333 રૂપિયાના ચેક લાખો રૂપિયામાં થયો હરાજી, જાણો કેમ વધી ગઈ વેલ્યૂ

333 રૂપિયાના ચેક લાખો રૂપિયામાં થયો હરાજી, જાણો કેમ વધી ગઈ વેલ્યૂ

12/06/2023 World

SidhiKhabar

SidhiKhabar

333 રૂપિયાના ચેક લાખો રૂપિયામાં થયો હરાજી, જાણો કેમ વધી ગઈ વેલ્યૂ

Appleના ફાઉન્ડર સ્ટીવ જોબ્સ બાબતે એક વાત કહેવામાં આવે છે કે તેઓ મુશ્કેલીથી કોઈને ઓટોગ્રાફ આપતા હતા. આ જ કારણ છે કે આજે તેમની સાઇનની કિંમત લાખોમાં છે. હાલમાં તેમણે સાઇન કરેલા ચેકની હરાજી કરવામાં આવી રહી છે. આ ચેકની હરાજી 106,985 ડૉલર (લગભગ 89,18,628 રૂપિયા)માં થઈ છે ઓક્શન ફર્મે અંદાજો લગાવ્યો હતો કે તેની હરાજી 25 હજાર ડૉલર સુધીમાં જઈ શકે છે, જે ભારતીય રૂપિયામાં 20 લાખની આસપાસ થઈ જાય છે. આ ચેક 23 જુલાઇ 1976નો છે, જે Apple Computer Company તરફથી જાહેર કરવામાં આવ્યો છે. તેના પર સ્ટીવ જોબ્સની સહી છે. આ ચેકને અમેરિકામાં RR ઓક્શન ફર્મ હરાજી કરી રહી છે. આ ચેક 4.01 ડૉલર (લગભગ 333 રૂપિયા)નો છે.


ક્યારે કર્યો હતો સાઇન

ઓક્શન હાઉસના જણાવ્યા મુજબ, આ ચેકને એ સમયે સાઇન કરવામાં આવ્યો હતો, જ્યારે સ્ટીવ જોબ્સ અને Appleને કો-ફાઉન્ડર સ્ટીવ વોજનિએક Apple 1 પર કામ કરી રહ્યા હતા. એ સમયે માત્ર 50 કમ્પ્યુટર્સ તૈયાર કરવામાં આવ્યા હતા. એ કમ્પ્યુટર્સ કેલિફોર્નિયાની Byte શોપને વેચવામાં આવ્યા હતા. Apple 1ને પર્સનલ કમ્પ્યુટર્સની દુનિયામાં ખૂબ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. અહીંથી જ Appleના ભવિષ્યને અલગ લક્ષ્ય મળ્યું. આ ચેક બાબતે ઓક્શન કરાવનારી ફર્મે જણાવ્યું કે, આ Apple Computer Company તરફથી જાહેર કરવામાં આવ્યો હતો. આ ચેક 23 જુલાઇ 1976ની તારીખનો છે.


3 મહિના અગાઉ જ શરૂ થઇ હતી Apple

3 મહિના અગાઉ જ શરૂ થઇ હતી Apple

આ 6X3 ઈંચનો છે, જેમાં સ્ટીવ જોબ્સનું નામ લખેલું છે. આ ચેક 23 જુલાઇ 1976ની તારીખનો છે. આ ચેક Radio Shackને જાહેર કર્યો હતો. આ ચેકમાં Appleનો પહેલો સત્તાવાર એડ્રેસ ‘770 Welch Rd, Ste. 154, Palo Alto’ ઉપસ્થિત છે. ઇતિહાસ પર નજર નાખીએ તો આ ચેકને સાઇન કર્યાના થોડા દિવસ અગાઉ જ Apple સ્થાપિત કરવામાં આવી હતી. આ ચેક Radio Shackને જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં Apple કમ્પ્યુટર સિસ્ટમ ડેવલપમેન્ટે મોટી ભૂમિકા ભજવી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top