Video: ચાલુ ગાડીમાં ડ્રાઈવરને આવ્યો હાર્ટ એટેક, પછી જે થયું એ જાણી તમારું હૃદય ધબકારો ચુકી જશે!

Video: ચાલુ ગાડીમાં ડ્રાઈવરને આવ્યો હાર્ટ એટેક, પછી જે થયું એ જાણી તમારું હૃદય ધબકારો ચુકી જશે! જુઓ વિડીઓ

02/22/2024 National

SidhiKhabar

SidhiKhabar

Video: ચાલુ ગાડીમાં ડ્રાઈવરને આવ્યો હાર્ટ એટેક, પછી જે થયું એ જાણી તમારું હૃદય ધબકારો ચુકી જશે!

રાજસ્થાનના નાગૌરમાં આવેલા ડેગાના ખાતે વિશ્વકર્મા જયંતિના અવસરે જ એક મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ છે. અહીં એક કાર શોભાયાત્રા દરમિયાન લોકો પર ફરી વળી હતી. જેના લીધે ડઝનેક લોકો કાર નીચે કચડાઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર, 2 લોકો તો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. અને અન્ય ઘાયલોને અજમેર હોસ્પિટલ ખાતે પહોંચાડી દેવામાં આવ્યા હતા.


સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

આ દુર્ઘટના બાદ ડેગાના ખાતે આવેલી હોસ્પિટલમાં પણ ભારે ભીડ જોવા મળી હતી. ખરેખર તો  કારચાલકને હાર્ટએટેક આવી ગયો હતો. જેના લીધે તેણે ગાડી પરથી કાબૂ ગુમાવી દીધો હતો. ગાડી એટલી ઝડપે દોડી રહી હતી કે, તે તેને કાબૂ ન કરી શક્યો અને શોભાયાત્રાની ભીડ તેની લપેટમાં આવી ગઈ. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં દેખાય છે કે, કેવી રીતે એક કાર લોકોની ભીડ પર ફરી વળે છે, અને તેમને કચડીને આગળ વધી જાય છે. 



તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top