમારો સંયમ હશે, દિવસ હકારાત્મક રહેશે
કરિયર : કાર્યમાં તમારો આત્મવિશ્વાસ વધશે
રિલેશન : સુધારો આવશે, તમને જોઈતું પાત્ર તમારી પાસે છે એવી ભાવના થશે
હેલ્થ : આલ્કોહોલથી દૂર રહેવું
શુભ રંગ : વાઈટ
શુભ અંક : 5
કુંભ રાશિ - Aquarius
THE MAGICIAN
તમારા વાર્તા લાપ થી બીજાને પ્રભાવિત કરી શકશો, આજે તમારો આત્મવિશ્વાસ આગળ હશે, રાજકીય કાર્યોમાં સફળતા મળશે, અમુક લોકો માટે પોતાની ખરાબ ઇમ્પ્રેશન ને લીધે અપમાનનો સામનો કરવો પડે, જો તમે કોન્ફિડસ હસો તો આ વસ્તુને અવગણી શકાશે
કરિયર : મશીનરી વર્ક માં સફળતા મળશે
રિલેશન : કટાક્ષ ભરી વાત ન કરવી, શબ્દો સમજી વિચારી અને વાપરવા,જૂઠું બોલવાનો પ્રયાસ કરશો તો પકડાઈ જવાની શક્યતા છે
હેલ્થ : ફળો વધારે ખાવા
શુભ રંગ : રેડ
શુભ અંક : 1
મીન રાશિ - Pisces
TWO OF CUPS
આજનો દિવસ સારો રહેશે, ભાગીદારી માં ફાયદો થશે, નવી જગ્યા ખરીદી શકશો, મન શાંત રહેશે અને સાહસિક રહેશે
કરિયર : પાર્ટનરશીપમાં સફળતા મળશે
રિલેશન : અમુક લોકો માટે નવા રિલેશન બંધાશે, લાંબા સમયથી સંબંધો સુધારવાની કોશિશ કર્યા રહ્યા હો તો સંબંધોમાં સુધારો આવશે
હેલ્થ : સુધારો આવશે
શુભ રંગ : ગ્રીન
શુભ અંક : 2
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp