ગોવાના ઓશો મેડિટેશન સેન્ટરમાંથી ગુમ થઈ નેપાળના મેયરની છોકરી..'આખરે તે ક્યાં હતી ખુલ્યું રહસ્ય?

ગોવાના ઓશો મેડિટેશન સેન્ટરમાંથી ગુમ થઈ નેપાળના મેયરની છોકરી..'આખરે તે ક્યાં હતી ખુલ્યું રહસ્ય?

03/27/2024 Shocking Stories

SidhiKhabar

SidhiKhabar

ગોવાના ઓશો મેડિટેશન સેન્ટરમાંથી ગુમ થઈ નેપાળના મેયરની છોકરી..'આખરે તે ક્યાં હતી ખુલ્યું રહસ્ય?

નેપાળના મેયર ગોપાલ હમાલની 36 વર્ષની પુત્રી આરતી હમાલ ઘણા મહિનાઓથી ગોવાના આ મેડિટેશન સેન્ટરમાં રહેતી હતી પરંતુ એક દિવસ અચાનક ગુમ થઈ જતાં હડકંપ મચ્યો હતો. નેપાળના ધાંગધી સબ-મેટ્રોપોલિટન શહેરના મેયર, તેના પિતા ગોપાલ હમાલે એક્સ (અગાઉ ટ્વિટર) પર એક અપીલ પોસ્ટ કરી હતી, જેમાં ગોવાના દરેકને પોતાની પુત્રી શોધી આપવાની વિનંતી કરવામાં આવી હતી. પરિવાર તાબડતોબ વિમાનમાં બેસીને ગોવા આવ્યો હતો.


આ રીતે પોલીસે શોધી કાઢી

આ રીતે પોલીસે શોધી કાઢી

સૌથી પહેલા તો પોલીસે આખી ઘટનાની કડીઓ મેળવી હતી. આરતી હમાલ છેલ્લે 25 માર્ચના રોજ ઉત્તર ગોવાના સિઓલિમમાં જોવા મળી હતી, જે કમ્પોઝ અને કન્ટ્રોલમાં દેખાતી હતી. ત્યાર બાદ પોલીસે ભીષણ સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું અને ગોવાની દરેક હોટલની તલાશી લીધી અને જ્યાંથી ગુમ થઈ હતી ત્યાંથી 20 કિલોમીટર દૂર ચોપડેમ ગામની હોટલમાંથી 3 છોકરીઓ સાથે મળી આવી હતી.આરતી કોઈને કહ્યાં વગર કેમ હોટલ ગઈ?

આરતી કોઈને કહ્યાં વગર કેમ હોટલ ગઈ?

પોલીસે આરતીને શોધી તો કાઢી પરંતુ સવાલ એ છે કે તે કોઈને કહ્યાં વગર છોકરીઓ સાથે હોટલમાં કેમ ગઈ હતી? તે એક મોટું રહસ્ય છે. આરતી હમાલ ગોવામાં અવારનવાર આવી રહી છે. આરતી ઓશો સેન્ટરમાં પોતાનો ફોન ભૂલીને આવી હતી જેને કારણે તેની ભાળ મળી શકી નહોતી. આરતી ઘણા સમયથી ઓશો મેડિટેશન સેન્ટરમાં રહેતી હતી. તે વિવાદિત ધર્મગુરુ ઓશોની સંન્યાસીની હોવાનું પણ સામે આવ્યું છે.તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top