હાર્દિક, સંજુ અને વિરાટ ન પહોંચ્યા અમેરિકા, જાણો વર્લ્ડ કપની ભારતીય ટીમ સાથે કેમ ન જોડાયા

હાર્દિક, સંજુ અને વિરાટ ન પહોંચ્યા અમેરિકા, જાણો વર્લ્ડ કપની ભારતીય ટીમ સાથે કેમ ન જોડાયા

05/27/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

હાર્દિક, સંજુ અને વિરાટ ન પહોંચ્યા અમેરિકા, જાણો વર્લ્ડ કપની ભારતીય ટીમ સાથે કેમ ન જોડાયા

આગામી અઠવાડિયે એટલે કે 1 જૂનથી શરૂ થનાર T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમની પહેલી ટુકડી અમેરિકા માટે રવાના થઈ ગઈ છે. આ વર્લ્ડ કપ આ વખત અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝની મેજબાનીમાં રમાશે. ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ પોતાની પહેલી મેચ 5 જૂને આયરલેન્ડ વિરુદ્ધ રમશે. રમશે. પરંતુ આ અગાઉ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય ટીમની પહેલી ટુકડીમાં વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા સહિત કેટલાક ખેલાડી સામેલ નથી. આ બધા ખેલાડી પછી ટીમ સાથે જોડાશે. પહેલી ટુકડીમાં કેપ્ટ રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ સામેલ છે.


હાર્દિક-કોહલી અને સંજુ કેમ ન થયા રવાના?

હાર્દિક-કોહલી અને સંજુ કેમ ન થયા રવાના?

મીડિયા રિપોર્ટ મુજબ, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને સંજુ સેમસન ત્રણેય 31 મે સુધીમાં ભારતીય ટીમ સાથે જોડાશે. વિરાટ કોહલીએ વર્લ્ડ કપ અગાઉ બ્રેક લીધો છે. જ્યારે સંજુ સેમસનને UAEમાં કંઈક વ્યક્તિગત કામ છે. આ બંને હાર્દિક સાથે પછીથી ભારતીય ટીમ સાથે જોડાશે. આ T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમ પોતાની બીજી મેચ 9 જૂને પાકિસ્તાન વિરુદ્ધ રહશે. આ ગ્રુપમાં બંને સિવાય આયરલેન્ડ, કેનેડા અને USA પણ છે.


T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમ:

T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જાયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), શિવમ દૂબે, હાર્દિક પંડ્યા (ઉપકેપ્ટન), રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બૂમરાહ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, સંજુ સેમસન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ.

રિઝર્વ ખેલાડી: શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહમદ, આવેશ ખાન.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top