Gang Rape Case: આ તો હેવાનિયતની હદ વટાવી દીધી! 3 લોકોએ સગીરા પર કર્યો ગેંગરેપ અને પીડિતા ગર્ભવતી થઈ તો જીવતી દફનાવી દેવાના હતા
Odisha Gang Rape Case: શું ઓડિશાના માંઝી સરકારમાં મહિલાઓ હવે સુરક્ષિત નથી? ઓડિશાના ઘણા જિલ્લાઓમાંથી એક બાદ એક મહિલાઓની પવિત્રતાનું હનન કરવાના ભયાનક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તાજેતરના કિસ્સામાં પોતાની વાસના સંતોષવા માટે, જગતપુર જિલ્લામાં 3 હેવાનોએ એક સગીર છોકરી સાથે એવી ક્રૂરતા આચરી છે કે જેણે પણ આ ઘટના બાબતે સાંભળ્યું તેના રૂવાડા ઊભા થઈ ગયા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જગતપુરમાં 3 લોકોએ એક સગીર છોકરી પર અનેક વખત સામૂહિક બળાત્કાર ગુજાર્યો અને પછી પોતાનો ગુનો છુપાવવા માટે તેને જીવતી દફનાવવાનો પ્રયાસ કર્યો હતો. 2 આરોપીઓ (બંને ભાઈ)ઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ત્રીજો ફરાર છે. જગતપુરના બનશબારા ગામના 2 ભાઈઓ, ભાગ્યધર દાસ અને પંચાનન દાસ અને તેમનો સાથી, જેની ઓળખ તુલુ બાબૂ તરીકે થઈ છે, તેમણે લાંબા સમય સુધી છોકરી પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ છે. તુલુ બાબૂ ફરાર છે, તેની શોધખોળ કરવામાં આવી રહી છે.
લાંબા સમય સુધી જાતીય શોષણને કારણે છોકરી ગર્ભવતી થઈ ગઇ હતી. જ્યારે તેમને ખબર પડી કે છોકરી 5 મહિનાની ગર્ભવતી છે, ત્યારે ત્રણેય આરોપીઓએ ગુનો છુપાવવા માટે તેને જીવતી દફનાવવાનો પ્રયાસ કર્યો. જોકે, છોકરીને સમયસર બચાવી લેવામાં આવી હતી. ઘટના બાદ, પીડિતાને સારવાર માટે જિલ્લા મુખ્યાલયની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તે સતત ડૉક્ટરોની દેખરેખ હેઠળ છે. બાદમાં, પીડિતાના પિતાએ નજીકના પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ઔપચારિક ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે ભારતીય દંડ સંહિતા (IPC)ની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.
આ અગાઉ, એક કોલેજ વિદ્યાર્થીનીએ પ્રોફેસર પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. જ્યારે તેની ફરિયાદ સાંભળવામાં ન ત્યારે તેણે આતમદાહ કરી દીધો હતો.
14 સપ્ટેમ્બર, 2024 ના રોજ ભુવનેશ્વરના એક પોલીસ સ્ટેશનમાં ભારતીય સૈન્ય અધિકારી અને તેની મંગેતર પર પોલીસ દ્વારા કથિત હુમલો અને જાતીય હિંસાના કેસને વેગ મળ્યો છે. આ બાબતે સેનાએ સખત વાંધો ઉઠાવ્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp