BLOના મોતનો આંકડો થવાનું નામ નથી લઈ રહ્યો! ત્યાં આ રાજ્યના વધું એક BLOની આત્મહત્યા! આટલા BLOના

BLOના મોતનો આંકડો થવાનું નામ નથી લઈ રહ્યો! ત્યાં આ રાજ્યના વધું એક BLOની આત્મહત્યા! આટલા BLOના ગયા જીવ!? જાણો

11/22/2025 National

SidhiKhabar

SidhiKhabar

BLOના મોતનો આંકડો થવાનું નામ નથી લઈ રહ્યો! ત્યાં આ રાજ્યના વધું એક BLOની આત્મહત્યા! આટલા BLOના

દેશમાં અત્યારે બાર રાજ્યોમાં SIR ની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં સૌથી મહત્વની જવાબદારી બીએલઓ (બુથ લેવલ ઓફિસર)ને આપવામાં આવી છે. તેઓ ઘરે-ઘરે જઈને ફોર્મનું વિતરણ કર્યા પછી તેને પરત લેવાનું કામ કરી રહ્યાં છે. ત્યારે હવે મતદાર યાદી શુદ્ધિકરણની આ ઝુંબેશમાં સૌથી મોટી ચિંતા સામે આવી કે સતત બીએલઓના મોતના થઈ રહ્યાં છે. જેના માટે બીએલઓના પરિવારના સભ્યો વધુ પડતા કામના ભારણ અને નિર્ધારિત સમયમાં પોતાનું કામ પૂર્ણ કરવાના દબાણની ફરિયાદ કરી રહ્યા છે. આના કારણે કેટલાક બીએલઓ આત્મહત્યા પણ કરી રહ્યાના સમાચાર છે. અને વિરોધ પક્ષો બીએલઓના મૃત્યુ અંગે સરકાર અને ચૂંટણી પંચ પર હુમલો કરી રહ્યા છે.


ફરી એક બીએલઓએ આપ્યો જીવ

ફરી એક બીએલઓએ આપ્યો જીવ

શનિવારે ફરી એકવાર પશ્ચિમ બંગાળના કૃષ્ણાનગર જિલ્લામાં એક મહિલા બીએલઓએ આપઘાત કરતાં મામલો ગરમાયો છે. ટીએમસી તરફથી નિવેદનમાં આપવામાં આવ્યું છે કે,  મૃતક રિંકુ તરફદાર (54) ચોપરાના બંગાલજી સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિરમાં પાર્ટ-ટાઇમ ટીચર હતા અને ચોપરા દુઈ પંચાયતના બુથ નંબર 201ના BLO હતા. ગત રાત્રે તેમણે ઘરે ફાંસી લગાવી આપઘાત કર્યો. અને પોતાની સ્યુસાઇડ નોટમાં SIR પ્રક્રિયાના દબાવને કારણે આ પગલું ભર્યાનો ઉલ્લેખ કર્યો છે.

આ વચ્ચે મમતા બેનર્જીની સરકારે જાહેરાત કરી છે કે, પશ્ચિમ બંગાળ સરકાર મૃતક BLO ના પરિવારને બે-બે લાખ રૂપિયા વળતર તરીકે આપશે અને જે BLO કામ દરમિયાન બીમાર પડી જાય છે, તેને 1 લાખ રૂપિયા આપવામાં આવશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ ચૂંટણી પંચને પત્ર લખીને એસઆઈઆર પ્રક્રિયા મુલતવી રાખવાની માંગ કરી છે. બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે ચૂંટણી પંચ બીએલઓ પર ત્રણ વર્ષની પ્રક્રિયા ત્રણ મહિનામાં પૂર્ણ કરવા દબાણ કરી રહ્યું છે. આના કારણે બીએલઓ આત્મહત્યા કરી રહ્યા છે.


વિવિધ રાજ્યોમાં BLOના મૃત્યુ

વિવિધ રાજ્યોમાં BLOના મૃત્યુ

BLO મૃત્યુના અહેવાલો ફક્ત પશ્ચિમ બંગાળથી જ નહી મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને કેરળમાં પણ BLO મૃત્યુના બનાવો નોંધાયા છે. મધ્યપ્રદેશના દતિયામાં BLO ઉદયભાન અને ઝાબુઆમાં BLO ભુવન સિંહ ચૌહાણ પોતાના જીવ ગુમાવ્યા છે. ગુજરાતના ગીર સોમનાથમાં 40 વર્ષીય BLO અરવિંદ મુગરી બધેર અને ખેડામાં 50 વર્ષીય રમેશ ભાઈ પરમાર પણ પોતાના જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધી 4 બીએલઓના મોતના સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાનના સવાઈ માધોપુરમાં BLA હરિઓમ બૈરવા અને જયપુરમાં મુકેશ જાંગીડનું પણ મૃત્યુ થયું છે. કેરળના કન્નુરમાં અનીસ જ્યોર્જનું પણ મૃત્યુ થયું છે. કેરળમાં બીએલઓના મોતની વિરુદ્ધ સોમવારે બીએલઓ દ્વારા હડતાળની જાહેરાત કરવામાં આવી છે, તો બીજીતરફ દેશના વિવિધ ભાગમાં થઈ રહેલા બીએલઓના મોતને લઈને ચૂંટણી અધિકારીઓએ સંબંધિત રાજ્યો પાસે રિપોર્ટ માંગ્યો છે.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top