મહારાષ્ટ્રના પરભણીમાં બંધારણના અપમાનને લઈને હિંસા, જાણો શું છે મામલો
Maharashtra Parbhani Violence: મહારાષ્ટ્રના પરભણીમાં એક અજાણ્યા વ્યક્તિ દ્વારા બંધારણનું અપમાન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ હિંસા ફાટી નીકળી હતી. આ દરમિયાન અનેક વિસ્તારોમાં આગચંપીના બનાવો નોંધાયા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા હતા. સાવચેતીના ભાગરૂપે ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. આ સાથે BNSSની કલમ 163 લાગૂ કરી દેવામાં આવી છે.
આ દરમિયાન વંચિત બહુજન અઘાડીના વડા પ્રકાશ આંબેડકરે પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, "ઠપરભણીમાં જાતિવાદી મરાઠા બદમાશો દ્વારા બાબાસાહેબની પ્રતિમા પર ભારતીય બંધારણના ધજાગરા ઉડાવવા ખૂબ જ શરમજનક છે. બાબાસાહેબની પ્રતિમા કે દલિત ઓળખના પ્રતિક પર આ પ્રકારની તોડફોડ પહેલીવાર થઈ નથી.
BVA પરભણી જિલ્લાના કાર્યકર્તાઓ સૌ પ્રથમ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેમના વિરોધના કારણે પોલીસે FIR નોંધી અને એક બદમાશની ધરપકડ કરી. હું દરેકને કાયદો અને વ્યવસ્થા જાળવવા વિનંતી કરું છું. જો આગામી 24 કલાકમાં જો તમામ બદમાશોની ધરપકડ ન કરવામાં આવે, તેના પરિણામો ભોગવવા પડશે."
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
પરભણી પોલીસ દ્વારા જાહેરાત કરવામાં આવી રહી છે કે એક જગ્યાએ 5 કરતા વધુ લોકો એકઠા ન થાય, નહીંતર કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે ઈન્ટરનેટ બંધ કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. IG રેન્કના અધિકારી શાહજી ઉમાપને પરભણી મોકલવામાં આવ્યા છે. પોલીસે લોકોને કાયદો અને વ્યવસ્થાને પોતાના હાથમાં ન લેવાની અપીલ પણ કરી છે. સાથે જ શાંતિ જાળવવામાં મદદ કરવા કહ્યું.
મળતી માહિતી મુજબ, પરભણી શહેરમાં કલેક્ટર કચેરીની સામે ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા છે. આ પ્રતિમાની સામે બંધારણની નકલ રાખવામાં આવી છે. આ દરમિયાન, મંગળવારે (10 ડિસેમ્બર) સાંજે, એક વ્યક્તિએ બંધારણની નકલને નુકસાન પહોંચાડ્યું હતું. સ્થાનિક લોકોને આ વાતની જાણ થતા જ તેમણે હોબાળો શરૂ કરી દીધો અને આરોપી શખ્સને માર માર્યો.
માહિતી મળતા જ, નયા મોંઢા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વ્યક્તિને કસ્ટડીમાં લીધો હતો. ત્યારબાદ સેંકડો લોકો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે એકઠા થયા અને આંદોલન શરૂ કર્યું, ત્યારબાદ હિંસા વધી ગઈ. આવી સ્થિતિમાં ધીમે ધીમે શહેરમાં અરાજકતા વધતી ગઈ.
VIDEO | Maharashtra: Violence in Parbhani during a bandh called in the city. An unidentified person on Tuesday damaged a replica of the Constitution held by the statue of B R Ambedkar outside Parbhani railway station triggering arson and stone-pelting.#Parbhani… pic.twitter.com/yg4dt3g6gO — Press Trust of India (@PTI_News) December 11, 2024
VIDEO | Maharashtra: Violence in Parbhani during a bandh called in the city. An unidentified person on Tuesday damaged a replica of the Constitution held by the statue of B R Ambedkar outside Parbhani railway station triggering arson and stone-pelting.#Parbhani… pic.twitter.com/yg4dt3g6gO
આ દરમિયાન, સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર દિનકર દંમ્બલે, ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર અશોક ગોરબંદ, નયા મોંઢા પોલીસ ઈન્સ્પેક્ટર શરદ મરે, આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર બી.આર. બંદખડકે સહિત RCP પ્લાટૂન અને ઘણા પોલીસ સ્ટેશનોની પોલીસ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને લોકોને શાંત રહેવા અપીલ કરી હતી. જો કે આ દરમિયાન લોકોએ આરોપીઓને કડકમાં કડક સજા આપવાની માગ કરી હતી. આ ઘટના બાદ શહેરમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp