આ દેશે રશિયાને આપ્યું ખુલ્લું સમર્થન; દુનિયાને પણ આપી ચેતવણી, કહ્યું -'રશિયાએ કોઈ ભૂલ કરી નથી ત

આ દેશે રશિયાને આપ્યું ખુલ્લું સમર્થન; દુનિયાને પણ આપી ચેતવણી, કહ્યું -'રશિયાએ કોઈ ભૂલ કરી નથી તેથી...'

09/26/2022 World

SidhiKhabar

SidhiKhabar

આ દેશે રશિયાને આપ્યું ખુલ્લું સમર્થન; દુનિયાને પણ આપી ચેતવણી, કહ્યું -'રશિયાએ કોઈ ભૂલ કરી નથી ત

વર્લ્ડ ડેસ્ક : રશિયા યુક્રેન યુદ્ધ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું. આ દરમિયાન યુગાન્ડાના એક સૈન્ય કમાન્ડરે ખુલ્લેઆમ રશિયાનું સમર્થન કર્યું છે. આ સૈન્ય અધિકારી પણ કોઈ સામાન્ય નથી કારણ કે આ વ્યક્તિ યુગાન્ડાના રાષ્ટ્રપતિ સાથે સંબંધિત છે. સૈન્ય કમાન્ડર મુહુજી કેનેરુગાબાએ કહ્યું છે કે રશિયાએ કોઈ ભૂલ કરી નથી તેથી તેને કોઈ દેશથી ડરવાની જરૂર નથી. તેમણે કહ્યું છે કે રશિયા પર હુમલો આફ્રિકા પર હુમલો માનવામાં આવશે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો.


મોટું નિવેદન ટ્વીટ કર્યું

સૈન્ય કમાન્ડર કેનેરુગાબાએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે રાષ્ટ્રપતિ પુતિને પરમાણુ યુદ્ધની ધમકી આપવાની જરૂર નથી. અમે તેમને સાંભળીએ છીએ. રશિયા પર હુમલો એટલે આફ્રિકા પર હુમલો! સર્ગેઈ લવરોવ જુલાઈમાં આફ્રિકાની મુલાકાતે ગયા ત્યારે યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવેનીએ રશિયન વિદેશ મંત્રીને ખાતરી આપી હતી કે જો રશિયા ભૂલ કરશે તો અમે તેમને જણાવીશું. પરંતુ, જ્યારે તેણે કોઈ ભૂલ કરી નથી, ત્યારે આપણે તેની વિરુદ્ધ હોઈ શકીએ નહીં.


1999માં યુગાન્ડાની સેનામાં જોડાયા હતા

કેનેરુગાબા 1999માં યુગાન્ડાની સેનામાં જોડાયા હતા. જે બાદ વર્ષ 2021માં તેમને યુગાન્ડા પીપલ્સ ડિફેન્સ ફોર્સમાં કમાન્ડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે તે રાષ્ટ્રપતિ મુસેવેનીના પુત્ર છે. આવી સ્થિતિમાં રશિયા વિશેના તેમના નિવેદનને સીધું યુગાન્ડાનું  સત્તાવાર વલણ માનવામાં આવી રહ્યું છે. આ પહેલા યુગાન્ડામાં અગાઉની સરકારમાં પણ પશ્ચિમી દેશો કરતાં રશિયાને વધુ પ્રાધાન્ય આપવામાં આવતું હતું. રશિયા યુગાન્ડાને લશ્કરી શસ્ત્રો પણ પૂરા પાડે છે.


લોકમત સમયે મહત્વપૂર્ણ નિવેદન

કેનેરુગાબા દ્વારા આપવામાં આવેલ આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ડનિટ્સ્ક અને લુગાન્સ્ક પીપલ્સ રિપબ્લિક (ડીપીઆર અને એલપીઆર)માં લોકમત યોજાઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે ખેરસન અને ઝાપોરોઝયે રશિયાના નિયંત્રણમાં છે જ્યાં લોકોએ મતદાનમાં ભાગ લીધો હતો. એવી સંભાવના છે કે ટૂંક સમયમાં રશિયા તેમને પોતાના દેશનો ભાગ જાહેર કરી શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top