આજથી PM નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે! વડોદરા એરપોર્ટથી કેવડીયા જશે, 500 નેતા-કાર્યકર્તાઓને...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના અવસર પર 31 ઓક્ટોબરના રોજ થનારા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે 30 અને 31 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે છે. તેઓ આજે સાંજે 4:00 વાગ્યે વડોદરા એરપોર્ટ પર પહોંચશે અને 15 મિનિટના ટૂંકા રોકાણ બાદ ત્યાંથી હેલિકોપ્ટર (અથવા હવામાન ખરાબ હોય તો માર્ગ દ્વારા) કેવડિયા જવા રવાના થશે. વડાપ્રધાન કેવડિયા સ્થિત સર્કિટ હાઉસના VVIP રૂમમાં રાત્રિ રોકાણ કરશે, જેને કારણે સુરક્ષા માટે SPG તૈનાત કરવામાં આવી છે.
કેવડિયા પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદી સર્કિટ હાઉસના VVIP રૂમમાં રાત્રિ રોકાણ કરશે. તેમના રોકાણને ધ્યાનમાં રાખીને, સુરક્ષાના કારણોસર હાલમાં સર્કિટ હાઉસને ખાલી કરી દેવામાં આવ્યું છે અને ત્યાં SPG (સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ) તૈનાત કરી દેવામાં આવી છે. 31 ઓક્ટોબરના રોજ કેવડિયામાં કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન મોદી ફરી વડોદરા એરપોર્ટ પર આવશે અને ત્યાંથી નવી દિલ્હી જવા માટે રવાના થશે.
આ કાર્યક્રમમાં વડોદરા શહેર ભાજપના નેતાઓ અને કાઉન્સિલરો સહિત લગભગ 500 જેટલા કાર્યકરો અને નેતાઓ પણ હાજર રહેશે. 31 ઓક્ટોબરે એકતાનગર ખાતે પ્રજાસત્તાક દિવસની પેટર્ન પર 16 કન્ટીજન્ટ્સ અને 100 હેરાલ્ડિંગ સદસ્યો સાથે ભવ્ય 'મુવિંગ પરેડ' યોજવામાં આવશે. આગામી 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી છે ત્યારે એકતાનગર -કેવડિયા કોલોની ખાતે યોજાનારી રાષ્ટ્રીય એકતા પરેડ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેવાના છે. આજે સાંજે જ કોર્પોરેટરો અને વડોદરા શહેર ભાજપ પ્રમુખ સહિતના હોદ્દેદારો અને નેતાઓ ખાનગી લક્ઝરી બસમાં કેવડિયા પહોંચી જશે.
નવી દિલ્હીમાં દર વર્ષે પ્રજાસત્તાક દિવસ 26મી જાન્યુઆરીએ યોજાતી પરેડની પેટર્ન પર જ આ વર્ષે 31 ઓક્ટોબરે એકતાનગર ખાતે મૂવિંગ પરેડ યોજવામાં આવશે. રાષ્ટ્રીય એકતા દિવસની આ પરેડમાં BSF, CISF, ITBP, CRPF, SSB, J&K, પંજાબ, આસામ, ત્રિપુરા, ઓડિશા, છત્તીસગઢ, કેરળ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને NCC મળીને કુલ 16 કન્ટીજન્ટ્સ સહભાગી થશે. એટલું જ નહિં ઓપરેશન સિંદૂરના BSFના 16 પદક વિજેતા અને CRPFના પાંચ શૌર્ય ચક્ર વિજેતા બહાદુર જવાનો પણ આ પરેડમાં ખુલ્લી જીપ્સીમાં જોડાશે. આ પરેડનું નેતૃત્વ વિવિધ રંગબેરંગી વેશભૂષા અને અલગ-અલગ વાજિંત્રો સાથે હેરાલ્ડીંગ ટીમના 100 જેટલા સદસ્યો કરવાના છે.
એકતા પરેડમાં કર્ણપ્રિય સુરાવલિઓ રેલાવતા 9 બેન્ડ કન્ટીજન્સ પણ જોડાવાના છે. ઉપરાંત રાજ્યકક્ષાએ વિજેતા થયેલા ગુજરાતના બે સ્કૂલ બેન્ડ તથા રાષ્ટ્રીય કક્ષાએ આયોજિત સ્કૂલબેન્ડ સ્પર્ધામાં વિજેતા બે સ્કૂલ બેન્ડ મળીને ચાર સ્કૂલ બેન્ડ દ્વારા બેન્ડ ડિસ્પ્લે પણ થવાના છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp