T20 વર્લ્ડ કપમાં નહીં હોય IPLના આ નિયમ

T20 વર્લ્ડ કપમાં નહીં હોય IPLના આ નિયમ

05/29/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

T20 વર્લ્ડ કપમાં નહીં હોય IPLના આ નિયમ

IPL  2024ની પૂર્ણાહુતિ થઈ ચૂકી છે. કોલકાતાની ટીમે હૈદરબાદને 8 વિકેટે હરાવીને ટ્રોફી પર કબજો કરી લીધો છે. હવે ક્રિકેટ મહાકુંભ T20 વર્લ્ડ કપમાં 20 ટીમો હિસ્સો લઈ રહી છે. આ કારણે ફેન્સનો ઉત્સાહ બેગણા આસમાન પર છે, પરંતુ IPLમાં ઉપયોગ થનારા ઘણા નિયમ એવા છે, જે T20 વર્લ્ડ કપ 2024માં લાગૂ નહીં થાય. આવો જાણીએ, તેની બાબતે.


ઇમ્પેક્ટ પ્લેયર નિયમ:

ઇમ્પેક્ટ પ્લેયર નિયમ મુજબ ટોસના સમયે પ્લેઇંગ ઇલેવન બતાવતી વખત કેપ્ટને વધુ 5 ખેલાડીઓના નામ બતાવવાના હોય છે, જેમને પછી તેઓ મેચમાં ઇમ્પેક્ટ ખેલાડી તરીકે ઉપયોગ કરે છે. પછી મેચ વચ્ચે કોઈ પણ ટીમનો કેપ્ટન પ્લેઇંગ ઇલેવનમાંથી એક ખેલાડીને બહાર કરીને ઇમ્પેક્ટ ઓપ્શન માટે આપવામાં આવેલા નામોમાંથી એક ખેલાડીને બોલાવી શકે છે. IPL 2024માં આ નિયમનો ફાયદો બધી ટીમોએ ઉઠાવ્યો છે. ચેન્નાઈએ શિવમ દૂબેને ઇમ્પેક્ટ ખેલાડી તરીકે યુઝ કરીને ઘણી મેચ જીતી, પરંતુ T20 વર્લ્ડ કપમાં ઇમ્પેક્ટ નિયમ નહીં હોય. જે પ્લેઇંગ ઇલેવન કેપ્ટનોએ આપી છે એ જ 11 ખેલાડી મેચ રમશે.


નો બૉલ અને વાઈડ માટે નહીં લઈ શકે DRS:

નો બૉલ અને વાઈડ માટે નહીં લઈ શકે DRS:

IPLમા મેચ વચ્ચે ખેલાડી વાઈડ અને નૉ બૉલ માટે માટે DRS લઈ શકતા હતા, પરંતુ T20 વર્લ્ડ કપમાં એવું નહીં હોય. ત્યાં ખેલાડી વાઈડ અને નૉ બૉલ માટે DRS નહીં લઈ શકે.


બોલર માત્ર એક બાઉન્સર ફેકી શકશે:

IPL મચેમાં કોઈ પણ બોલર એક ઓવરમાં 2 બાઉન્સર ફેકી શકે છે, પરંતુ T20 વર્લ્ડ કપમાં તેના પર પૂરી રીતે રોક છે. T20 વર્લ્ડ કપની મેચમાં બોલર એક ઓવરમાં એક જ બાઉન્સર ફેકી શકે છે.


T20 વર્લ્ડ કપમાં નહીં હોય સ્ટ્રેટેજિક ટાઈમઆઉટ:

T20 વર્લ્ડ કપમાં નહીં હોય સ્ટ્રેટેજિક ટાઈમઆઉટ:

IPLની એક ઇનિંગ દરમિયાન 2.30 મિનિટના 2 સ્ટ્રેટેજિક ટાઈમ આઉટ હોય છે. મેચ દરમિયાન કુલ 4 સ્ટ્રેટેજિક ટાઇમ આઉટ હોય છે, પરંતુ T20 વર્લ્ડ કપ દરમિયાન કોઈ પણ સ્ટ્રેટેજિક ટાઇમ આઉટ હોતો નથી. ત્યાં ડ્રિંક્સ બ્રેક હોય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top