શું પોપ ફ્રાન્સિસના નિધન અગાઉ રડી રહી હતી વર્જિન મેરીની મૂર્તિ? જુઓ વાયરલ વીડિયો
પોપ ફ્રાન્સિસ હવે આ દુનિયામાં નથી રહ્યા. સમગ્ર વિશ્વમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ દરમિયાન, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પોપ ફ્રાન્સિસના મોતના થોડા દિવસો અગાઉ વર્જિન મેરીની મૂર્તિમાં ચમત્કાર જોવા મળ્યો હતો. કેટલાક કૅથલિકોનો દાવો છે કે તેમણે ઇસ્ટર પૂજા દરમિયાન વર્જિન મેરીની મૂર્તિને રડતી જોઈ હતી. આ કિસ્સો કોલંબિયાના અગુઆસ ક્લારસ શહેરનો છે. વેબસાઇટ મિરરના અહેવાલ મુજબ, આ લોકોનો દાવો છે કે આ ચમત્કાર સેન્ટ જોન યુડેસ પેરિશમાં સેવન વર્ડ્સના ઉપદેશ દરમિયાન થયો હતો. આ પ્રાર્થના દરમિયાન, ત્યાં સ્થાપિત વર્જિન મેરીની મૂર્તિની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા.
હવે એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે મૂર્તિ દેખાય છે અને લોકો કહી રહ્યા છે કે આ મૂર્તિની આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા. દાવાઓ અનુસાર, આ ઘટના પોપના મૃત્યુ અગાઉ સ્ટર સોમવારે સવારે 7:30 વાગ્યે બની હતી.
આ કથિત ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ થયો હતો અને તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ યુઝર્સ અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું કે આ એક સંકેત છે કે ભગવાનને માનવ દુષ્ટતા પસંદ નથી અને તેથી આપણી માતા શાંતિથી રડે છે. એક યુઝરે કહ્યું કે આ એક ચમત્કાર છે, કેટલું સુંદર છે.
એક યુઝરે કહ્યું કે તે વાસ્તવમાં રડી રહી છે, જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે તેને દુ:ખનો અનુભવ થાય છે, એટલે તે રડે છે. જોકે, આ કથિત ચમત્કાર અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. એવા માં, વીડિયોની પુષ્ટિ પણ થઈ શકતી નથી. આ સમાચાર પણ લોકોના દાવાઓના આધારે લખવામાં આવ્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp