Morning Consult Survey Report: PM નરેન્દ્ર મોદી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા, રેંકિંગમાં પાછળ રહ

Morning Consult Survey Report: PM નરેન્દ્ર મોદી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા, રેંકિંગમાં પાછળ રહી ગયા ટ્રમ્પ અને મેલોની; જાણો બાકી દિગ્ગજોની શું છે સ્થિતિ

07/26/2025 World

SidhiKhabar

SidhiKhabar

Morning Consult Survey Report: PM નરેન્દ્ર મોદી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા, રેંકિંગમાં પાછળ રહ

Morning Consult Survey Report: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત દુનિયાના સૌથી લોકપ્રિય લોકતાંત્રિક નેતાના રૂપમાં ઉભરી આવ્યા છે. બિઝનેસ ઇન્ટેલિજન્સ કંપની મોર્નિંગ કન્સલ્ટ (Morning Consult) દ્વારા જાહેર કરાયેલા જુલાઈ 2025ના તાજેતરના સર્વે રિપોર્ટ અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 75% લોકોની એપ્રૂવલ રેટિંગ મળી છે. આ સર્વે 4 જુલાઈથી 10 જુલાઈ દરમિયાન કરવામાં આવ્યો હતો અને તેમાં 20થી વધુ દેશોના નેતાઓના રેટિંગનો સમાવેશ કરવામાં આવ્યો હતો.


PM નરેન્દ્ર મોદી નંબર 1, અન્ય નેતાઓ પાછળ

PM નરેન્દ્ર મોદી નંબર 1, અન્ય નેતાઓ પાછળ

ભાજપના IT સેલના વડા અમિત માલવિયાએ પણ પોતાની પોસ્ટમાં આ રિપોર્ટનો ડેટા શેર કર્યો છે. મોર્નિંગ કન્સલ્ટ દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટ અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા નંબર પર છે, જ્યારે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગ બીજા નંબરેછે, જેમની એપ્રૂવલ રેટિંગ 59% છે. ત્રીજા નંબર પર આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર મિલે છે, જેમને 57% લોકોનું સમર્થન છે. ત્યારબાદ કેનેડાના માર્ક કાર્ની (56%) અને ઓસ્ટ્રેલિયાના એન્થોની અલ્બનીઝ (54%) આવે છે.


ટ્રમ્પની એપ્રૂવલ રેટિંગ 44%

ટ્રમ્પની એપ્રૂવલ રેટિંગ 44%

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 44% લોકોનું સમર્થન મળ્યું છે, પરંતુ 50% લોકો તેમની વિરુદ્ધ છે. સૌથી ઓછા લોકપ્રિય લોકતાંત્રિક નેતાઓમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને ચેક રિપબ્લિકના વડાપ્રધાન પેટ્ર ફિઆલાનો સમાવેશ થાય છે, જેમને માત્ર 18% લોકોનું સમર્થન મળ્યું છે, જ્યારે 74% લોકો તેમનાથી અસંતુષ્ટ છે.


અન્ય મુખ્ય નેતાઓની સ્થિતિ:

અન્ય મુખ્ય નેતાઓની સ્થિતિ:

ઇટાલીના જ્યોર્જિયા મેલોની: 40% સમર્થન, 54% અસંતુષ્ટ

જર્મનીના ફ્રેડરિક મેર્જ: 34% સમર્થન, 58% અસંતુષ્ટ

તુર્કીના રેસેપ તૈયપ એર્દોગન: 33% સમર્થન, 50% અસંતુષ્ટ

બ્રાઝિલના લુલા દા સિલ્વા: 32% સમર્થન, 60% અસંતુષ્ટ

બ્રિટનના કીર સ્ટારમર: 26% સમર્થન, 65% અસંતુષ્ટ

જાપાનના શિગેરુ ઇશિબા: 20% સમર્થન, 66% અસંતુષ્ટ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top