અમેરિકન ગૃહ વિભાગે પ્રવાસી શ્રમિકો ના એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન ડોક્યૂમેન્ટ્સ (EADs)ને આપમેળે લંબાવવાનો ઇનકાર કર્યો છે. આ પગલાથી હજારો વિદેશી કર્મચારીઓ, ખાસ કરીને ભારતીયો પર અસર થશે, આ લોકો માઈગ્રેંટ વર્કફોર્સનો નોંધપાત્ર હિસ્સો છે.
વિભાગે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘30 ઓક્ટોબર, 2025 (ગુરુવાર)ના રોજ અથવા ત્યારબાદ તેમના EADsના નવીકરણ માટે અરજી કરનારા વિદેશીઓને હવે આપમેળે એક્સ્ટેંશન નહીં મળે. આનો અર્થ એ છે કે 3 ઓક્ટોબર પહેલા આપમેળે લંબાવવામાં આવેલા EADsને અસર થશે નહીં. ટ્રમ્પ વહીવટીતંત્રે જણાવ્યું હતું કે નવો નિયમ જાહેર સલામતી અને રાષ્ટ્રીય સુરક્ષાને સુરક્ષિત રાખવા માટે પરીક્ષણ અનેસ્ક્રિનિંગને પ્રાથમિકતા આપે છે.
આ તાજેતરના પગલું બાઈડેન વહીવટીતંત્રનો નિયમને ખતમ કરી રહ્યું છે જે ઇમિગ્રન્ટ્સને તેમની વર્ક પરમિટ સમાપ્ત થયા બાદ 540 દિવસ સુધી અમેરિકામાં કામ કરવાની શરત સાથે મંજૂરી આપે છે,જેમ કે:
રિન્યૂઅલ એપ્લીકેશન સમયસર દાખલ કરી હોય.
તેમની EAD શ્રેણી ઓટોમેટિક રિન્યૂયલ માટે પાત્ર છે.
ઇમિગ્રન્ટની વર્તમાન EAD શ્રેણી રસીદ સૂચના પર સૂચિબદ્ધ ‘પાત્રતા શ્રેણી’ અથવા ‘વિનંતી કરેલ શ્રેણી’ સાથે મેળ ખાતી હોય.
અમેરિકન ગૃહ સુરક્ષા વિભાગના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘આ નિયમમાં કેટલાક મર્યાદિત અપવાદો છે, જેમાં કાયદા દ્વારા અથવા TPS-સંબંધિત રોજગાર દસ્તાવેજો માટે ફેડરલ રજિસ્ટર સૂચનાઓ દ્વારા આપવામાં આવેલા વિસ્તરણનો સમાવેશ થાય છે.’
આમાં પ્રવાસી શ્રમિકોની પૃષ્ઠભૂમિની વધુ વખત સમીક્ષાઓ હાથ ધરવાનો સમાવેશ થાય છે. સરકારનું માનવું છે કે આ તેનાથી નાગરિકતા અને ઇમિગ્રેશન સેવાઓ (USCIS)માં છેતરપિંડી અટકાવવામાં અને સંભવિત હાનિકારક ઇરાદા ધરાવતા એલિયન્સને શોધવામાં મદદ મળશે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘ કોઈ વિદેશી EAD રિન્યૂયલ અરજી ફાઇલ કરવા માટે જેટલો લાંબો સમય રાલગાવશે, તેટલી જ તેમની રોજગાર અધિકૃતતા અથવા દસ્તાવેજો અસ્થાયી રૂપે સમાપ્ત થવાની શક્યતા વધુ હશે.’
EAD (ફોર્મ I-766/EAD) હોવું એ સાબિત કરવાનો એક માર્ગ છે કે વ્યક્તિ ચોક્કસ સમયગાળા માટે અમેરિકામાં કામ કરવા માટે અધિકૃત છે. કાયમી રહેવાસીઓને EAD માટે અરજી કરવાની જરૂર નથી.
ગ્રીન કાર્ડ (ફોર્મ I-551, કાયમી નિવાસી કાર્ડ)એ રોજગાર અધિકૃતતાનો પુરાવો છે. બિન-ઇમિગ્રન્ટ સ્થિતિ (H-1B, L-1B, O, અથવા P) ધરાવતા વ્યક્તિઓને પણ આ દસ્તાવેજની જરૂર નથી.