માત્ર 4 મહિના આ સ્ટોકમાં કરેલા રોકાણે 1900%નું બમ્પર વળતર આપ્યું, 1 લાખના કર્યા 20 લાખ

માત્ર 4 મહિના આ સ્ટોકમાં કરેલા રોકાણે 1900%નું બમ્પર વળતર આપ્યું, 1 લાખના કર્યા 20 લાખ

01/12/2022 Business

SidhiKhabar

SidhiKhabar

માત્ર 4 મહિના આ સ્ટોકમાં કરેલા રોકાણે 1900%નું બમ્પર વળતર આપ્યું, 1 લાખના કર્યા 20 લાખ

બિઝનેસ ડેસ્ક: ગત વર્ષે કોરોનાની અસર ઓછી થયા બાદ ઘણાં નાના-મોટા શેરોએ રોકાણકારોને જંગી વળતર આપ્યું છે. કોવિડની બીજી લહેર બાદ મલ્ટીબેગર સ્ટોકની સંખ્યામાં ખૂબ વધારો જોવા મળ્યો અને અનેક શેર મલ્ટીબેગર સ્ટોકમાં સામેલ થયા.

કોરોનાનાં કારણે વૈશ્વવિક અર્થ વ્યવસ્થા પર માઠી અસર થઇ હોવા છતાં ભારતીય શેરબજાર ટોચ પર રહ્યું છે. માર્કેટનાં ઘણાં શેરોએ રોકાણકારોને બહુ ઓછા સમયમાં ઘણું મોટું વળતર આપીને તેમને સમૃદ્ધ બનાવ્યા છે. Digjamનાં શેર તેનું ઉદાહરણ છે. આ શેરમાં માત્ર ચાર મહિનાના ટૂંકા સમયગાળામાં ભારે વૃદ્ધિ જોવા મળી છે.

NSE પર આ સ્ટોક 18 ઓક્ટોબર 2021ના રોજ રૂ. 17.25 પર બંધ થયો હતો. જે 11 જાન્યુઆરી 2022ના રોજ 17.25 રૂપિયાથી વધીને 345.05 રૂપિયા થઈ ગયો છે. આ સમયગાળા દરમિયાન આ સ્ટોકની કિંમતમાં 15,600 ટકાનો વધારો થયો છે. આજે Digjamના સ્ટોકની કિંમતમાં 4.99% નો વધારો નોંધાયો છે. છેલ્લા 4 મહિનામાં સ્ટોક લગભગ 20 ગણો વધ્યો છે.


4 મહિનામાં 1900% વળતર

4 મહિનામાં 1900% વળતર

છેલ્લા એક મહિનામાં આ મલ્ટીબેગર સ્ટોક લગભગ રૂ. 124 થી વધીને રૂ. 345 પ્રતિ શેર થયો છે. આ સમયગાળામાં તેમાં લગભગ 175 ટકાનો વધારો નોંધાયો છે. એ જ રીતે, આ ટેક્સટાઇલ સ્ટોક છેલ્લા બે મહિનામાં રૂ. 47 થી વધીને રૂ. 345ના સ્તરે પહોંચ્યો છે. આ સમયગાળામાં લગભગ 635 ટકાનો વધારો થયો છે.

ઉપરાંત, છેલ્લા 4 મહિનામાં આ મલ્ટિબેગર સ્ટોક રૂ. 17.25 થી રૂ. 345ના સ્તરે ગયો છે. એટલે કે માત્ર ચાર મહિનામાં આ શેરે તેના રોકાણકારોને લગભગ 1900 ટકા વળતર આપ્યું છે.


રોકાણકારોના 1 લાખ 20 લાખ થયા

રોકાણકારોના 1 લાખ 20 લાખ થયા

જો કોઈ રોકાણકારે એક મહિના પહેલા આ સ્ટોકમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત તો આજે તે રકમ  રૂ. 1.35 લાખમાં ફેરવાઈ ગઈ હોત. બીજી તરફ, જો કોઈએ 2 મહિના પહેલા આ સ્ટૉકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તે રૂપિયા 2.75 લાખમાં ફેરવાઈ ગઈ હોત. એ જ રીતે, છેલ્લા 4 મહિનામાં આ મલ્ટિબેગર ટેક્સટાઇલ સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો, આ રકમ અત્યારે 20 લાખ રૂપિયા થઈ ગઈ હોત.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top