Investment Updates: નાણાકીય વર્ષ 2025નું પ્રથમ ક્વાર્ટર પસાર થઈ ગયું છે. બીજા ક્વાર્ટરનો પ્રથમ મહિનો, સપ્ટેમ્બર, પણ તેના અંતને આરે છે. આ દિશામાં ET મ્યુચ્યુઅલ ફંડે કેટલાક ડેટાની તપાસ કરી અને લગભગ 9 એવા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડોની યાદી તૈયાર કરી જેણે રોકાણકારોની સંપત્તિમાં પાંચ વર્ષમાં ચાર ગણાથી વધુનો વધારો કર્યો. આ મ્યુચ્યુઅલ ફંડ્સ અને એમના વિશેની માહિતી નીચે મુજબ છે.
ક્વોન્ટ સ્મોલ કેપ ફંડ
ક્વોન્ટ સ્મોલ કેપ ફંડે છેલ્લા પાંચ વર્ષમાં રોકાણકારોની સંપત્તિમાં 6.48 ગણો વધારો કર્યો છે. આનો અર્થ એ થયો કે જો કોઈ રોકાણકારે પાંચ વર્ષ પહેલાં આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત, તો તે આજે 45.30 ટકાના CAGR સાથે રૂ. 6.48 લાખ થઈ ગયું હોત.
બેંક ઓફ ઈન્ડિયા સ્મોલ કેપ ફંડ
આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમથી રોકાણકારોની સંપત્તિમાં 4.89 ગણો વધારો થયો છે. આનો અર્થ એ થયો કે જો કોઈ રોકાણકારે પાંચ વર્ષ પહેલાં આ સ્કીમમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત, તો તે આજે 37.33 ટકાના CAGR સાથે રૂ. 4.89 લાખ થઈ ગયું હોત.
નિપ્પોન ઇન્ડિયા સ્મોલ કેપ ફંડ
આ સ્મોલ કેપ ફંડ એસેટ્સ દ્વારા સૌથી મોટું સ્મોલ કેપ ફંડ છે. જેણે રોકાણકારોની સંપત્તિમાં 4.87 ગણો વધારો કર્યો છે. મતલબ કે જો કોઈ રોકાણકારે પાંચ વર્ષ પહેલા આ સ્કીમમાં રોકાણ કર્યું હોત તો તેની સંપત્તિમાં 4.87 ગણો વધારો થયો હોત.
બેંક ઓફ ઈન્ડિયા સ્મોલ કેપ ફંડ
આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમથી રોકાણકારોની સંપત્તિમાં 4.89 ગણો વધારો થયો છે. આનો અર્થ એ થયો કે જો કોઈ રોકાણકારે પાંચ વર્ષ પહેલાં આ સ્કીમમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત, તો તે આજે 37.33 ટકાના CAGR સાથે રૂ. 4.89 લાખ થઈ ગયું હોત.
કેનેરા રોબેકો અને એડલવાઈસ સ્મોલ કેપ ફંડ
જ્યારે કેનેરા રોબેકો સ્મોલ કેપ ફંડે રોકાણકારોની સંપત્તિમાં 4.31 ગણો અને એડલવાઈસ સ્મોલ કેપ ફંડે 4.30 ગણો વધારો કર્યો છે. આનો અર્થ એ છે કે આ બે સ્મોલ કેપ સ્કીમમાં રૂ. 1 લાખનું રોકાણ અનુક્રમે રૂ. 4.30 લાખ અને રૂ. 4.29 લાખ થયું હશે.
મોતીલાલ ઓસ્વાલ મિડકેપ ફંડ
આ યાદીમાં આગળનું નામ મોતીલાલ ઓસ્વાલ મિડકેપ ફંડ છે. જેમાં પાંચ વર્ષ પહેલાં કરાયેલું રૂ. 1 લાખનું રોકાણ આજે રૂ. 4.29 લાખ થયું હોત, એટલે કે રોકાણકારોની સંપત્તિમાં 4.29 ગણો વધારો થયો હોત. ઉપરાંત, આ યોજનાએ છેલ્લા પાંચ વર્ષમાં 33.76 ટકાનો CAGR આપ્યો છે.
(ડિસ્ક્લેમર: અહીં રજૂ કરેલી માહિતી જુદા જુદા ફાયનાન્સિયલ એક્સપર્ટસના અંગત આકલનો મુજબ હોય છે. વેબસાઈટના આ અંગે કોઈ અંગત અભિપ્રાય નથી. માર્કેટમાં કરેલું દરેક પ્રકારનું રોકાણ જોખમોને આધીન હોય છે. કોઈ પણ રોકાણ કરતા પહેલા તમારા વિશ્વાસુ ફાયનાન્સિયલ એક્સપર્ટની સલાહ અચૂક લો.)