મોટો અકસ્માત! 22 લોકોથી ભરેલી નાવ પલટી; 13 લોકોને સુરક્ષિત બચવાયા, 8 લોકો હજી પણ ગુમ

મોટો અકસ્માત! 22 લોકોથી ભરેલી નાવ પલટી; 13 લોકોને સુરક્ષિત બચવાયા, 8 લોકો હજી પણ ગુમ

10/30/2025 National

SidhiKhabar

SidhiKhabar

મોટો અકસ્માત! 22 લોકોથી ભરેલી નાવ પલટી; 13 લોકોને સુરક્ષિત બચવાયા, 8 લોકો હજી પણ ગુમ

ઉત્તર પ્રદેશના બહરાઇચમાં બુધવારે સાંજે એક મોટી દુર્ઘટના બની હતી જ્યારે ગેરુઆ નદીમાં એક નાવ પલટી ગઈ હતી, જેમાં 22 લોકો ડૂબવા લાગ્યા હતા. 13 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે 8 લોકો અત્યારે પણ ગુમ છે. SDRF અને NDRFની ટીમો બચાવ કામગીરીમાં કરી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ ઘટનાની નોંધ લીધી છે.


ઝાડ સાથે અથડાયા બાદ હોડી પલટી ગઈ

ઝાડ સાથે અથડાયા બાદ હોડી પલટી ગઈ

બહરાઇચના સુજૌલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ગેરુઆ નદીમાં આ ઘટના બની હતી. અહેવાલો અનુસાર,આ ઘટના ત્યારે બની જ્યારે ગ્રામજનોનાવથી લખીમપુર ખીરીના ખૈરટિયા બજારથી ભરથાપૂર પોતાના ઘરે જઇ રહ્યા હતા. નાવ અચાનક ઝાડ સાથે અથડાઈને અનિયંત્રિત થઈ ગઈ અને પલટી ગઈ, ત્યારબાદ આશરે 22 લોકો ડૂબવા લાગ્યા હતા.

ઘટનાની જાણ થતા જ, સ્થાનિક ગામના તરવૈયાઓએ 13 લોકોને સુરક્ષિત રીતે બચાવ્યા, જ્યારે વહીવટીતંત્રે બાકીના 8 લોકોને શોધવા માટે NDRF અને SDRFની ટીમોને નદીમાં તૈનાત કરી.


એક મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને એક મહિલાનું શબ મળ્યું

એક મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને એક મહિલાનું શબ મળ્યું

નેપાળમાં નીકળીને ઉત્તર પ્રદેશના મેદાનોમાંથી વહેતી ગેરુઆ નદી ખૂબ જ ઊંડી છે. આના કારણે બચાવ ટીમો માટે ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. નદીમાંથી બહાર કાઢવામાં આવેલી એક મહિલાની હાલત ગંભીર છે અને તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

મુખ્ય વિકાસ અધિકારી મુકેશ ચંદ્રાએ જણાવ્યું હતું કે, ઘટનાની માહિતી સશસ્ત્ર સીમા સુરક્ષા દળ અને સ્થાનિક તરવૈયાઓએ બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું અને NDRF અને SDRFને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો.

રામજૈયા નામની 60 વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે તો ગુમ થયા છે તેમની ઓળખ નાવિક મિહિલાલ યાદવ, (ઉંમર 38 વર્ષ), શિવાનંદન મૌર્ય (ઉંમર 50 વર્ષ), સુમન (ઉંમર 28 વર્ષ), સોહની ઉંમર 5 વર્ષ), શિવમ (ઉંમર આશરે 9), રામજૈયાના બે પૌત્રો અનુક્રમે 7 અને 10 વર્ષ તરીકે થઈ છે, જેમાં એક 5 વર્ષીય છોકરીનો પણ સમાવેશ થાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top