એકનાથ શિંદેની અચાનક સતારા મુલાકાતનું સાચું કારણ સામે આવ્યું, શું મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પર આજ

એકનાથ શિંદેની અચાનક સતારા મુલાકાતનું સાચું કારણ સામે આવ્યું, શું મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પર આજે આવશે 'મોટો નિર્ણય'?

11/30/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

એકનાથ શિંદેની અચાનક સતારા મુલાકાતનું સાચું કારણ સામે આવ્યું, શું મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પર આજ

Eknath Shinde Satara Visit Maharashtra New CM Mahayuti Meeting: કોણ બનશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી? આ અંગે આજે નિર્ણય આવી શકે છે. એકનાથ શિંદે આજે મોટો નિર્ણય લઈ શકે છે. આ સંકેત શિવસેના શિંદેના નેતા સંજય શિરસાટ અને ઉદય સામંતે આપ્યા છે. સંજય શિરસાટે કહ્યું કે, જ્યારે એકનાથ શિંદેને કોઈ મોટો નિર્ણય લેવાનો હોય છે ત્યારે તેઓ તેમના પૈતૃક ગામ જાય છે. ભાજપે કહ્યું છે કે તે આગામી 2 દિવસમાં પોતાના વિધાયક દળના નેતા અંગે નિર્ણય લેશે અને ઔપચારિકતા બાદ નવી સરકારની રચના કરવામાં આવશે. સંજયે એવો પણ દાવો કર્યો છે કે શિવસેના પ્રમુખ એકનાથ શિંદે મહારાષ્ટ્રના રાજકારણમાં રસ ધરાવતા હોવાથી તેઓ દિલ્હી નહીં જાય કે કેન્દ્રમાં કોઈ પદ નહીં સ્વીકારે. જો શિંદે નાયબ મુખ્યમંત્રીનું પદ નહીં સ્વીકારે તો પાર્ટીનો બીજો ચહેરો આ પદ સંભાળશે. મહારાષ્ટ્રની નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 2 ડિસેમ્બરે યોજાશે.


કોઈ પણ પ્રકારે પેંચ ફસાયો હોવાનો ઇનકાર

કોઈ પણ પ્રકારે પેંચ ફસાયો હોવાનો ઇનકાર

શિવસેના શિંદેના નેતા ઉદય સામંતે કહ્યું કે, મહારાષ્ટ્રના કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદે પરેશાન નથી. તેઓ તાવ અને શરદીથી પીડિત હોવાના કારણે સતારા જિલ્લામાં તેમના ગામે ગયા છે. ગુરુવારે રાત્રે તેઓ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા ત્યારે તેમની તબિયત ખરાબ હતી. તેથી, શુક્રવારે મહાયુતિના સહયોગી ભારતીય જનતા પાર્ટી (BJP), શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ની મહત્ત્વપૂર્ણ બેઠક રદ કરવામાં આવી હતી, કારણ કે એકનાથ શિંદે તેમના ગામ દારે જવા રવાના થઇ ગયા હતા. તેથી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોના એક સપ્તાહ બાદ પણ સરકાર બની શકી નથી. કોઈપણ પ્રકારનો પેંચ ફસાયો નથી. તેઓ માત્ર મુખ્યમંત્રી અને સરકારને લઈને બનેલા સમીકરણ પર વિચારવા માટે ગામ ગયા હતા.


વીડિયો કોન્ફરન્સિંગના મધ્યમથી મીટિંગ થઇ શકે છે

વીડિયો કોન્ફરન્સિંગના મધ્યમથી મીટિંગ થઇ શકે છે

જ્યારે એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર વચ્ચેની બેઠક વિશે પૂછવામાં આવ્યું ત્યારે ઉદય સામંતે જવાબ આપ્યો કે, જો બેઠક શારીરિક રીતે ન થાય તો, વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પણ થઈ શકે છે. એકનાથ શિંદે પરેશાન નથી. તેમને દિલ્હીમાં પણ તાવ અને શરદી હતી. મુખ્યમંત્રી અને સરકારની રચનામાં વિલંબથી નારાજ હોવાથી તેઓ ગામમાં ગયા છે એમ કહેવું ખોટું હશે. કોઈપણ વ્યક્તિને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને જો તેઓ સ્વાસ્થ્યના કારણોસર સારી જગ્યાએ ગયા છે તો તેઓ પરેશાન છે એવું તારણ કાઢવાનો કોઈ અર્થ નથી. તેઓ આજે પોતાનો નિર્ણય સંભળાવી દેશે. કારણ કે જ્યારે પણ એકનાથ શિંદેને વિચારવા માટે સમયની જરૂર પડે છે ત્યારે તેઓ ગામમાં જાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top