Trump Reciprocal Tariff: ટ્રમ્પના આ પગલાથી ભારતમાં બનતા iPhoneની ‘બેટરી ડાઉન’? Appleને મોટો ઝાટકો લાગવાની શક્યતા!
Donald Trump Reciprocal Tariff: જો આપણે સાદી ભાષામાં રેસિપ્રોકલ ટેરિફનો અર્થ સમજીએ તો તેનો અર્થ એ થયો કે અમેરિકા હવે ભારતમાંથી આવતા ઉત્પાદનો પર એ જ ટેરિફ લાદશે જે રીતે ભારત અમેરિકાથી આવતા ઉત્પાદનો પર લાદે છે. ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તેઓ 2 એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાદવા જઈ રહ્યા છે. ટ્રમ્પના આ નિર્ણયની અસર એપલ પર પડી શકે છે કારણ કે ભારતની ઈલેક્ટ્રોનિક ઉત્પાદનોની નિકાસ આવકમાં Apple iPhoneનો હિસ્સો લગભગ 70 ટકા છે!
એપલ પર ડોનાલ્ડ ટ્રમ્પના પારસ્પરિક ટેરિફની શું અસર થશે તે સમજતા પહેલા એ સમજો કે ભારત સરકાર મોબાઈલ ફોન પર કેટલી ટેરિફ લાદે છે? સરકાર મોબાઈલ ફોન પર 10 થી 25 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી લાદે છે.
મતલબ કે હવે ડોનાલ્ડ ટ્રમ્પ પણ આવું જ કરશે અને ભારતમાં બનેલા આઇફોન પર 10 થી 25 ટકા ટેરિફ લગાવશે જેની નિકાસ વૈશ્વિક બજારમાં અને અમેરિકામાં પણ થાય છે. આવી સ્થિતિમાં ડોનાલ્ડ ટ્રમ્પનો આ નિર્ણય એપલને મોટો ઝટકો આપી શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર 10 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, આવી સ્થિતિમાં ભારતમાં બનેલા iPhones ચીનમાં બનેલા મોડલ કરતાં મોંઘા થઈ જશે, જેના કારણે Apple સહિત અન્ય કંપનીઓને ભારતમાં ઉત્પાદન કરવું અને પછી માલની નિકાસ કરવી ફાયદાકારક નહીં રહે.
એપલ હાલમાં ભારતમાં ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોની નિકાસ કરતી સૌથી મોટી કંપની છે. વૈશ્વિક બજારમાં અને અમેરિકામાં ઉત્પાદનો વેચવા માટે Apple ભારતમાં iPhones બનાવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એપલ સિવાય સેમસંગ અને મોટોરોલા જેવી હેન્ડસેટ કંપનીઓ પણ ભારતમાં ઉત્પાદનો બનાવે છે અને તેની નિકાસ કરે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp