વર્લ્ડ કપમાં ભારતીય ટીમની હારથી દુઃખી કાકા-ભત્રીજાએ કરાવી લીધું મુંડન
ICC વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમે ભારતીય ટીમને હરાવી દીધી. આ હારથી ભારતીય ફેન્સમાં ખૂબ નિરાશા છવાઈ છે. લોકો પોત પોતાની રીતે દુઃખ અને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં એક કાકા અને ભત્રીજાએ ભારતીય ટીમની હાર બાદ મુંડન કરાવી દીધું. ફાઇનલમાં ભારતીય ટીમની હાર બાદ કાકા-ભત્રીજાની જોડીએ મુંડન કરાવીને પોતાની નિરાશા વ્યક્ત કરી. ભત્રીજાનું નામ ગોવિંદ સિંહ અને તેમના કાકાનું નામ માણિક સિંહ છે. બંને સિલિગુડી પાસે અથારોખાઈ ગ્રામ પંચાયતન પૂર્વી રંગિયા સીસાબાડીના રહેવાસી છે.
રવિવારે રમાયેલી ફાઇનલ મેચમાં જ્યારે ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને હરાવી તો કરોડો ફેન્સની જેમ માણિક અને ગોવિંદનું દિલ પણ તૂટી ગયું. ત્યારબાદ તેમણે દુઃખ વ્યક્ત કરવા માટે રાત્રે જ પોતાના માથાનું મુંડન કરાવી લીધું. બંનેના મુંડનનો વીડિયો પણ સામે આવ્યો છે. તેમાં તેઓ કહે છે કે ભારતીય ટીમની હારથી તેઓ ખૂબ દુઃખી છે. એટલે તેઓ બધા સામે પોતાનું મુંડન કરાવી રહ્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp