6 વર્ષ બાદ જિનપિંગને મળ્યા ટ્રમ્પ, કરી દીધી મોટી જાહેરાત, શું અમેરિકા-ચીન વચ્ચે ટેરિફનો મામલો ઉકેલાઈ ગયો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની આખરે મુલાકાત થઈ ગઈ. ટ્રમ્પ અને જિનપિંગ ગુરુવારે દક્ષિણ કોરિયાના બુસાનમાં મળ્યા હતા. બંને છેલ્લી વખત વર્ષ 2019માં મળ્યા હતા અને 6 વર્ષ બાદ આ પહેલી મુલાકાત છે. ટ્રમ્પે મુલાકાત બાદ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘અમે અગાઉ પણ ઘણી બાબતો પર સહમત થઈ ચૂક્યા છીએ અને અત્યારે પણ ઘણા મુદ્દાઓ પર વાત બનશે.’
PTIના અહેવાલ મુજબ, ટ્રમ્પે કહ્યું કે, ‘ચીનના ખૂબ જ ખાસ અને આદરણીય રાષ્ટ્રપતિ સાથે અમારી વાતચીત થવાની છે. મારું માનવું છે કે અમે ઘણી બાબતો પર ઘણી વાતો પર સહમત થઈ ચૂક્યા છે અને અમે કેટલીક વધુ બાબતો પર સહમતિ બનાવીશું. રાષ્ટ્રપતિ શી જિનપિંગ એક મહાન દેશના મહાન નેતા છે અને મારું માનવું છું કે અમારી વચ્ચે લાંબા ગાળાના સારા સંબંધો રહેશે. તેમની સાથે મુલાકાત કરવી સન્માનની વાત છે.’
રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને શી જિનપિંગની મુલાકાત એવા સમયે થઈ જ્યારે બંને દેશો વચ્ચે લાંબા સમયથી ટેરિફ વૉર ચાલી રહ્યું છે. જો કે, હવે આશા છે કે ચીન અને અમેરિકા વચ્ચે ટેરિફનો મામલો ઉકેલાઈ શકે છે. ટ્રમ્પે કહ્યું કે, ‘આજે એક વેપાર કરાર પર હસ્તાક્ષર થઈ શકે છે.’ ટ્રમ્પે ચીન પર ટેરિફ વધાર્યા બાદ, શી જિનપિંગે તેની પાસેથી સોયાબીન ખરીદવાનું બંધ કરી દીધું, જેનાથી અમેરિકન ખેડૂતોને નુકસાન થઈ રહ્યું હતું. ટેરિફની અસર ઓવર ઓલ ટ્રેડ પર પડી રહી હતી. જોકે, હવે તેમના સંબંધોમાં નરમાશ આવી શકે છે.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકા સાથેના સંબંધો પર પણ ચર્ચા કરી. તેમણે ટ્રમ્પ માટે કહ્યું કે, ‘હું તમારી સાથે કામ કરવા તૈયાર છું. આપણા બંને દેશો એક-બીજાને સફળ થવામાં મદદ કરી શકે છે. આનાથી આપણા બંને માટે પ્રગતિ થશે. હું ચીન-અમેરિકા સંબંધો માટે મજબૂત પાયો બનાવવા માટે કામ કરવાનું ચાલુ રાખવા માટે તૈયાર છું.’
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp