RBIએ CRRમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો, આર્થિક વૃદ્ધિને વેગ મળશે, પરંતુ EMI...

RBIએ CRRમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો, આર્થિક વૃદ્ધિને વેગ મળશે, પરંતુ EMI...

12/06/2024 Business

SidhiKhabar

SidhiKhabar

RBIએ CRRમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો, આર્થિક વૃદ્ધિને વેગ મળશે, પરંતુ EMI...

RBI MPC Meeting: દેશની આર્થિક વૃદ્ધિની ગતિ ધીમી પડ્યા બાદ RBIએ મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. RBIએ કેશ રિઝર્વ રેશિયો (CRR) 4.50 ટકાથી ઘટાડીને 4 ટકા કર્યો છે. આ નિર્ણય બેન્કિંગ સિસ્ટમમાં તરલતા વધારવામાં મદદ કરશે, જેથી બેન્કો વૃદ્ધિને વેગ આપવા માટે વધુને વધુ લોનનું વિતરણ કરી શકશે.

RBIના આ નિર્ણયથી 1.16 લાખ કરોડ રૂપિયાની રોકડ વધારવામાં મદદ મળશે. જોકે RBIએ મોંઘી EMIમાંથી રાહત આપી નથી. સેન્ટ્રલ બેંકે તેના પોલિસી રેટ એટલે કે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. રેપો રેટ 6.50 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. ફેબ્રુઆરી 2023 થી રેપો રેટમાં કોઈ ફેરફાર થયો નથી.


RBIએ CRR ઘટાડ્યો

RBIએ CRR ઘટાડ્યો

RBI ગવર્નર શક્તિકાંત દાસે કેશ રિઝર્વ રેશિયોમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. CRR 4.50 ટકાથી ઘટાડીને 4 ટકા કરવામાં આવ્યો છે. કેશ રિઝર્વ રેશિયોમાં ઘટાડો 2 તબક્કામાં લાગૂ કરવામાં આવશે. તેનાથી બેંકિંગ સિસ્ટમમાં 1.16 લાખ કરોડ રૂપિયાની વધારાની રોકડ આવશે.

RBIની મોનેટરી પોલિસી કમિટીની 3 દિવસીય બેઠક 4 ડિસેમ્બરે શરૂ થઈ હતી અને આ બેઠકમાં લેવાયેલા નિર્ણયોની આજે જાહેરાત કરવામાં આવી છે. RBI ગવર્નરે કહ્યું કે, અમારો ઉદ્દેશ્ય ફુગાવાને અંકુશમાં રાખવાનો અને વૃદ્ધિને જાળવી રાખીને કિંમતોને સ્થિર રાખવાનો છે. કિંમતોને સ્થિર રાખવી સૌથી મહત્ત્વપૂર્ણ છે, પરંતુ તેની સાથે જ વૃદ્ધિ જાળવી રાખવી પણ મહત્ત્વપૂર્ણ છે અને આ RBI એક્ટમાં પણ કહેવામાં આવ્યું છે.


શહેરો અને વિસ્તારોમાં માગ ઘટી રહી છે

શહેરો અને વિસ્તારોમાં માગ ઘટી રહી છે

GDP ગ્રોથ રેટમાં ઘટાડા અંગે RBI ગવર્નરે કહ્યું કે, આર્થિક વિકાસ દરમાં ઘટાડાનું કારણ ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ઔદ્યોગિક વૃદ્ધિ 7.2 ટકા હતી, જે બીજા ક્વાર્ટરમાં ઘટીને 2.1 ટકા થઈ ગઈ છે. મેન્યૂફેક્ચરિંગ ગ્રોથ રેટ ઘટ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં માગ વધી છે, પરંતુ શહેરી વિસ્તારોમાં માગ ઘટી રહી છે.

RBIએ તેના વિકાસ દરના અંદાજમાં ઘટાડો કર્યો છે. નાણાકીય વર્ષ 2024-25માં, RBIએ GDP વૃદ્ધિ દર 6.6 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે, જે અગાઉ 7.2 ટકા હતો. RBIએ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર માટે GPP વૃદ્ધિ દર 6.6 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 6.8 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top