ભારતે ક્રિકેટ મેચ રમ્યા વિના જ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, મેચના 7 મહિના અગાઉ જ તમામ ટિકિટો વેચાઇ ગઇ
India vs England Test Series 2024 Tickets Birmingham: ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમી રહી છે, જ્યાં ભારત અને ઓસ્ટ્રેલિયા સીરિઝમાં એક-એકથી બરાબરી પર છે. આ સીરિઝની અંતિમ 3 મેચો સિડનીમાં રમાવાની છે. દરમિયાન, આગામી વર્ષે જૂનમાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે જશે, જ્યાં બંને ટીમો વચ્ચે 5 ટેસ્ટ મેચ રમાશે. આ સીરિઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ પછી તરત જ શરૂ થશે. હવે એવા સમાચાર સામે આવ્યા છે કે જેને જોઇને કોઇ પણ દંગ રહી જશે. વાસ્તવમાં, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીની બીજી મેચ બર્મિંગહામમાં રમાશે, જેના માટે પહેલા 4 દિવસની તમામ ટિકિટો વેચાઇ ગઇ છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બર્મિંગહામ ટેસ્ટ મેચ 2 જુલાઇ 2025ના રોજ શરૂ થશે, જે હજુ 203 દિવસ દૂર પર છે. લગભગ 7 મહિના અગાઉ ટિકેટોનું જવું એ વાતનો પુરાવો છે કે ઈંગ્લેન્ડ અને ભારતમાં ક્રિકેટનો ક્રેઝ અલગ સ્તર પર છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની આ શ્રેણીને પટૌદી ટ્રોફી નામ આપવામાં આવ્યું છે, જેની પ્રથમ મેચ 20 જૂનથી લીડ્ઝમાં રમાશે. બર્મિંઘમમાં યોજાનારી મેચના પ્રથમ ચાર દિવસની તમામ ટિકિટો વેચાઇ ગઇ છે. હવે જો કોઇ અન્ય વ્યક્તિ બીજી ટેસ્ટનો આનંદ માણવા માગે છે, તો તે માત્ર પાંચમા દિવસની ટિકિટ ખરીદી શકશે.
BREAKING: Days 1-4 of the Men's Test against India are 𝗦𝗢𝗟𝗗 𝗢𝗨𝗧! ❌First non-Ashes Test to sell out four days in advance.#Edgbaston | #ItsJustDifferent pic.twitter.com/NWD8aPrbJ8 — Edgbaston Stadium (@Edgbaston) December 10, 2024
BREAKING: Days 1-4 of the Men's Test against India are 𝗦𝗢𝗟𝗗 𝗢𝗨𝗧! ❌First non-Ashes Test to sell out four days in advance.#Edgbaston | #ItsJustDifferent pic.twitter.com/NWD8aPrbJ8
પોતા એજબેસ્ટન સ્ટેડિયમના ટ્વીટર હેન્ડલ પર આ અંગે માહિતી શેર કરવામાં આવી છે કે પહેલા 4 દિવસની તમામ ટિકિટો વેચાઇ ગઇ છે. તમને એ પણ જણાવી દઇએ કે, અહીં ટિકિટની કિંમત 2,700 રૂપિયાથી શરૂ થાય છે અને 32,000 રૂપિયા સુધી જાય છે. જ્યારે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ટિકિટની કિંમત 10 પાઉન્ડ એટલે કે લગભગ 1,080 રૂપિયા રાખવામાં આવી છે. એશેજને છોડીને, આ પ્રથમ વખત છે જ્યારે મેચના પ્રથમ 4 દિવસની ટિકિટ અગાઉથી વેચાઇ હોય. તેનાથી પણ વધુ નવાઇની વાત એ છે કે ટિકિટ 7 મહિના અગાઉથી વેચાઇ ગઇ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp