Netflixના મોહમાં મહિલાએ જે કર્યું, તેનાથી મોત સ્પર્શીને નીકળી ગઈ, પછી..
આજના સમયમાં લોકોને મોબાઈલ ફોનથી લઈને વેબસીરિઝ સુધીનો એવો નશો છે માનો તેમને બીજું કંઇ નજરે જ ન પડતું હોય. મોટા ભાગે મોબાઈલ, રીલ્સ અને ટી.વી.ના ચક્કરમાં મોટી ગરબડી અને એક્સિડેન્ટ સુધીના સમાચાર સામે આવતા રહે છે. ઘરોમાં લોકો ભોજન બનાવવાથી લઈને વૉશરૂમની અંદર સુધી મોબાઈલ લઈ જવાનું ચૂકતા નથી અને આ બધાના કારણે કેટલીક વખત મુશ્કેલી આવી જાય છે, છતાં લોકો તેનાથી ઉપર આવવા તૈયાર નથી.
એક છોકરીએ હાલમાં જ પોતાનું સાથે થયેલી એવી જ ઘટનાની જાણકારી ટિકટોક પર શેર કરી તો લોકો હેરાન રહી ગયા. તેણે જણાવ્યું કે કેવી રીતે નેટફ્લિક્સ પર એક ડોક્યૂમેન્ટ્રી જોતાં દાંત સાફ કરવાના ચક્કરમાં તેણે મોટી ગરબડી કરી દીધી. Mia Kittelsonએ જણાવ્યું કે, તેણે ડોક્યૂમેન્ટ્રી જોતાં ટૂથબ્રશ પર ટૂથપેસ્ટની જગ્યાએ કંઈક બીજું લગાવ્યું અને દાંતોને બ્રશ કરવા લાગી. તે એક પેન રીલિફ ક્રીમ ‘ડીપ હીટ હતી. એકદમથી તેને લાગ્યું તો તેણે તેને તરત કાઢ્યું અને મોઢાને સારી રીતે સાફ કર્યું, પરંતુ ઘણા લોકોનું માનવું છે કે એ ઝેરી હોય છે. એવામાં ત્યાં ઉપસ્થિત મિયાના ફ્રેન્ડે બોયફ્રેન્ડને તરત પોઇઝન કંટ્રોલ મેડિકલ ટીમને કોલ કર્યો. જો કે, મિયાં અત્યારે સારી છે.
મિયાએ પોસ્ટના કેપ્શનમાં લખ્યું કે, અમે ડેવિડ બેકહમ પર ડોક્યૂમેન્ટ્રી પર વાતચીત કરવામાં એટલા વ્યસ્ત હતા કે કંઇ ખબર જ ન પડી કે ક્યારે હું ‘ડીપ હીટ’ને બ્રશ પર લગાવીને બ્રશ કરવા લાગી. મિયાની પોસ્ટ પર લોકોએ ખૂબ કમેન્ટ કરી છે. એકે મજા લેતા લખ્યું કે, એવામાં પોઇઝન કંટ્રોલ મેડિકલ ટીમને બોલાવવામાં આવતી એટલે હું તો બસ પોતાના મરવાની રાહ જોતો. એક અન્ય યુઝરે કહ્યું કે, ડીપ હીટ અને કોલગેટ એકદમ અલગ છે. તું તેમાં કન્ફ્યૂઝ કેવી રીતે થઈ ગઈ. એવી મૂર્ખતા જીવ લઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, ડીપ હીટનો ઉપયોગ સામાન્ય રૂપે દર્દ અને દર્દની સારવાર માટે કરવામાં આવે છે. વર્ષ 1889માં બનેલી મેન્થોલાટમ કંપની આ પ્રોડક્ટ બનાવે છે. તેના માટે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનની જરૂરિયાત હોતી નથી, પરંતુ તેમાં કેમિકલ હોય છે જે જીવલેણ સાબિત થઈ શકે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp