દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો, હરિયાણા નંબરની i20 કારમાં થયો ધમાકો, પુલવામાં કનેક્શન આવ્યું

દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો, હરિયાણા નંબરની i20 કારમાં થયો ધમાકો, પુલવામાં કનેક્શન આવ્યું સામે

11/11/2025 National

SidhiKhabar

SidhiKhabar

દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો, હરિયાણા નંબરની i20 કારમાં થયો ધમાકો, પુલવામાં કનેક્શન આવ્યું

દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ અંગે એક મહત્ત્વપૂર્ણ જાણકારી સામે આવી રહ્યો છે. આ કાર જમ્મુ-કાશ્મીરના પુલવામા સાથે જોડાયેલી હોવાનું જાણવા મળી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લાલ કિલ્લા પાસે સાંજે 6:52 વાગ્યે એક i20 કારમાં વિસ્ફોટ થયો હતો. ગૃહમંત્રી અમિત શાહે પોતે આ વાતની પુષ્ટિ કરી છે. એવું પણ જાણવા મળ્યું છે કે કાર પર હરિયાણાની નંબર પ્લેટ લાગેલી હતી. કારનો નંબર HR 26 7624 હતો. આ i20 કાર સલમાન નામના વ્યક્તિની હતી. પોલીસે સલમાનને કસ્ટડીમાં લીધો છે.

દિલ્હી પોલીસ પાસેથી ગુરુગ્રામ પોલીસને મળેલી માહિતીના આધારે મોહમ્મદ સલમાનની કરી લેવામાં આવી હતી અને પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન મોહમ્મદ સલમાને ખુલાસો કર્યો હતો કે તેણે દોઢ વર્ષ અગાઉ દિલ્હીના ઓખલાના રહેવાસી દેવેન્દ્રને પોતાની કાર વેચી હતી. સલમાને કારના વેચાણ સંબંધિત તમામ દસ્તાવેજો ગુરુગ્રામ પોલીસને સોંપી દીધા છે. તપાસમાં જાણવા મળ્યું કે દેવેન્દ્રએ કાર હરિયાણાના અંબાલામાં કોઈને વેચી હતી. વધુ તપાસમાં કારનું પુલવામા કનેક્શન સામે આવ્યું છે. આ કારની ઘણી વખત ખરીદી-વેચાણ થઈ હોવાનું સામે આવ્યું છે. આ સંદર્ભમાં તે પુલવામાના તારીકને વેચવામાં આવી હતી.


ઘટનાસ્થળે કોઈ ખાડો નથી

ઘટનાસ્થળે કોઈ ખાડો નથી

સૂત્રોના જણાવ્યા અનુસાર, i20 કારમાં કેટલાક લોકો સવાર હતા. કારના પાછળના ભાગમાં વિસ્ફોટ થયો હતો. સૂત્રો મુજબ, વિસ્ફોટ બાદ ઘટનાસ્થળે કોઈ ખાડો નથી પડ્યો. કોઈપણ ઇજાગ્રસ્તના શરીર પર કોઈ ખીલા કે તાર ખૂંચ્યા નથી. વિસ્ફોટમાં ઇજાગ્રસ્ત કે માર્યા ગયેલા લોકોના ચહેરા અને શરીર કાળા પડ્યા નહોતા. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ ટીમ, ફોરેન્સિક નિષ્ણાતો સાથે, વિસ્ફોટ થયેલી i20 કારના તૂટેલા ભાગોમાંથી પુરાવા શોધવા માટે કામ કરી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વિસ્ફોટમાં એક અનોખી પેટર્નનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અગાઉના આતંકવાદી હુમલાઓમાં આવી પેટર્નનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. વિસ્ફોટ સ્થળની આસપાસ ઘણીવાર ખાડાઓ પણ થઈ જાય, પરંતુ આ વિસ્ફોટમાં આવું થયું નથી.


અમિત શાહે ઘટનાસ્થળની મુલાકાત લીધી

અમિત શાહે ઘટનાસ્થળની મુલાકાત લીધી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું. તેમણે LNJP હોસ્પિટલની પણ મુલાકાત લીધી અને ઇજાગ્રસ્તોને મળ્યા. તેમણે કહ્યું કે, ‘દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક હ્યુન્ડાઇ i20 કારમાં વિસ્ફોટ થયો. વિસ્ફોટને કારણે 3-4 વાહનોને નુકસાન થયું, લોકો ઇજાગ્રસ્ત પણ થયા અને કેટલાક લોકોના મોત પણ થઇ ગયા. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે. કેટલાક ઇજાગ્રસ્તોની અહીં સારવાર ચાલી રહી છે. અમે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ તપાસ શરૂ કરી છે.

તેમણે કહ્યું કે, વિસ્ફોટની માહિતી મળતાં જ, દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ, ક્રાઇમ બ્રાન્ચ, NIA ટીમ, SPG ટીમ અને FSL ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે અને ઝડપથી તમામ તપાસ કરી રહી છે. મને આશા છે કે અમારી એજન્સીઓ ટૂંક સમયમાં વિસ્ફોટનું કારણ જાણી લેશે અને FSLની સૌથી વરિષ્ઠ ટીમ પણ પહોંચી ગઈ છે. વિસ્ફોટના સમાચાર મળતા જ મને વડાપ્રધાનનો ફોન આવ્યો. પ્રાથમિક માહિતી એકત્રિત કર્યા બાદ, મેં વડાપ્રધાનને પણ જાણ કરી. હું સ્થળની મુલાકાત લેવા માટે અહીંથી જઈ રહ્યો છું અને વિગતવાર માહિતી એકત્રિત કરવા માટે કાલે સવારે ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની ટીમ સાથે મળીશ.’


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top