Morne Morkel On Kuldeep Yadav: કુલદીપ યાદવને બેન્ચ પર કેમ બેસાડી રાખ્યો છે? બોલિંગ કોચે તોડ્યું મૌન
Morne Morkel Breaks Silence On Kuldeep Yadav: ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે 5 ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ રમી રહી છે. અત્યાર સુધી સ્ટાર સ્પિનર કુલદીપ યાદવને એક પણ મેચમાં તક મળી નથી. ભારતના બોલિંગ કોચ મોર્ને મોર્કલે આ અંગે પોતાનું મૌન તોડ્યું છે. તેમણે કહ્યું કે, કુલદીપ યાદવને 4 ટેસ્ટ મેચમાંથી પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખવાનું કારણ ટીમનું સંતુલન જાળવવાનું છે.
ભારતીય ટીમના બોલિંગ કોચનું સ્પષ્ટ કહેવું કે, કુલદીપને પ્લેઇંગ ઇલેવનમાં ત્યારે જ જગ્યા મળશે જ્યારે બેટિંગ યુનિટ લાંબી હશે. જો કુલદીપને ટીમમાં સામેલ કરવો હોય, તો ભારતે એ સુનિશ્ચિત કરવું પડશે કે, તેમની બેટિંગ લાઇનઅપ લાંબી અને મજબૂત હોય, જેથી તે ઇંગ્લેન્ડનો સામનો કરી શકે. માન્ચેસ્ટર ટેસ્ટમાં ભારત હારની કગાર પર છે. ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં 358 રનના જવાબમાં 7 વિકેટે 544 રન બનાવ્યા છે. ત્રીજા દિવસની રમતના અંતે ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ 77 રન બનાવીને અણનમ છે જ્યારે લિયામ ડોસન 21 રન બનાવીને અણનમ છે.
કોઈ પણ ભારતીય બોલર અહી સુધી કે જસપ્રીત બૂમરાહ પણ ઈંગ્લેન્ડના બેટ્સમેનોને રોકવામાં નિષ્ફળ રહ્યા છે. ઈંગ્લેન્ડના લગભગ દરેક બેટ્સમેને રન બનાવ્યા છે. કુલદીપ યાદવને તક ન આપવા પર સતત સવાલ ઉઠી રહ્યા છે. બોલિંગ કોચે મોર્કલે કહ્યું કે, ‘મને લાગે છે કે જ્યારે તે ટીમમાં આવે છે તો અમને સંતુલન કેવી રીતે મળશે અને અમારી બેટિંગ લાઇનઅપ થોડી લાંબી અને મજબૂત કેવી રીતે બનાવી શકાય છે. અમે પહેલા જોયું છે કે અમે એકસાથે ઘણી વિકેટ ગુમાવી દીધી છે. કુલદીપ વર્લ્ડ ક્લાસ છે અને હાલમાં સારી બોલિંગ કરી રહ્યો છે. અમે તેને ટીમમાં સામેલ કરવાની રીતને શોધવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છીએ.’
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp