Ismail Haniyeh: ઇઝરાયેલે જેને ઉડાવી દીધો, એ ઈસ્માઈલ હાનિયા કોણ હતો? કઈ રીતે બન્યો ઇઝરાયેલનો સૌથ

Ismail Haniyeh: ઇઝરાયેલે જેને ઉડાવી દીધો, એ ઈસ્માઈલ હાનિયા કોણ હતો? કઈ રીતે બન્યો ઇઝરાયેલનો સૌથી મોટો દુશ્મન બન્યો?

07/31/2024 World

SidhiKhabar

SidhiKhabar

Ismail Haniyeh: ઇઝરાયેલે જેને ઉડાવી દીધો, એ ઈસ્માઈલ હાનિયા કોણ હતો? કઈ રીતે બન્યો ઇઝરાયેલનો સૌથ

Who was Ismail Haniyeh: ઈરાનની રાજધાની તેહરાનમાં હમાસની રાજકીય પાંખના વડા ઈસ્માઈલ હાનિયાની હત્યા કરવામાં આવી છે. ઈઝરાયેલ પર ઈસ્માઈલ હાનિયાની હત્યાનો આરોપ છે. જો કે ઈઝરાયેલે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી. ઈસ્માઈલ હાનિયાને અમેરિકાએ 2018માં આતંકવાદી જાહેર કર્યો હતો. ગત 7 ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓએ ઇઝરાયેલ પર હુમલો કરીને સ્ત્રીઓ અને બાળકો સહિતના અનેક લોકોને મોતને ઘાટ ઉતાર્યા, અને અનેક મહિલાઓને બંદી બનાવી તેમજ બળાત્કારો અને નૃશંસ હત્યાઓને અંજામ આપ્યો, એ સમયે આ ઘટનાના સમાચાર અને વિઝ્યુઅલ્સ ટીવી ઉપર નિહાળી રહેલો ઈસ્માઈલ હાનિયા ખુશ થતો જોવા મળ્યો હતો. યહુદીઓના નૃશંસ હત્યાકાંડના સમાચારો જોઈને હાનિયાએ પોતાના સહયોગીઓ સાથે નમાઝ અદા કરી હતી, જેનો વિડીયો હાલ વાઈરલ થઇ રહ્યો છે.


જાણો કોણ હતા ઈસ્માઈલ હાનિયા

જાણો કોણ હતા ઈસ્માઈલ હાનિયા

ઈસ્માઈલ હાનિયા હમાસની રાજકીય પાંખના વડા હતા. 2006માં પેલેસ્ટિનિયન સામાન્ય ચૂંટણીમાં હમાસની જીત બાદ સંગઠનમાં હાનિયાનો પ્રભાવ વધવા લાગ્યો. તેમને ગાઝા પટ્ટીમાં પેલેસ્ટિનિયન ઓથોરિટીના વડા પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન, હાનિયાએ ઇજિપ્તથી ગાઝા પટ્ટીમાં આયાત થતા માલ પર ભારે ટેક્સ લાદીને તેની સંપત્તિમાં અનેકગણો વધારો કર્યો. 2014માં હમાસે તમામ વેપાર પર 20 ટકા ટેક્સની જાહેરાત કરી હતી. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ટેક્સના કારણે હમાસના 1,700 જેટલા ટોચના કમાન્ડર્સ કરોડપતિ બન્યા છે.

ગત વર્ષે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર થયેલા હુમલામાં પણ ઈસ્માઈલ હાનિયાએ મહત્વની ભૂમિકા ભજવી હતી અને આ જ કારણ હતું કે ઈસ્માઈલ હાનિયા ઈઝરાયેલના સુરક્ષા દળોના નિશાના પર હતો. ઈસ્માઈલ હાનિયા કતારમાં રહેતો હતો અને કહેવાય છે કે તે ત્યાં વૈભવી જીવન જીવતો હતો. તેણે પોતાની ઓફિસમાં ટીવી પર ઈઝરાયેલ પર 7 ઓક્ટોબરના હુમલાને જોયો હતો અને હુમલાને સમર્થન આપ્યું હતું. યહુદીઓના નૃશંસ હત્યાકાંડના સમાચારો જોઈને હાનિયાએ પોતાના સહયોગીઓ સાથે નમાઝ અદા કરી હતી, જેનો વિડીયો હાલ વાઈરલ થઇ રહ્યો છે.


