ટેરો કાર્ડ શું કહે છે એ સાંભળો, આજનો દિવસ કેવો જશે એ જાણો

ટેરો કાર્ડ શું કહે છે એ સાંભળો, આજનો દિવસ કેવો જશે એ જાણો

01/23/2021 Religion & Spirituality

પ્રીતિ જીગ્નેશ જોશી
ટેરો ટેલ્સ
પ્રીતિ જીગ્નેશ જોશી
ટેરો કાર્ડ એક્સપર્ટ

ટેરો કાર્ડ શું કહે છે એ સાંભળો, આજનો દિવસ કેવો જશે એ જાણો

સુપ્રભાત. આજે 23 જાન્યુઆરી, શનિવારનું ટેરો રીડીંગ નીચે મુજબ છે.

મેષ રાશિ - Aries

THREE OF PENTACLES

આજનો દિવસ પોઝિટિવ રહેશે, કોઈ તરફથી મદદ મળશે, તમારા કાર્યની પ્રશંસા થશે, તમારા વર્તણૂકને લાંબા સમયથી કોઈ નોંધ કરી રહ્યું હશે જેને લીધે લોકોમાં તમારું માન-સન્માન વધશે, કોઈ સગા સંબંધીઓ સાથે મુલાકાત થશે, કોઈ જગ્યાએથી લાભ પ્રાપ્ત થશે

કરિયર : આ કાર્ડ દર્શાવે છે કે પોતાની સ્કિલને લીધે લાભ પ્રાપ્તિ થશે

રિલેશન : એક બીજાના ગુણ અને અવગુણ ને સ્વીકારીને આગળ ચાલશો જેને લીધે તમારી બંને વચ્ચે એક યુનિક હાર્મની સર્જાશે

હેલ્થ : પગમાં અથવા સાંધામાં દુખાવાની ફરિયાદ રહે

શુભ રંગ : ક્રીમ

શુભ અંક : 3

વૃષભ રાશિ - Taurus

SIX OF SWORDS

કોઈ જગ્યા પર ટ્રાવેલિંગ કરશો, ઘર અથવા વર્કપ્લેસ પર સ્થળ બદલી થાય તેવી શક્યતા છે, કોઈ નવું કાર્ય કરશો, ફેમિલીને લઇને બહાર જવાનું થાય તેવું બની શકે છે, કોઈક વસ્તુ કે પરિસ્થિતિ ને ન ઇચ્છવા છતાં છોડવી પડે, હાર્ડ વર્ક પછી સફળતા પ્રાપ્ત થશે,

કરિયર : કોઈ નવી જગ્યા પર તમારું જોબ નું શિફ્ટિંગ થાય,અથવા તમારા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે તમે ચેન્જ કરો તેવું બની શકે છે

રિલેશન : જો તમે રિલેશનમાં છો તો તમારા રિલેશનને રીન્યુ કરવાની જરૂર છે

હેલ્થ : રૂટિનમાં ચેન્જ આવવાથી તમારી તબિયત સુધરતી જણાશે,

શુભ રંગ : પિસ્તા

શુભ અંક : 6

મિથુન રાશિ – Gemini

THREE OF PENTACLES

આજનું કાર્ડ બતાવી રહ્યું છે કે લોકો તરફથી તમને માન-સન્માન મળશે તમે કરેલા કાર્યનું ફળ મળતું જણાશે, કોઈ તમને મદદ કરી શકે છે, તમારા સ્વભાવ વિશે વખાણ સાંભળવા મળી શકે એમ છે, આજનો દિવસ આનંદમાં જશે

કરિયર : વર્કપ્લેસ પર અથવા તમારા કાર્યમાં તમારા કાર્યની નોંધ લેવાશે, અને તેનો રિવોડૅ પણ મળી શકે છે

રિલેશન : પાર્ટનરને તમારી કદર થતી જણાય

હેલ્થ : સુધરતી જણાશે

શુભ રંગ : રેડ

શુભ અંક : 3

કર્ક રાશિ – Cancer

QUEEN OF SWORDS

આજે તમારી જાતને એનર્જેટિક અનુભવશો, પોતાના અનુભવો દ્વારા તમે આગળ મહત્વના નિર્ણયો લેશો, આજે પ્રેક્ટીકલી વિચારશો, સત્ય જાણવા માટે તમે હંમેશા આતુર રહેશો, તમારી નિર્ણયશક્તિ પ્રામાણિકતા ઉદારતાને લીધે તેમજ કાર્ય કરવાની ક્ષમતાને લીધે લોકો તરફથી સન્માન મળશે

કરિયર : આજે કોઈ સ્ત્રી તરફથી સહકાર મળી શકે છે, કાર્ય પ્રત્યેની તમારી પ્રામાણિકતાને લીધે લોકો તમને માન આપશે

રિલેશન : એકબીજાની પ્રામાણિકતા અંગે ખુશી થશે, સમજણ શક્તિમાં વધારો થશે, સંબંધો સારા રહેશે

હેલ્થ : સારી રહેશે

શુભ રંગ : લાઇટ બ્લુ

શુભ અંક : 1

સિંહ રાશી - Leo

THE MOON

આસપાસના લોકોના વર્તન ને લઈને અપસેટ થવું નહીં, કોઈ વસ્તુ સામે આવતા દુઃખ થાય તેવું બની શકે છે, કોઈની ચાડી ચુગલી થી દૂર રહેવું, પોતાના વિચારો પર કંટ્રોલ રાખવો, કોઈ તમારી લાઇફમાં દખલગીરી કરે તેવું બની શકે છે, અંતર આત્માના અવાજને સાંભળવો.

કરિયર : પોતાનો બિઝનેસ પ્લાન અથવા મોનોપોલી કોઈ જોડે શેર કરવી નહીં,

રિલેશન : ભૂતકાળનો કોઈ વ્યક્તિ તમારી લાઇફમાં ફરી આવે તેવી શક્યતા છે, પરંતુ ફરીથી કોઈ મિસ્ટેક કરવી નહીં

હેલ્થ : મનમાં થોડી અશાંતિ રહે

શુભ રંગ : યલ્લો

શુભ અંક : 3

કન્યા રાશિ - Virgo

WHEEL OF FORTUNE

આજે તમારી લાઇફમાં પોઝિટિવ બદલાવ આવતો દેખાશે, તમારી અંદર રહેલા કોન્ફિડન્સ ને લીધે લાઈફ માં આવેલા ઉતાર-ચઢાવ ને આસાનીથી હેન્ડલ કરી શકશો, આજે તમારે તમારા ગોલ પર ધ્યાન આપવાની જરૂર છે, હકારાત્મક વલણ સમૃદ્ધિ અને ખુશીઓ લાવશે

કરિયર : નાણાકીય પ્રોબ્લેમ્સ નો સામનો કરનારા લોકોના જીવનમાં સુધારો આવતો જણાશે, અમુક લોકોએ પોતાના ખર્ચ પર ધ્યાન આપવાની જરૂર છે

રિલેશન : તમારા પાર્ટનર તરફથી કેર અને લવ મળશે

હેલ્થ : વધુ પડતા સ્ટ્રેસને લીધે બીમાર થઈ શકો છો

શુભ રંગ : ઓરેન્જ

શુભ અંક : 1

તુલા રાશિ - Libra

THE EMPRESS

આસપાસના લોકો સાથે સંબંધો સારા રહેશે, સમૃદ્ધિ પ્રાપ્ત થશે, ઘરમાં કોઈ નવા સમાચાર આવે અથવા ફંકશન થાય તેવી શક્યતા છે, નાણાકીય પ્રાપ્તિ થઇ શકે છે, આજનો દિવસ ક્રિએટીવ વિચારો માં જશે, અગત્યના કાર્ય કરવા માટે આજનો દિવસ સારો રહેશે,

કરિયર : લાંબા સમય પહેલા કરેલા ઇન્વેસ્ટમેન્ટ માં લાભ આજે મળતો જણાશે,

રિલેશન : કપલ માં કોઈ નવા સમાચાર આવી શકે છે, ફીમેલ પાર્ટનર મદદરૂપ રહેશે

હેલ્થ : સુધારો આવતો જણાશે

શુભ રંગ : રેડ

શુભ અંક : 3

વૃશ્ચિક રાશિ - Scorpio

THE MAGICIAN

આજનો તમારો દિવસ પોઝિટિવ રહેશે, આજે પોતાની ઇચ્છા મુજબનું રિઝલ્ટ મળતું જણાશે, આજનો દિવસ તમારા માટે લકી હોવાથી જે ઇચ્છશો તે કાર્ય પૂર્ણ કરી શકશો, આજે તમને દરેક કાર્યમાં આસાનીથી  સફળતા મળશે, આજે દરેક વસ્તુ પર તમારો કંટ્રોલ રહેશે

કરિયર : જો તમે તમારા વર્ક થી અસંતુષ્ટ છો તો તો તે પ્લેસ તમે બદલી શકો છો, આજે જોબ માટે કોઈ ઈન્ટરવ્યૂ આપવાનું હોય તો પૂરા કોન્ફિડન્સથી આપવૂ

રિલેશન : સિંગલ લોકો માટે લાઇફમાં કોઈ નવી વ્યક્તિ આવે તેવી શક્યતા છે,

હેલ્થ : ડાયટ પર ધ્યાન આપવું

શુભ રંગ : રેડ

શુભ અંક : 1

ધનુ રાશિ - Sagittarius

THE HERMIT

તમારા નોલેજ દ્વારા તમે લોકોને મદદ કરશો, તમારી ઓનેસ્ટી અને ઇન્ટેલિજન્સ ને લીધે લોકો તમારી પ્રશંસા કરશે, આ કાર્ડ દર્શાવે છે કે જો આજે કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે તો પોતાની જાતને પોઝિટિવ રાખવી, ધીરજ ગુમાવવી નહીં જેનાથી સોલ્યુશન લાવી શકશો, તમારી લાગણીને કોઈ સમજી શકતું નથી એવી ફીલિંગ્સ  માંથી પસાર થશો.

કરિયર : જો આજે કોઈ જોબની ઑફર મળી હોય તો તેને રિજેક્ટ કરવી નહીં,

રિલેશન : રિલેશન માં રહેનારા લોકો ના મેરેજ ફિક્સ થઈ શકે છે

હેલ્થ : પોતાના બિઝી શિડ્યુલમાંથી પોતાની હેલ્થ માટે થોડો ટાઈમ કાઢવો જરૂરી છે

શુભ રંગ : બ્રાઉન

શુભ અંક : 9

મકર રાશિ - Capricorn

TWO OF CUPS

આજે કોઈ સાથે પાર્ટનરશિપ કરશો, આજે કોઈ સારા સંબંધને લીધે તમને કોઈ મદદ મળી શકે છે, આસપાસના લોકો સાથે સંબંધો સારા રહેશે, મહત્વનું કાર્ય કરવા માટે આજનો દિવસ સારો રહેશે, આજે પોતાને એનર્જેટિક અનુભવશો, દિવસ આનંદ આપનારો રહેશે

કરિયર : તમારા બોસ અથવા કોઈ ઉપરી અધિકારી સાથે ચર્ચામાં પડવું નહીં,

રિલેશન : એકબીજા માટેની કેર અને લાગણી સંબંધોને વધારે મજબૂત બનાવશે

હેલ્થ : સુધરતી જણાશે

શુભ રંગ : ઓરેન્જ

શુભ અંક : 2

કુંભ રાશિ - Aquarius

SEVEN OF WANDS

આજે પોતાની વાતને સાચી માનવવા માટે કોઈ ખોટી ચર્ચા માં પડવું નહીં, જો જમીન અથવા મિલકત ફસાયેલ છે તો તેમાં તમે સફળતા પ્રાપ્ત કરી શકશો, પોતાની સ્કિલ અને મહત્વાકાંક્ષાને બરાબર સમજીને આગળ સ્ટેપ લેવું, હિંમત હારવી નહીં, પોઝિટિવ રહવૂ

કરિયર : આજે પોતાને કોન્ફિડન્ટ અને પાવરફુલ અનુભવશો, આજે કોઈ પણ પ્રકારનો મુશ્કેલ કામ પણ પૂર્ણ કરવા માટે તૈયાર હશો,

રિલેશન : કોઈ ત્રીજી વ્યક્તિ ને લઈને મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું

હેલ્થ : સુધારો આવતો જણાશે

શુભ રંગ : બ્રાઉન

શુભ અંક : 7

મીન રાશિ - Pisces

JUDGEMENT

આજે લાઈફમાં બદલાવ આવતો જણાશે, આજે કોઈ અગત્યનું ડિસિઝન લેશો જે તમને લાભ આપનારુ રહેશે, આજે લોજીક ચલાવીને કાર્ય કરવૂ,વિદેશમાં રહેતા સગા સંબંધીઓ સાથે વાતચીત થાય અથવા તેમના સમાચાર મળશે, આજનો દિવસ શુભ છે

કરિયર : ઓનલાઇન માર્કેટિંગ કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેશે, જ્યારે અન્ય લોકો માટે તેઓ પોતાના કાર્યમાં બદલાવ લાવવાનું વિચારશે

રિલેશન : પોતાના પાર્ટનરમાં અચાનક બદલાવ લાવવાથી થોડા સરપ્રાઇઝ થઈ શકો છો, જો કોઈ પ્રોબ્લેમ થયેલ છે એકબીજા સાથે વાત કરીને જલ્દી ક્લિયર કરી લેવી

હેલ્થ : સુધારો આવતો જણાશે

શુભ રંગ : ક્રીમ

શુભ અંક : 2

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top