ક્રિકેટમાં ખતરનાક બેટ્સમેન કહેવાતા રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ તૂટ્યો; T20માં સૌથી વધુ રન બનાવ

ક્રિકેટમાં ખતરનાક બેટ્સમેન કહેવાતા રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ તૂટ્યો; T20માં સૌથી વધુ રન બનાવી આ ખેલાડીએ રોહિતને પાછળ છોડ્યો

07/28/2022 Sports

SidhiKhabar

SidhiKhabar

ક્રિકેટમાં ખતરનાક બેટ્સમેન કહેવાતા રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ તૂટ્યો; T20માં સૌથી વધુ રન બનાવ

સ્પોર્ટ્સ ડેસ્ક : ન્યૂઝીલેન્ડના ઓપનર માર્ટિન ગુપ્ટિલે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં રોહિત શર્માનો મોટો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે. માર્ટિન ગુપ્ટિલે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં રોહિત શર્મા જેવા ખતરનાક બેટ્સમેનને પાછળ છોડી દીધો છે.


આ બેટ્સમેને રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો

આ બેટ્સમેને રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો

સ્કોટલેન્ડ સામેની પ્રથમ T20 મેચ દરમિયાન ભારતીય કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડીને માર્ટિન ગુપ્ટિલ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો હતો. 35 વર્ષીય ગુપ્ટિલે 31 બોલમાં 40 રન બનાવ્યા અને આ દરમિયાન તેણે રોહિત શર્માને પાછળ છોડીને નવો રેકોર્ડ બનાવ્યો.


ટી20માં આને મોટો અપસેટ કર્યો

ટી20માં આને મોટો અપસેટ કર્યો

ગુપ્ટિલના ઓપનિંગ પાર્ટનર ફિન એલને પણ તેની પ્રથમ ટી20 સદી ફટકારી હતી. પ્રથમ બેટિંગ કરતા, તેણે 56 બોલમાં 101 રન બનાવ્યા અને ન્યૂઝીલેન્ડે પાંચ વિકેટે 225 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. જવાબમાં સ્કોટલેન્ડની ટીમ આઠ વિકેટે 157 રન જ બનાવી શકી હતી. ન્યુઝીલેન્ડ તરફથી ઈશ સોઢીએ 28 રનમાં ચાર અને માઈકલ સેન્ટનરે 23 રનમાં બે વિકેટ લીધી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top