વાપી પોલીસે પકડ્યો કરોડપતિ ચોર, લક્ઝરી લાઇફસ્ટાઇલ જોઈને અધિકારી હેરાન

વાપી પોલીસે પકડ્યો કરોડપતિ ચોર, લક્ઝરી લાઇફસ્ટાઇલ જોઈને અધિકારી હેરાન

07/06/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

વાપી પોલીસે પકડ્યો કરોડપતિ ચોર, લક્ઝરી લાઇફસ્ટાઇલ જોઈને અધિકારી હેરાન

વાપીમાં 1 લાખ રૂપિયાની ચોરીના કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે જ્યારે તપાસ કરી તો ચોરની લક્ઝરી લાઇફસ્ટાઇલ બાબતે જાણીને અધિકારી પણ હેરાન રહી ગયા. પોલીસનું કહેવું છે કે આરોપી રોહિત સોલંકી આલીશાન હૉટલોમાં રોકાતો હતો, ફ્લાઇટથી ટ્રાવેલ કરતો હતો. આરોપી રોહિત સોલંકી ઘણા રાજ્યોમાં ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે. ગયા મહિને રોહિત કનુભાઈ સોલંકીએ વાપીમાં 1 લાખ રૂપિયાની ચોરી કરી હતી. આ કેસમાં ફરિયાદ મળ્યા બાદ પોલીસ તપાસ કરી રહી હતી અને ચોરની શોધખોળ કરી રહી હતી.


રોહિતે 19 ચોરીની ઘટનાઓને અંજામ આપવાની વાત કબૂલી:

રોહિતે 19 ચોરીની ઘટનાઓને અંજામ આપવાની વાત કબૂલી:

આ કેસમાં પોલીસે રોહિતની ધરપકડ કરી. જ્યારે પોલીસે રોહિતની પૂછપરછ કરી તો ખબર પડી કે રોહિત ચોરીના પૈસાથી લક્ઝરી જિંદગી વિતાવી રહ્યો હતો. આરોપી રોહિતે 19 ચોરીની ઘટનાઓને અંજામ આપવાની વાત કબૂલી છે. તેમાં વલસાડમાં 3, સુરત, પોરબંદર, સેલવાસ અને મહારાષ્ટ્ર માં 1-1, તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં 2-2 ઘટનાઓને અંજામ આપ્યો.  આરોપી રોહિતે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં વધુ 6 ચોરીઓ કરવાની વાત પણ કબૂલી છે.


રોહિત ચોરી કરવા લક્ઝરી હૉટલમાં રોકાતો હતો

રોહિત ચોરી કરવા લક્ઝરી હૉટલમાં રોકાતો હતો

તેનો ઘણા રાજ્યોમાં ક્રાઇમ ઇતિહાસ છે. પોલીસને એ પણ ખબર પડી છે કે રોહિત સોલંકી મુસ્લિમ મહિલા સાથે લગ્ન માટે પોતાનું નામ બદલીને અરહાન રાખી લીધું હતું. તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે રોહિત સોલંકીએ મુંબઈના મુંબ્રા વિસ્તારમાં 1 કરોડ રૂપિયાથી વધુ કિંમતનો આલીશાન ફ્લેટ લીધો હતો, જેમાં તે રહેતો હતો. એ સિવાય તે ઓડી કારમાં ફરતો હતો. વલસાડ પોલીસે જણાવ્યું કે, રોહિત ચોરી કરવા માટે એક લક્ઝરી હૉટલમાં રોકાતો હતો, ફ્લાઇટથી ટ્રાવેલ કરતો હતો અને હૉટલ કેબ બુક કરીને આવતો-જતો હતો. ચોરી કરવા અગાઉ તે દિવસે સોસાયટીઓમાં જઈને રેકી કરતો હતો. આરોપી રોહિત મુંબઈના ડાન્સ બાર અને નાઈટ ક્લબમાં પાર્ટી કરવાનો શોખીન છે. તે નશાનો આદી પણ છે. તે દર મહિને 1.50 લાખ રૂપિયા ખર્ચ કરે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top