ગજબ કહેવાય! આ વ્યક્તિએ કોરોના રસીના એક કે બે નહીં પૂરા 14 ડોઝ લીધા! આખરે પકડાઈ ગયો

ગજબ કહેવાય! આ વ્યક્તિએ કોરોના રસીના એક કે બે નહીં પૂરા 14 ડોઝ લીધા! આખરે પકડાઈ ગયો

12/31/2021 World

SidhiKhabar

SidhiKhabar

ગજબ કહેવાય! આ વ્યક્તિએ કોરોના રસીના એક કે બે નહીં પૂરા 14 ડોઝ લીધા! આખરે પકડાઈ ગયો

કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન (Omicron) ફરી એકવાર વિશ્વમાં પ્રતિબંધોનો સમય પાછો લઇ આવ્યો છે. ઘણાં દેશોમાં લોકડાઉનની સ્થિતિ આવી પહોંચી છે, તો અમેરિકા,ફ્રાંસ અને યુકે જેવા દેશોમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા લાખોને પાર કરી ગઈ છે. આવા સમયે કોરોનાની રસી વ્યક્તિ માટે જીવનરક્ષક સાબિત થઇ રહી છે. કારણ કે કોરોનાની રસી લીધી હોય તેવા લોકોમાં મૃત્યુનું જોખમ ઘણું ઘટી જાય છે તેવું અનેક અભ્યાસમાં સાબિત થઇ ચુક્યું છે.

જોકે તેમ છતાં હજુ પણ વિશ્વની ચાળીસ ટકા વસ્તીએ કોરોના વેક્સિન લીધી નથી. હજુ પણ એવા ઘણા લોકો છે જેઓ કોરોના રસીના મહત્વને સમજતા નથી. આ લોકો તેઓ પોતાનું જીવ તો જોખમમાં નાંખે જ છે, સાથે સાથે તેમની સાથે રહેતા, સાથે કામ કરતા, તેમના મિત્રો અને સ્વજનોના જીવ પણ જોખમમાં મૂકી દે છે.

એક,બે નહીં પૂરા 14 ડોઝ લીધા

એક,બે નહીં પૂરા 14 ડોઝ લીધા

તાજેતરમાં જ ઈન્ડોનેશિયામાંથી એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિએ કોરોના વેક્સીનના 14 ડોઝ લીધા હતા. આ પાછળનું કારણ પૈસા હોવાનું બહાર આવ્યું છે. આ મામલો બહાર આવતા જ અધિકારીઓ દોડતા થઇ ગયા હતા.

આ ઘટના ઇન્ડોનેશિયા (indonesia)ની છે. સ્થાનિક મીડિયાએ એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, ઈન્ડોનેશિયાના દક્ષિણ સુલાવેસીમાં રહેતો એક વ્યક્તિ અત્યાર સુધીમાં કોરોનાની રસીના કુલ 14 ડોઝ લઇ ચુક્યો છે. તેમાંથી બે ડોઝ વ્યક્તિએ પોતાના નામે લીધા હતા, બાકીના અન્ય લોકોના નામે લીધા છે. એવું કહેવામાં આવ્યું હતું કે વ્યક્તિ અન્યના નામે રસી લેતો હતો અને પછી તેનું પ્રમાણપત્ર (vaccine certificate) પાંચસોથી ચાર હજારમાં વેચી દેતો હતો.

વિડીયો બનાવીને ઓફર મૂકી હતી

વિડીયો બનાવીને ઓફર મૂકી હતી

આ વ્યક્તિનું આ કૃત્ય ત્યારે સામે આવ્યું જ્યારે તેણે વીડિયો બનાવીને આ ઓફર લોકોની સામે મૂકી. તેણે એક  વીડિયો બનાવીને તેમાં કહ્યું હતું કે કોઈએ ઇન્જેક્શન ન લઈને કોવિડ રસીનું પ્રમાણપત્ર જોઈતું હોય તો તેનો સંપર્ક કરી શકે છે. આ વિડીયો બહુ ઝડપથી વાઈરલ થઇ ગયો હતો અને પછી પોલીસ પણ તેની પાસે પહોંચી ગઈ હતી. તેણે પોલીસને ત્યારબાદ બધી વિગતો જણાવી હતી.

એક નહીં, આવા અનેક કિસ્સાઓ

એક નહીં, આવા અનેક કિસ્સાઓ

રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ઈન્ડોનેશિયામાં એવા ઘણા લોકો છે જેઓ પૈસા માટે આવા કારનામા કરીને સર્ટિફિકેટ વેચી રહ્યા છે. આ પહેલા બેલ્જિયમથી આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો જ્યાં એક યુવકે આઠ વખત કોરોનાની રસી લગાવી હતી. આ યુવક રસી લીધા વગર સર્ટીફીકેટ મેળવવા માંગતા લોકોનો સંપર્ક કરતો હતો અને તેના બદલામાં તે તેમની પાસેથી પૈસા લેતો હતો.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top