સુરત ભાજપના નેતાઓના પરાક્રમ અને વિવાદો ચકડોળે ચઢ્યા
છેલ્લા કેટલાક દિવસથી સુરત ભાજપના નેતાઓના પરાક્રમ અને વિવાદો સતત સામે આવી રહ્યા છે. થોડા દિવસ અગાઉ ભારતીય જનતા પાર્ટી (BJP)ના વોર્ડ નંબર-30ના મહિલા પ્રમુખ દીપિકા પટેલે 1 ડિસેમ્બરે પોતાના ઘરે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જેમાં ભાજપના જ કૉર્પોરેટર ચિરાગ પટેલ શંકાના ઘેરામાં છે અને પોલીસે તેની પૂછપરછ પણ કરી છે, પરંતુ અત્યાર સુધી કોઈ સ્પષ્ટ પુરાવા મળ્યા નથી.
તો પાલનપુર પાટીયા વિસ્તારમાં રહેતા એક યુવકે ભાજપના કોર્પોરેટર પર આક્ષેપ કરવાની સાથે વીડિયો વાયરલ કર્યો છે. વીડિયોમાં એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે વોર્ડ નંબર-9, 10, 11 ના કાર્યકર્તા મહેનત કરે છે, પરંતુ ખિસ્સામાંથી 25,000 ન નીકળતા હોય તેવા વ્યક્તિને કોર્પોરેશની ટિકિટ સાથે હોદ્દો આપી દેવાં આવ્યો છે.
આ કોર્પોરેટરે પાલ ગાર્ડનમાં સિક્યોરીટી ગાર્ડ મુકવા બાબતે ગરબડી ચાલતી હોવાની વાત સાથે હોબાળો કર્યો હતો. ઘણા દિવસ સુધી સિક્યોરિટી એજન્સીને હેરાન કર્યા બાદ એજન્સીના સંચાલકો રીતસરના તાબે થઇ ગયા હતા અને સમાધાન કરવાની ઓફર કરી હતી. ત્યારે કોર્પોરેટરે કોમર્શિયલ કામ એટલે કે બજાર ટાઈપ કામગીરી ચાલી રહી છે ત્યાં 2 વોચમેન મફતમાં મુકવાની શરત રાખી હતી. આ વીડિયો વાયરલ થયા રમુજતા સર્જાઈ હતી. સુરક્ષા એજન્સી સાથેના સમાધાનના ખેલ સિવાય કૉર્પોરેટરની પત્ની એક-એક કિલો સમોસા ફ્રીમા લઇ જતા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.
તો અન્ય એક વીડિયો વાયરલ થયો છે જેમાં ભાજપનો કાર્યકર્તા બંદુક લઈને ડાન્સર સાથે ઠુમકા મારી રહ્યો છે. આ વીડિયો વાયરલ થતા ભારે વિવાદ થયો છે કેમ કે આ વીડિયો વર્ષ 2020માં શૂટ કરવામાં આવ્યો હતો અને તેને એડિટિંગ કરીને નવા ગીત સાથે વાયરલ કરાયો હતો. મીડિયા રિપોર્ટ મુજબ, સુજીત વર્ષ 2020માં મહારાષ્ટ્રમાં મૉડલિંગ માટે ગયો હતો. ત્યાં આ આલ્બમ શૂટિંગ કરાવ્યું હતું. જેમાં સુજીત ડાન્સર સાથે ડાંસ કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો કોરોના મહામારી દરમિયાન ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો. જેને હવે એડિટિંગ કરીને વાયરલ કરવામાં આવ્યો છે.
શુભમ ઉપાધ્યાયે આ અંગે જણાવ્યું હતું કે, જૂના વીડિયોને એડિટિંગ કરીને વાયરલ કરવામાં આવ્યો છે. પોલીસ અને ભાજપની છબી ખરાબ થાય તે માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શૂટિંગ દરમિયાન જે ગીત હતું તે ગીત દૂર કરીને બીજું ગીત મુકવામાં આવ્યું છે, વીડિયોમાં દેખાતી બંદૂક પ્લાસ્ટિકની છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ કરનાર સામે માનાહાનિની ફરિયાદ દાખલ કરવામાં આવશે.
તો ભાજપના સુરતના વૉર્ડ નંબર-27ના ખજાનચી માલિક ઉમેશ તિવારીએ નશામાં મદહોશ થઈને સાંઈશક્તિ સોસાયટીમાં લગ્નની અગામી રાત્રે ફાયરિંગ કરી હતી, જેમાં 2 શ્રમજીવી ઈજાગ્રસ્ત થઇ ગયા હતા. રાજનેતાની ફાયરિંગનો વીડિયો સામે આવતા પોલીસે તેની સામે આર્મ્સ એક્ટ 25(9)નો ઉમેરો કર્યો છે.
ઈજાગ્રસ્ત થયેલા લોકોની ઓળખ સંતોષ સિંહ બઘેલ અને વિરેન્દ્ર વિશ્વકર્મા તરીકે થઇ છે, જેમને જાંઘમાં ગોળી વાગી હતી. પોલીસે ઉમેશ તિવારી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 125(A), 125 (B), આર્મ્સ એક્ટની કલમ 20 અંતર્ગત ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ 3 રાઉન્ડ ફાયરિંગ કરતો હોવાના CCTVમાં સામે આવતા પોલીસે આર્મ્સ એક્ટની કલમ 25(9) ઉમેરી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp