આ રાશિના લોકોએ ભૂલથી પણ ન પહેરવું જોઈએ સોનુ, દુઃખોથી ભરાઈ જશે જીવન
જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહના અશુભ પ્રભાવને ઓછો કરવા અને શુભ પ્રભાવને વધારવા માટે રત્ન પહેરવાની સલાહ આપવામાં આવે છે. જો કુંડળીમાં કોઈ ગ્રહ કમજોર છે તો એ ગ્રહ સબંધિત રત્ન પહેરવો જોઈએ. દરેક રત્ન એક ગ્રહ સાથે જોડાયેલો છે. સામાન્ય રીતે લોકો સોનુ પહેરતા જોવા મળે છે. લોકો જ્યોતિષની સલાહ વગર ગોલ્ડ અથવા ડાયમંડ પહેરે છે
સોનાનો સબંધ બૃહસ્પતિ સાથે છે. સોનુ દરેક માટે શુભ નથી હોતું. જો જ્યોતિષની સલાહ વગર પહેરવામાં આવે તો ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કેટલીક રાશિઓ માટે સોનું પહેરવું શુભ હોતું નથી. તો ચાલો જાણીએ કઈ રાશિઓ પર સોનુ નકારાત્મક પ્રભાવ પાડી શકે છે.
મિથુન રાશિના લોકોએ સોનું ન પહેરવું જોઈએ. જો આ રાશિના લોકો સોનું પહેરે છે તો તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેમજ જીવનમાં ઉતાર-ચઢાવ આવી શકે છે.
કુંભ રાશિના લોકો માટે સોનું શુભ માનવામાં આવતું નથી. જો આ રાશિના લોકો કોઈની સલાહ વગર સોનું પહેરે છે તો તેમને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સાથે જ જો કુંડળીમાં ગુરુની સ્થિતિ ખરાબ હોય તો ભૂલથી પણ સોનું ન પહેરવું જોઈએ.
વૃષભ રાશિના જાતકોએ જો તેમની કુંડળીમાં ગુરુની સ્થિતિ નબળી હોય તો સોનું પહેરવાનું ટાળવું જોઈએ. એવું માનવામાં આવે છે કે સોનું પહેરવાથી વ્યક્તિ માનસિક ત્રાસ આપે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે SidhiKhabar.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp