ટેરો કાર્ડ શું કહે છે એ સાંભળો, આજનો દિવસ કેવો જશે એ જાણો

ટેરો કાર્ડ શું કહે છે એ સાંભળો, આજનો દિવસ કેવો જશે એ જાણો

10/07/2020 Religion & Spirituality

પ્રીતિ જીગ્નેશ જોશી
ટેરો ટેલ્સ
પ્રીતિ જીગ્નેશ જોશી
ટેરો કાર્ડ એક્સપર્ટ

ટેરો કાર્ડ શું કહે છે એ સાંભળો, આજનો દિવસ કેવો જશે એ જાણો

સુપ્રભાત. આજે 07 ઓક્ટોબર, બુધવારનું ટેરો રીડીંગ નીચે મુજબ છે.


મેષ રાશિ - Aries

મેષ રાશિ - Aries

TWO OF PENTACLES

આજના દિવસે બેંક ટ્રાન્સફર કરશો, આજનો દિવસ થોડો ચેલેન્જીસ લાગશે પરંતુ તમારા એ ચેલેન્જ તરફના પ્રતિભાવ પ્રમાણે રિઝલ્ટ મળશે,  નાણાકીય કોઈ રમત તમે રમી રહ્યા છો તો સંભાળીને રમવું, આજે મલ્ટિટાસ્કિંગ કાર્ય કરશો.

કરિયર : ઇકોનોમીને લખતા કાર્ય કરનારા માટે આજનો દિવસ સારો રહેશે

રિલેશન : પાર્ટનર સાથે ઈમોશનલ બેલેન્સ જળવાયેલું રહેશે.

હેલ્થ : ડાયટ પર ખાસ ધ્યાન આપવું

શુભ રંગ : ગ્રીન

શુભ અંક : 2


વૃષભ રાશિ - Taurus

વૃષભ રાશિ - Taurus

SEVEN OF CUPS

આજના દિવસ માટે થોડા કન્ફ્યુઝ રહેશો, તમારા ઘણા બધા સપના અને મહત્વકાંક્ષાઓ અધૂરી રહેતી જણાય, આજે તમારી પાસે ઘણી બધી ચોઈસ અથવા ઓપ્શનસ હશે તો સંભાળીને સિલેક્ટ કરવું,

રિલેશન : સારા રહેશે, સિંગલ લોકો માટે મેરેજ પ્રપોઝલ આવી શકે છે

હેલ્થ : ઊંઘ ન આવવાની ફરિયાદ રહે, પાણી વધારે પીવું

શુભ રંગ : બ્લેક

શુભ અંક : 8


મિથુન રાશિ – Gemini

મિથુન રાશિ – Gemini

THREE OF CUPS

આજના દિવસે જૂના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે, કોઈ નવા સમાચાર આવી શકે છે, તમે કરેલા કાર્ય નું રીઝલ્ટ તમારી ફેવરમાં આવતું જણાય, જ્યારે અમુક લોકો માટે આ કાર્ડ તેમનું વિપરીત હોય.

કરિયર : આજના કાર્યમાં સફળતા મળશે

રિલેશન : હાર્મની જળવાઈ રહેશે

હેલ્થ : ઓવર ઇટીંગ અને સ્મોકિંગ પર કંટ્રોલ રાખવો

શુભ રંગ : રેડ

શુભ અંક : 6


કર્ક રાશિ - Cancer

કર્ક રાશિ - Cancer

ACE OF WANDS

આજે તમે કોઈ નવું કાર્ય શરૂ કરશો અથવા ઇન્વેન્શન કરશો, આજે તમે ખૂબ મહત્વાકાંક્ષી અને ઉત્સાહ અનુભવશો ફ્યુચર માટેનું કોઈ ફાઉન્ડેશન કરશો, જ્યારે અમુક લોકોના ઘરમાં નવું ફેમીલી મેમ્બર આવવાના સમાચાર મળે

કરિયર : ઇનોવેટિવ રહે

રિલેશન : ફીમેલ પાર્ટનરનો સ્વભાવ થોડો ગરમ રહે

હેલ્થ : સારી રહે

શુભ રંગ : ઓકર યલો

શુભ અંક : 3


સિંહ રાશી - Leo

સિંહ રાશી - Leo

THE TOWER

આજના દિવસે કોઈ અણધાર્યા સમાચાર મળે, લાઇફમાં ડ્રામેટિક બદલાવ જણાય, સંઘર્ષ ભર્યું વાતાવરણ લાગે, જ્યારે અમુક લોકો માટે કોઈ વસ્તુનો અંત થાય અને નવી શરૂઆત થાય, આજનું કાર્ડ પોતાને પોઝિટિવ રાખવા માટે સૂચવી જાય છે

કરિયર : શેર માર્કેટમાં જાળવીને આગળ વધવું નુકસાન થઈ શકે છે,

રિલેશન : અમુક લોકોના રિલેશનનો અહીં અંત જણાય છે, જ્યારે અમુક લોકોમાં નવા રિલેશન બંધાઈ શકે છે

હેલ્થ : માથાના દુખાવાની તકલીફ રહે

શુભ રંગ : ગ્રીન

શુભ અંક : 7


કન્યા રાશિ - Virgo

કન્યા રાશિ - Virgo

THE HIEROPHANT

આજે તમને તમારા સમાજ તરફથી મદદ મળશે, કોઈ વડીલ અથવા તમારા ગુરુ તરફથી માર્ગ મળશે, કોઈ સોશ્યલ એક્ટિવિટીમાં ભાગ લેશો.

કરિયર : તમારી નીચે કામ કરનારા લોકોને મદદ કરશો

રિલેશન : સમજણ શક્તિ સારી રહેશે

હેલ્થ : સારી રહે

શુભ રંગ : વાઈટ

શુભ અંક : 5


તુલા રાશિ - Libra

તુલા રાશિ - Libra

TEN OF CUPS

આજનો દિવસ તમારા માટે આનંદમય રહે, તમારી ફેમિલીને લઇને જૂના સપના પૂરા થતા લાગે, લાઈફ સિક્યુરિટીને લગતું કોઈ કાર્ય કરો. ભૂતકાળમાં કોઈ સાથે સંબંધો બગડેલા છે તો એ સંબંધમાં સુધારો આવતો જણાય. કોઈ કાર્ય સફળ થાય.

કરિયર :  આજે કાર્યો તમારી તરફેણમાં થશે

રિલેશન : પાર્ટનર સાથે સંબંધો ગાઢ બનશે, પાર્ટનર સાથેના અણબનાવ હોય તો સુધરો આવે.

હેલ્થ : સારી રહે

શુભ રંગ : રેડ

શુભ અંક : 1


વૃશ્ચિક રાશિ - Scorpio

વૃશ્ચિક રાશિ - Scorpio

WHEEL OF FORTUNE

આજનો દિવસ ખૂબ જ પોઝિટિવ રહેશે આજે તમારુ નસીબ તમારી સાથે છે, અણધાર્યા સારા સમાચાર આવે, લાઈટ બદલાતી લાગે નસીબ નું પત્તુ ખૂલતુ જણાય.

કરિયર : પ્રમોશન આવી શકે છે, સમૃદ્ધિ તમારી સાથે જણાય

રિલેશન : સારા રહેશે

હેલ્થ : જો કોઈ લાંબા સમયથી બીમાર હશે તો તેની હેલ્થમાં સુધારો જણાય,

શુભ રંગ : ઓરેન્જ

શુભ અંક : 4


ધનુ રાશિ - Sagittarius

ધનુ રાશિ - Sagittarius

KING OF PENTACLES

આજના દિવસે સફળતાની પ્રાપ્તિ થશે, એક સ્ટેટસ પ્રાપ્ત કરી શકશો, ગુસ્સા પર કંટ્રોલ હશે પરંતુ જો કોઈ વધારે છેડશે તો તમે વધારે જડ બની જશો, અમુક લોકો માટે બદલાવને સ્વીકારવો મુશ્કેલ હશે

કરિયર : સફળતા પ્રાપ્ત થશે, હેડની પોઝીશન પ્રાપ્ત કરી શકશો

રિલેશન  : ગુસ્સા પર કંટ્રોલ રાખવો

હેલ્થ : સારી રહે

શુભ રંગ : મરૂન

શુભ અંક : 1


મકર રાશિ - Capricorn

મકર રાશિ - Capricorn

THREE OF PENTACLES

આજે ટીમવકૅ કરશો, હાર્ડ વર્ક નું રિઝલ્ટ મળતું જણાય, કૌશલ્યભર્યું કાર્ય કરી શકશો. તમારા કાર્યની પ્રશંસા થશે,જો કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યા છો તો આજનો દિવસ તમારા માટે સારો છે,

કરિયર : નવો બિઝનેસ શરૂ કરી શકો છો

રિલેશન : પાર્ટનર ને તમારી કદર થાય

હેલ્થ : સારી રહે

શુભ રંગ : બ્રાઉન

શુભ અંક : 6


કુંભ રાશિ - Aquarius

કુંભ રાશિ - Aquarius

QUEEN OF SWORDS

જુના અનુભવમાંથી ઘણું શીખ્યા હોય તેવો અનુભવ થાય, પોતાની બુદ્ધિ અને ચાતુર્યથી કાર્ય સંપૂર્ણ કરી શકો, ઘણા ઊંડા દુઃખમાંથી બહાર આવતા જણાવ.

કરિયર : સમજણ શક્તિથી કાર્ય કરી શકશો

રિલેશન : પોતાના વ્યવહાર પર ધ્યાન રાખવું,

હેલ્થ : હાર્ટને લગતી તકલીફ રહે

શુભ રંગ : પિંક

શુભ અંક : 2


મીન રાશિ - Pisces

મીન રાશિ - Pisces

THE DEVIL

આજના દિવસે નેગેટિવિટી નો સામનો કરશો, કોઈકે બોલેલું જુઠાણું તમને દુઃખ આપી શકે છે, ગુસ્સો આવે અથવા ગુસ્સાનો સામનો કરવો પડે, પોતાના વિચારોને કાબૂમાં રાખીને ચાલવું અને પોઝિટિવ રહેવું.

કરિયર : આસપાસનું વાતાવરણ નેગેટીવ લાગે

રિલેશન : મન શાંત રાખવું

હેલ્થ : મધ્યમ રહે

શુભ રંગ : ભૂરો

શુભ અંક : 2


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top