OTT Platforms Banned: અશ્લીલ સામગ્રી બતાવનાર એપ્સ પર ભારત સરકારનો વાર! ALT બાલાજી સહિત 20થી વધુ

OTT Platforms Banned: અશ્લીલ સામગ્રી બતાવનાર એપ્સ પર ભારત સરકારનો વાર! ALT બાલાજી સહિત 20થી વધુ OTT પ્લેટફોર્મ્સ ભારતમાં બેન

07/26/2025 Glamour

SidhiKhabar

SidhiKhabar

OTT Platforms Banned: અશ્લીલ સામગ્રી બતાવનાર એપ્સ પર ભારત સરકારનો વાર! ALT બાલાજી સહિત 20થી વધુ

25 OTT platforms including Ullu and ALTT blocked for streaming obscene pornographic content: ભારત સરકારે એક મોટો નિર્ણય લીધો છે અને ઉલ્લુ, ALTT, દેસીફ્લિક્સ, બિગ શોટ્સ અને અન્ય સ્ટ્રીમિંગ એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારે આ નિર્ણય અશ્લીલ અને સેક્સુઅલ સામગ્રી સામેની નીતિ હેઠળ લીધો છે. આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો, જ્યારે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY)ને આ એપ્સ સામે ઘણા નાગરિકો અને સંગઠનો તરફથી ફરિયાદો મળી.

અશ્લીલ સામગ્રીની ફરિયાદો સામે આવ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન એવું જાણવા મળ્યું કે કામુક વેબ સિરીઝના નામે અશ્લીલ સામગ્રી ખુલ્લેઆમ સ્ટ્રીમિંગ કરવામાં આવી રહી છે. સરકારને જાણવા મળ્યું કે, 18થી વધુ OTT ચેનલ સામગ્રી IT નિયમો 2021 અને ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 292/293નું ઉલ્લંઘન કરી રહ્યા હતા.


ભારતના અશ્લીલતા કાયદો શું કહે છે?

ભારતના અશ્લીલતા કાયદો શું કહે છે?

ભારતીય કાયદા હેઠળ, અશ્લીલ સામગ્રીને એવી તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે જે સાર્વજનિક નૈતિકતાને ઠેસ પહોંચાડે છે, ખાસ કરીને ત્યારે જ્યારે તે સગીરો માટે સુલભ હોય. IT એક્ટ, કલમ 67 અને 67A હેઠળ, ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં અશ્લીલ અથવા યૌન રૂપે સામગ્રીના પબ્લિકેશન અને પ્રસારણ પર પ્રતિબંધ લગાવવામાં આવે છે. આ ઉપરાંત, IPCની કલમ 292 અને 293 હેઠળ અશ્લીલ વસ્તુઓ અને સામગ્રીના વિતરણ અને પ્રદર્શન પર દંડાત્મક જોગવાઈનો નિયમ છે. તો, બાળકોના જાતીય શોષણ સંબંધિત તમામ ડિજિટલ અને ભૌતિક સામગ્રી પર POCSO કાયદા હેઠળ સજાની જોગવાઈ પણ છે.

જોકે OTT પ્લેટફોર્મને સેલ્ફ-રેગ્યૂલેશનનો અધિકાર આપવામાં આવ્યો હતો, પરંતુ ઘણા પ્લેટફોર્મે આ સુવિધાનો દુરુપયોગ કર્યો અને નિયમનની મર્યાદા તોડી. પરિણામે સરકારે સીધો હસ્તક્ષેપ કરવો પડ્યો.


કઈ-કઈ એપ્લિકેશનો પ્રભાવિત થઈ?

કઈ-કઈ એપ્લિકેશનો પ્રભાવિત થઈ?

ભારત સરકારના નિર્ણય બાદ, સરકારે નીચેની એપ્લિકેશનો પર પ્રતિબંધ લગાવ્યો છે.

Ullu, ALTT (અગાઉ ALTBalaji), BigShots, Desiflix, HotHit, PrimePlay.

અન્ય પ્રાદેશિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ જેમની સામગ્રી મધ્યસ્થતા નીતિ શંકાસ્પદ હોવાનું જણાયું હતું.

MIBએ અશ્લીલતા ફેલાવતી 25 એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. આ એપ્સમાં ALTT, ULLU, Big Shots App, Desiflix, Boomx, Navarasa Lite, Gulab App, Kangan App, Bull App, Jalwa App, Wow Entertainment, Look Entertainment, Hit Prime, Feneo, ShowX, Soul Talkies, Adda TV, HotX VIP, Halchal App, MoodX, NeonX VIP, Shohit, Fugi, Mozflix, Triflixનો સમાવેશ થાય છે. આ બધી એપ્સ IT એક્ટ અને સંબંધિત કાયદાઓનું ઉલ્લંઘન કરે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top