શશિ થરૂરની આ પોસ્ટે કોંગ્રેસમાં મચાવી દીધો છે ખળભળાટ! કહ્યું - લોકશાહીમાં આ રીતે કામ...., જાણો

શશિ થરૂરની આ પોસ્ટે કોંગ્રેસમાં મચાવી દીધો છે ખળભળાટ! કહ્યું - લોકશાહીમાં આ રીતે કામ...., જાણો વિગતે

11/22/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

શશિ થરૂરની આ પોસ્ટે કોંગ્રેસમાં મચાવી દીધો છે ખળભળાટ! કહ્યું - લોકશાહીમાં આ રીતે કામ...., જાણો

કોંગ્રેસના જાણીતા સાંસદ શશિ થરૂર ફરી એક વાર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આમ તો તેઓ ઘણીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા જોવા મળે છે. અને આ કારણે, તેઓને વારંવાર કોંગ્રેસ પક્ષના વિરોધનો પણ સામનો કરવો પડે છે. તાજેતરમાં, તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ દ્વારા પોતાના વિચારો રજૂ કર્યા છે. જે લોકો માટે ચર્ચાનો વિષય બન્યા હતા.



લોકશાહીએ આ રીતે કામ કરવું

લોકશાહીએ આ રીતે કામ કરવું

શનિવારે સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં પોતાની વાત રજુ કરતાં શશિ થરૂરે લોકશાહીની ભાવના પર ભાર મૂક્યો હતો. પોતાની પોસ્ટમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને મમદાનીનો વાયરલ ફોટો શેર કરી લખ્યું હતું કે, લોકશાહીએ આ રીતે કામ કરવું જોઈએ, 'તમે ચૂંટણી દરમિયાન તમારા મુદ્દાઓ માટે કોઈ પણ જાતની રોકટોક વગર, જોશથી લડો. પરંતુ, એકવાર ચૂંટણી પૂરી થાય અને જનતા પોતાનો નિર્ણય જાહેર કરી દે, પછી જે દેશની સેવા કરવાનું તમે વચન આપ્યું છે, તેના સામાન્ય હિતો માટે એકબીજાને ટેકો આપતા શીખો. હું ભારતમાં આ ભાવના વધુ જોવા ઈચ્છું છું અને હું પોતે પણ તેમાં યોગદાન આપવાનો પ્રયાસ કરી રહ્યો છું.'


કોંગ્રેસ માટે શીખ કે કટાક્ષ?

કોંગ્રેસ માટે શીખ કે કટાક્ષ?

ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, થરૂરની આ ટિપ્પણી એવા સમયે આવી છે, જ્યારે તેમણે ભારતમાં કેન્દ્ર સરકારના ઘણા પગલાંને યોગ્ય ગણાવ્યા છે. પરિણામે, કોંગ્રેસ પાર્ટીએ તેમના આવા અનેક નિવેદનોથી પોતાને દૂર રાખે છે. કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે તાજેતરમાં પીએમ મોદીના વખાણ કર્યા હતા, જેના કારણે કોંગ્રેસ પક્ષમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. કોંગ્રેસના આ વરિષ્ઠ નેતાની કોંગ્રેસના જ બાકીના નેતાઓ ભારે શબ્દોમાં ટીકા કરી અપમાન જનક શબ્દો કહેવાનું પણ ચુક્યા ન હતા. તેવામાં તેમની આ પોસ્ટને લોકો કોંગ્રેસ માટેની શીખ ગણાવી રહ્યા છે તો કેટલાક લોકો કાટક્ષ માની રહ્યા છે.  


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top