સ્પાઈડર મેન બનીને ફ્લેટમાં ચોરી કરતા ચોરની ધરપકડ, એક જ સોસાયટીમાં 3 જગ્યાએ હાથ સાફ કર્યા

સ્પાઈડર મેન બનીને ફ્લેટમાં ચોરી કરતા ચોરની ધરપકડ, એક જ સોસાયટીમાં 3 જગ્યાએ હાથ સાફ કર્યા

10/30/2025 National

SidhiKhabar

SidhiKhabar

સ્પાઈડર મેન બનીને ફ્લેટમાં ચોરી કરતા ચોરની ધરપકડ, એક જ સોસાયટીમાં 3 જગ્યાએ હાથ સાફ કર્યા

ચોરીની ઘટનાઓ વિષે અવારનવાર સમાચાર સામે આવતા રહેતા હોય છે. ચોર મોટાભાગે બંધ ઘરને ટારગેટ કરતા હોય છે અને બંધ ઘરમાં રહેલી કિંમતી વસ્તુઓ-રોકડ લઈને રફુચક્કર થઈ જતાં હોય છે. અમદાવાદની સોલા પોલીસે દિવાળી વેકેશનમાં બંધ ઘરમાં ચોરી કરનાર એક ચોરની ધરપકડ કરી છે. તેની મોડસ ઓપરેન્ડી જાણીને તમે પણ ચોંકી જશો.


પોલીસે ચોર પાસેથી કુલ 6.34 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

પોલીસે ચોર પાસેથી કુલ 6.34 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

દિવાળીની રજાઓમાં ઘર બંધ કરીને બહાર ગયેલા પરિવારોના ઘરમાં હાથ સાફ કરનાર શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ચોરે એક જ મોડસ ઓપરેન્ડીથી 3 ઘરમાંથી કુલ 8.95 લાખ રૂપિયાની ચોરી કરી હતી. ફ્લેટની સીડીમાં બાથરૂમના વેન્ટિલેશન પાસેના નાના દરવાજામાંથી એન્ટ્રી લઈને ઘરમાં ઘૂસીને આરોપીએ ચોરી કરી હતી. સોલા પોલીસે ચોરને ઝડપી પાડ્યો છે. ચોર અહીં જ લાંબા સમયથી સફાઈકામ કરતો હતો. પોલીસે ચોર પાસેથી કુલ 6.34 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મૂળ ઊંઝાના ઉનાવાનો રહેવાસી અરવિંદભાઈ પટેલ ગોતા વંદેમાતરમ્ રોડ પર શ્રીફળ એપાર્ટમેન્ટમાં રહે છે અને તેમની જાસપુરમાં પેવર બ્લોક બનાવવાની ફેક્ટરી છે. દિવાળીનો તહેવાર હતો એટલે અરવિંદભાઈ 21 ઓક્ટોબરે પરિવારજનો સાથે વતન ગયા હતા. 26 ઓક્ટોબરે પરત ફર્યા ત્યારે તેમના બાથરૂમનો દરવાજો ખૂલ્લો હતો અને તેના કાચ પણ તૂટેલા હતા. ઘરમાં તપાસ કરતા ચોર 6.10 લાખ રૂપિયાની કિંમતના 122 ગ્રામ સોનાના ઘરેણાં અને રોકડ સહિત કુલ 7.06 લાખ રૂપિયાની મતા ચોરી થઈ હતી. આ સાથે ફ્લેટમાં ભાડે રહેતા પીન્ટુભાઈ ચૌધરીના ઘરેથી પણ કુલ 24 હજાર રૂપિયા અને અન્ય મકાનમાંથી 1.65 લાખ રૂપિયાની ચોરી થઈ હતી.


ચાંદલોડિયા રેલવે ગરનાળા પાસેથી આરોપીની ધરપકડ

ચાંદલોડિયા રેલવે ગરનાળા પાસેથી આરોપીની ધરપકડ

સોલા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ કરતા કોઈ જાણભેદુ હોવાની થિયરી પર તપાસ કરી હતી. તપાસ દરમિયાન નિયમિત સફાઈકામ કરવા માટે આવતો યુવક જ ચોર નીકળ્યો હતો. સોલા પોલીસે સફાઈકર્મીની વિગતો મેળવીને ચાંદલોડિયા રેલવે ગરનાળા પાસેથી રાણીપના રહેવાસી 21 વર્ષીય આરોપી અલ્પેશને ઝડપી પાડી 6.34 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી છે. આરોપીએ આ સિવાય અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ અને તેની સાથે બીજા કોઈ સામેલ છે કે કેમ તે દિશામાં હાલ સોલા પોલીસે તપાસ શરૂ કરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top