તિહાડ જેલમાં 125 કેદી HIV પોઝિટિવ, જાણો કેવી રીતે અને ક્યારે થયા જીવલેણ બીમારીના શિકાર

તિહાડ જેલમાં 125 કેદી HIV પોઝિટિવ, જાણો કેવી રીતે અને ક્યારે થયા જીવલેણ બીમારીના શિકાર

07/27/2024 National

SidhiKhabar

SidhiKhabar

તિહાડ જેલમાં 125 કેદી HIV પોઝિટિવ, જાણો કેવી રીતે અને ક્યારે થયા જીવલેણ બીમારીના શિકાર

દિલ્હીની તિહાડ જેલ (જેમાં તિહાડ, રોહિણી, મંડોલી ત્રણ જેલ આવે છે) થી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અહીં 125 કેદીઓ HIV પોઝિટિવ મળી આવ્યા છે. જો કે, HIV પોઝિટિવ કેદીઓ નવા નથી. તો 200 કેદીઓને સિલ્ફિસની બિમારી છે. હાલમાં જ 10500 કેદીઓની મેડિકલ સ્ક્રીનિંગ કરાવવામાં આવી, જેમાં આ માહિતી સામે આવી છે. આ જેલોમાં લગભહ 14000 કેદીઓ છે. તિહાડ જેલમાં સમય સમય પર કેદીઓની મેડિકલ તપાસ કરાવવામાં આવે છે, તાજેતરમાં જ નવા DG સતીશ ગોલચાએ તિહાડ જેલનો ચાર્જ સંભાળ્યા બાદ મે અને જૂનમાં 10500 કેદીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું. આ કેદીઓ પર HIV ટેસ્ટ કરવામાં આવ્યું હતું, જેમાંથી 125 કેદીઓના HIV પોઝિટિવ મળી આવ્યા.


ક્યારે કેદી થયા HIV પોઝિટિવ?

ક્યારે કેદી થયા HIV પોઝિટિવ?

નોંધનીય બાબત એ છે કે આ કેદીઓને તાજેતરમાં એઇડ્સ થયો નથી, પરંતુ અલગ-અલગ સમયે અને આ કેદીઓ બહારથી જેલમાં આવ્યા એ સમયે પણ તેમનું મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યું, ત્યારે પણ તેઓ HIV પોઝિટિવ હતા. જેલમાં આવતા અગાઉ મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે, ત્યારથી તે AIDSનો શિકાર હતા. હવે ફરી જ્યારે મસ્ટીપલ કેદીઓનું ચેકઅપ થયું ત્યારે માત્ર આ જ 125 કેદીઓ જ AIDSનો શિકાર હોવાનું જણવા મળ્યું.


મહિલા કેદીઓનું થયું સર્વાઇકલ કેન્સર ટેસ્ટ

મહિલા કેદીઓનું થયું સર્વાઇકલ કેન્સર ટેસ્ટ

આ સિવાય 10500 કેદીઓમાંથી 200 કેદીઓને સિલ્ફિસની બીમારી એટલે કે સ્કિન ઇન્ફેક્શન છે. આ તમામ કેદીઓમાં TBનો કોઇ કેસ પોઝિટિવ આવ્યો નથી. તિહાડ જેલના પ્રોટેક્ટિવ સર્વે વિભાગે AIIMS અને સફદરજંગ હૉસ્પિટલ સાથે મળીને મહિલા કેદીઓ માટે સર્વાઈકલ કેન્સર ટેસ્ટ કરાવ્યું હતું. આ ટેસ્ટ એટલા માટે કરવામાં આવે છે કેમ કે મહિલાઓમાં સર્વાઇકલ કેન્સર થવાની શક્યતાઓ હોય છે. આ ટેસ્ટ સાવચેતી રૂપે કરાવવામાં આવે છે, જેથી જો કોઈનું સર્વાઈકલ કેન્સર ટેસ્ટ પોઝિટિવ નીકળે તો તેને શરૂઆતમાં જ સારી સારવાર આપી શકાય. એવું નથી કે આ ટેસ્ટ પોઝિટિવ આવતા જ કેન્સર ડિટેક્ટ થઈ જાય છે. બસ એ ખબર પડી જાય છે કે સર્વાઇકલ કેન્સરના ચાન્સ થઇ શકે છે, તો સમય પપ ટેસ્ટ કરાવીને સારવાર કરાવી શકાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top