ઈસ્માઈલ હાનિયા 90ના દાયકામાં હમાસ સાથે જોડાયો

ઈસ્માઈલ હાનિયા 90ના દાયકામાં હમાસ સાથે જોડાયો

ઈસ્માઈલ હાનિયાનો જન્મ 29 જાન્યુઆરી 1962ના રોજ ગાઝા પટ્ટીના શાતી શરણાર્થી શિબિરમાં થયો હતો. ગાઝા પટ્ટી હંમેશા ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે વિવાદનું કારણ રહી છે. આવી સ્થિતિમાં ગાઝા પટ્ટીમાં રહેતા ઈસ્માઈલ હાનિયાએ પેલેસ્ટાઈનને અલગ દેશ બનાવવાની ઈચ્છા વિકસાવી. ઈસ્માઈલ હાનિયાનો પરિવાર મોટો છે અને તેને 13 બાળકો હોવાનું કહેવાય છે. જો કે, તેના ત્રણ પુત્રો સહિત તેમના પરિવારના કેટલાક સભ્યો તાજેતરમાં ઇઝરાયેલના હુમલામાં માર્યા ગયા હતા.

ઈસ્માઈલ હાનિયા ગાઝાની ઈસ્લામિક યુનિવર્સિટીમાંથી આરબ સાહિત્યમાં સ્નાતક થયો અને યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન હમાસના સંપર્કમાં આવ્યો. ઈસ્માઈલ હાનિયા મુસ્લિમ બ્રધરહુડ સાથે પણ સંકળાયેલો હતો અને યુનિવર્સિટીમાં મુસ્લિમ બ્રધરહુડની વિદ્યાર્થી પરિષદનો વડો પણ હતો.તે 90ના દાયકામાં હમાસમાં જોડાયો. શરૂઆતમાં તે હમાસની કહેવાતી ‘સેવાકીય પ્રવૃત્તિઓ’ સાથે જોડાયો, અને બાદમાં હમાસની રાજકીય પાંખમાં જોડાયો. સમય જતાં હમાસમાં હાનિયાનું મહત્વ વધતું ગયું. 2006માં હમાસે ગાઝામાં યોજાયેલી ચૂંટણીમાં જીત મેળવી અને ઈસ્માઈલ હાનિયાને પેલેસ્ટિનિયન ઓથોરિટીનો વડાપ્રધાન બનાવવામાં આવ્યો. હાનિયાના વડા પ્રધાન બન્યા પછી, ગાઝામાં તેના હરીફ સંગઠન ફતાહ સાથે હમાસના મતભેદો વધ્યા અને 2007માં હિંસક સંઘર્ષ પછી, ફતાહને ગાઝા પટ્ટી છોડવી પડી અને ફતાહ પશ્ચિમ કાંઠે સીમિત થઈ ગઈ. ફતાહ ગાઝા છોડ્યા પછી, ગાઝામાં હમાસને પડકારવા માટે કોઈ બચ્યું ન હતું.

આ પછી હમાસ અને ઈઝરાયેલ વચ્ચે સંઘર્ષ વધ્યો. ઇસ્માઇલ હાનિયા છેલ્લા કેટલાક સમયથી હમાસ અને ફતહ વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હવે ઇસ્માઇલ હાનિયાના મૃત્યુથી હમાસને મોટો ફટકો પડ્યો છે અને તે ચોક્કસપણે ઇઝરાયેલના સુરક્ષા દળો માટે એક મોટી સફળતા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top