જગદીપ ધનખડ સામે કેમ લાવવામાં આવ્યો અવિશ્વાસ પ્રસ્તાવ? આપ્યું કારણ
Mallikarjun Kharge on Jagdeep Dhankhar: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરાગેએ ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનખડ પર પ્રહાર કર્યો છે. મલ્લિકાર્જૂન ખરાગેએ પ્રેસ કોન્ફરન્સ કરીને જગદીપ ધનખડ પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, સદનમાં જગદીપ ધનખડનો વ્યવહાર વિપક્ષી સભ્યો પ્રત્યેનો વ્યવહાર પક્ષપાત ભર્યો છે. અમને મજબૂરીમાં પ્રસ્તાવ લાવવો પાડ્યો.
મલ્લિકાર્જૂન ખરગેએ કહ્યું કે, 'વિપક્ષી નેતાઓને બોલતા રોકવામાં આવે છે. સભાપતિ હોવાના કારણે સદનમાં ગતિરોધ બન્યો છે. તેમના આચરણથી દેશની ગરીમાને નુકસાન પહોચ્યું છે. અમારી સભાપતિ સાથે કોઇ અંગત દુશ્મની નથી. આજે સદનમાં રાજનીતિ વધુ થઇ રહી છે. સભાપતિએ નિષ્પક્ષ હોવું હોવી જોઈએ. જગદીપ ધનખડ સરકારના પ્રવક્તા બની ગયા છે.
તેમણે વધુમાં કહ્યું કે, 'સભાપતિનું કામ નિયમથી સદનને સંચાલિત કરવાનું હોય છે અને તેઓ રાજનીતિથી વિરુદ્વ હોય છે. આજના સમયમાં સભાપતિ ક્યારેક પોતાને RSSના એકલવ્ય બતાવે છે તો ક્યારેક સરકારના ભરપેટ વખાણ કરે છે. સદનમાં ખૂબ જ સીનિયર બુદ્વીજીવી, વરિષ્ઠ પત્રકાર, 30-40 વર્ષોનો રાજકીય ઈતિહાસવાળા લોકો બેઠા છે, પરંતુ સભાપતિ અમને બધાને હેડમાસ્ટરની જેમ લેક્ચર આપે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp