Bangladesh Bank Dress Code: બાંગ્લાદેશ તાલિબાની શાસન તરફ! સેન્ટ્રલ બેન્કે એવો આદેશ જાહેર કર્યો

Bangladesh Bank Dress Code: બાંગ્લાદેશ તાલિબાની શાસન તરફ! સેન્ટ્રલ બેન્કે એવો આદેશ જાહેર કર્યો કે સરકારની થઇ રહી છે થૂ-થૂ; ભારે વિરોધ બાદ..

07/26/2025 World

SidhiKhabar

SidhiKhabar

Bangladesh Bank Dress Code: બાંગ્લાદેશ તાલિબાની શાસન તરફ! સેન્ટ્રલ બેન્કે એવો આદેશ જાહેર કર્યો

Bangladesh Bank Dress Code: બાંગ્લાદેશ હવે ધીમે-ધીમે તાલિબાની શાસન તરફ આગળ વધી રહ્યું છે. બાંગ્લાદેશમાં તાલિબાન જેવું મોરલ પોલીસિંગ કરવાનો મોહમ્મદ યૂનુસ સરકારનો પ્રયાસ નિષ્ફળ ગયો છે. બાંગ્લાદેશની સેન્ટ્રલ બેન્કે એક આદેશ જાહેર કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે મહિલા અધિકારીઓને શોર્ટ ડ્રેસ, શોર્ટ સ્લીવ અને લેગિંગ્સ પહેરવાની મંજૂરી આપવામાં નહીં આવે. બાંગ્લાદેશની સેન્ટ્રલ બેન્કે થોડા દિવસ અગાઉ મહિલા કર્મચારીઓને 'શિષ્ટ અને વ્યાવસાયિક' કપડાં પહેરીને ઓફિસમાં આવવા કહ્યું હતું. બાંગ્લાદેશ બેન્કના માનવ સંસાધન વિભાગે પણ ચેતવણી આપી હતી કે, જો આદેશનું પાલન નહીં કરવામાં આવે તો શિસ્તભંગના પગલાં લેવામાં આવી શકે છે, પરંતુ સોશિયલ મીડિયામાં તોફાન ઉભું થઈ ગયું. લોકો બાંગ્લાદેશ બેન્ક મેનેજમેન્ટને ફેસબુક અને X પર 'શિષ્ટ અને વ્યાવસાયિક'ની વ્યાખ્યા બતાવવા લાગ્યા. મામલો એટલો વધી ગયો કે બાંગ્લાદેશ બેન્કે હાલ પૂરતો આદેશ પાછો ખેંચી લીધો છે. ઘણા લોકોએ આ આદેશની તુલના તાલિબાનના આદેશ સાથે કરી.


રદ કરાયેલા આદેશમાં શું કહેવામાં આવ્યું

રદ કરાયેલા આદેશમાં શું કહેવામાં આવ્યું

રદ કરાયેલા આદેશ હેઠળ, પુરુષ કર્મચારીઓને લાંબા અથવા અડધા બાંયવાળા ફોર્મલ શર્ટ, ફોર્મલ પેન્ટ અને શૂઝ પહેરવાની સૂચના આપવામાં આવી હતી, જ્યારે જીન્સ અને ફેન્સી પાયજામા પહેરવાની મંજૂરી નહોતી. મહિલાઓ માટે જાહેર કરાયેલા નિર્દેશમાં બધી મહિલાઓને સાડી, સલવાર-કમીઝ, કોઈપણ અન્ય સાદા, શિષ્ટ, વ્યાવસાયિક પોશાક, સાધારણ હેડસ્કાર્ફ અથવા હિજાબ પહેરવા કહેવામાં આવ્યું હતું. આ આદેશ હેઠળ તેમને ઔપચારિક સેન્ડલ અથવા શૂઝ પહેરવાની મંજૂરી આપવામાં આવી હતી. સેન્ટ્રલ બેન્કના આદેશમાં મહિલાઓને ટૂંકી બાંયના કપડાં અથવા લાંબા ઢીલા ડ્રેસ અને લેગિંગ્સ પહેરવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. નિર્દેશમાં કહેવામાં આવ્યું હતું કે, ‘તમામ સ્તરના અધિકારીઓ અને કર્મચારીઓએ દેશના સામાજિક ધોરણો અનુસાર યોગ્ય અને વ્યાવસાયિક રીતે પોશાક પહેરવો જોઈએ.

આ આદેશનો વિરોધ કરતા X પર એક યુઝરે લખ્યું કે, ‘ઇસ્લામિક એજન્ડા હેઠળ, બાંગ્લાદેશ બેન્કે મહિલા અધિકારીઓને ટૂંકી બાંયના કપડાં અને લેગિંગ્સ ન પહેરવા કહ્યું છે. પરંતુ બાંગ્લાદેશ બેન્કના ગવર્નરની પુત્રી તેમની ઇચ્છા મુજબ કંઈપણ પહેરે છે. આ ઉપરાંત, બધા વિભાગોને ડ્રેસ કોડ દિશા-નિર્દેશોના પાલન પર નજર રાખવા માટે એક અધિકારીની નિમણૂક કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. કેટલાક લોકોએ આ આદેશની તુલના અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનના આદેશો સાથે પણ કરી હતી જેમાં બધી મહિલાઓને સાર્વજનિક સ્થળોએ માથાથી પગ સુધી કપડાં પહેરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

એક યુઝરે ટ્વીટ કરતા કહ્યું કે, ‘નવા તાલિબાની યુગમાં એક સતર્ક સરમુખત્યારનું શાસન.’ બાંગ્લાદેશ મહિલા પરિષદના પ્રમુખ ફૌઝિયા મુસ્લિમે સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં આ પ્રકારનો નિર્દેશ અભૂતપૂર્વ છે. એક ખાસ સાંસ્કૃતિક માહોલને આકાર આપવામાં આવી રહ્યો છે, અને આ નિર્દેશ એજ પ્રયાસને દર્શાવે છે. સોશિયલ મીડિયા પરના હોબાળા વચ્ચે, બાંગ્લાદેશ બેન્કે નિર્દેશ પાછો ખેંચી લઈ લીધો. પ્રવક્તા આરિફ હુસૈન ખાને કહ્યું કે, આ પરિપત્ર સંપૂર્ણપણે એક સલાહ છે. હિજાબ કે બુરખો પહેરવા પર કોઈ ફરજ પાડવામાં આવી નથી.’ આ વિવાદ વચ્ચે બુધવારે રાત્રે પસાર કરાયેલા વટહુકમે નાગરિકોને વધુ ગુસ્સે કર્યા છે. તેમાં સરકાર સામે વિરોધ કરી રહેલા કર્મચારીઓ સામે કાર્યવાહીનો પ્રસ્તાવ છે.


બાંગ્લાદેશમાં વધતી તાલિબાની અસર

બાંગ્લાદેશમાં વધતી તાલિબાની અસર

બાંગ્લાદેશમાં તાજેતરના જ કેટલાક દિવસોમાં કટ્ટરપંથી તત્વોમાં વધારો થયો છે. અહી તાલિબાની વિચારધારાની ફૂટપ્રિંટ પણ વધી છે. રિપોર્ટ મુજબ, બાંગ્લાદેશમાં ઈસ્લામિક વિચારધારાનો પ્રભાવ એટલો વધ્યો છે કે યુવા હવે તાલિબાન અને TTP તરફ આકર્ષિત થઈ રહ્યા છે. બાંગ્લાદેશમાથી ઓછામાં ઓછા 2 પાકિસ્તાની તાલિબાની સભ્યો પાકિસ્તાન થતા અફઘાનિસ્તાન જવાના પુરાવા મળ્યા છે. તેમાંથી એક એપ્રિલમાં વજીરીસ્તાનમાં પાકિસ્તાની સેના સાથેના ઘર્ષણમાં માર્યો ગયો હતો. આ ઘટના એવા સમયે થઈ છે, જ્યારે માલિશિયાએ જૂનમાં 36 બાંગ્લાદેશી નાગરિકોને આતંકવાદી નેટવર્ક સાથે કથિત સંબંધો હોવાના આરોપમાં કસ્ટડીમાં લીધા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top