ગુજરાત: તાલુકા પંચાયતના 2 સભ્યોએ રાજીનામું આપતા લગાવ્યા આ આરોપ
Resignation Of Two Members of the taluka panchayat: અમરેલીના મોટા લીલીયા તાલુકા પંચાયતના 2 ભાજપના સભ્યોએ રાજીનામા આપી દેતા હાહાકાર મચી ગયો છે. તાલુકા પંચાયતના સભ્ય ઘનશ્યામભાઇ પ્રાગજીભાઇ મેઘાણી અને કંચનબેન અરજણભાઇ ધામતે રાજીનામું આપી દીધું છે. બંને નેતાએ આરોપ લગાવ્યો છે કે, તાલુકા પંચાયત કચેરીમાં વારંવાર રજૂઆત કરવા છતા પદાધિકારીએ દ્વારા કોઈ કામગીરી થતી નથી.
તાલુકા પંચાયતના સભ્ય ઘનશ્યામ મેઘાણીએ પોતાના રાજીનામામાં લખ્યું કે, જય ભારત સાથે જણાવવાનું કે હું પ્રાગજીભાઇ મેઘાણી વોર્ડ નં-2નો સભ્ય છું. હાલમાં તાલુકા પંચાયત કચેરીએ રજૂઆત કરવા છતા અધિકારી અને પદાધિકારી અને લોકોની રજૂઆત કરવા છતા કોઇ કામગીરી થતી નથી અને ગ્રામપંચાયત કચેરીને પણ વારંવાર રજૂઆત કરવા છતા કોઇ સાંભળતું નથી. સામાન્ય બાબતનું પણ કામ થતું નથી. લોકો અમને વારંવાર રજૂઆત કરે છે. અમે કોઇ કામનો ઉકેલ લાવી શકતા નથી. એટલા માટે અમે રાજીનામું આપવા સહમત છીએ. તો કંચનબેન ધામતે પણ પોતાના રાજીનામામાં આજ રીતે લખ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp